Well come My friends to my Page

Showing posts with label ચાણક્ય નીતિ સંકલન જગદીશ રાવળ. Show all posts
Showing posts with label ચાણક્ય નીતિ સંકલન જગદીશ રાવળ. Show all posts

Sunday, March 9, 2014

ચાણક્ય નીતિઃ ક્યારેય અજાણતા પણ ન કરવું જોઈએ આ 1 કામ


ચાણક્ય નીતિઃ ક્યારેય અજાણતા પણ ન કરવું જોઈએ આ 1 કામ

દુઃખ, કષ્ટ, પરેશાનીઓ તો હંમેશા જીવનમાં આવતી જતી રહે છે. આ પ્રકારની કેટલીક પરિસ્થિતિઓ પર આપણું નિયંત્રણ રહેતું નથી તે કુદરતી હોય છે પણ કેટલીક સ્થિતિ આપણા કર્મોને કારણે ઉભી થાય છે. જાણે-અજાણે આપણે એવું કાર્ય કરી બેસીએ છીએ કે તેથી ભવિષ્યમાં આપણા માટે તે કષ્ટનું કારણ બની જાય છે. આ બાબતે આચાર્ય ચાણક્ય આપણને ખાસ વાત કહી છે કે કેટલાક કાર્યો ભુલથી પણ ન કરવા જાઈએ.


આચાર્ય ચાણક્ય કહે છે....
कष्टं च खलु मूर्खत्वं कष्टं च खलु यौवनम्।
कष्टात् कष्टतरं चैव परगेहे निवासनम्।।
આ શ્લોકનો અર્થ છે કે પહેલું કષ્ટ તે મુર્ખ હોવું, બીજું કષ્ટ જવાની અને આ બન્નેથી પણ વધારે કષ્ટદાયક છે પરાયા ઘરે રહેવું.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ માટે સૌથી મોટું દુઃખ મૂર્ખ હોવાનું છે. જો કોઈ વ્યક્તિ મૂર્ખ હોય તો તે જીવનમાં ક્યારેય પણ સુખ પ્રાપ્ત નથી કરી શકતો. તે જીવનમાં દરેક પગલે દુઃખ અને અપમાન સહન કરે છે. બુદ્ધિના અભાવમાં માણસ ક્યારેય પણ ઉન્નતિ નથી કરી શકતો.


બીજુ કષ્ટ છે જવાની. જી, હા જવાની પણ દુઃખદાયી હોઈ શકે છે. કારણ કે આ દરમિયાન વ્યક્તિમાં અત્યધિક જોશ અને ક્રોધ હોય છે. કોઈ વ્યક્તિ જવાનીના આ જોશને યોગ્ય દિશામાં લગાવે તો તે નિર્ધારિત લક્ષ્યો સુધી ચોક્કસ પહોંચી શકે છે. તેનાથી વિપરિત જો કોઈ વ્યક્તિ આ જોશ અને ક્રોધના વશ થઈ ખોટા કામ કરવા લાગે તો તે ચોક્કસપણે મોટી પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આ બંને કષ્ટોથી પણ ખતરનાક છે બીજાના ઘરમાં રહેવું.
 


જો કોઈ વ્યક્તિ પારકા ઘરમાં રહે તો તે માણસ માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ કાયમ માટે બની રહે છે. બીજાના ઘરમાં રહેવાથી સ્વતંત્રતા પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. એવી વખતે માણસ પોતાની મરજીથી કોઈપણ કામ નિઃસંકોચ રીતે નથી કરી શકતો.
આ પ્રકારે આચાર્યની આ નીતિનો અર્થ છે કે પહેલુ કષ્ટ છે મૂર્ખ હોવું,  બીજુ કષ્ટ છે જવાની અને આ બંને કષ્ટથી વધીને છે બીજાના ઘરમાં આશ્રિત રહેવું.


Saturday, March 8, 2014

ચાણક્યની આ 5 નીતિ ધ્યાન રાખો, ક્યારેય નિષ્ફળ કે દુઃખી નહીં થાઓ!


ભારતીય ઈતિહાસમાં આચાર્ય ચાણક્યનું મહત્વપૂર્ણ સ્થાન છે. એક સમય હતો જ્યારે ભારત નાના-નાના રાજ્યોમાં વિભાજિત હતું અને વિદેશી શાસક સિકંદર ભારત ઉપર આક્રમણ કરવા માટે ભારતીય સીમા સુધી આવી પહોંચ્યો હતો, ત્યારે ચાણક્યએ પોતાની નીતિઓથી ભારતનું રક્ષણ કર્યુ હતું. ચાણક્યના પ્રયાસોથી જ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય બાળક ભારતના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો અને અખંડ ભારતનું નિર્મામય કર્યું.
ચાણક્યાન કાળમાં પાટલીપુત્ર (વર્તમાનમાં પાટણ) ખૂબ જ શક્તિશાળી રાજ્ય મગધની રાજધાની હતી. તે સમયે નંદવશના સામ્રાજ્ય હતું અને રાજા હતો ધનાનંદ. કેટલાક લોકો આ રાજાનું નામ મહાનંદ પણ બતાવે છે. એક વાર મહાનંદે ભરી સભાવમાં ચાણક્યનું અપમાન કર્યું હતું અને આ અપમાનનો પ્રતિશોધ લેવા માટે આચાર્યએ ચંદ્રગુપ્તને યુદ્ધકળામાં પારંગત કર્યો. ચંદ્રગુપ્તની મદદથી ચાણક્યએ મગધ ઉપર આક્રમણ કર્યું અને મહાનંદને પરાજિત કર્યો.
આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. જે પણ વ્યક્તિ આ નીતિઓનું પાલન કરે છે તેને જીવનમાં બધી સુખ-સુવિધાઓ અને સફળતા પ્રાપ્ત થાય છે.
આપણે કેવી જગ્યાએ રહેવું જોઈએઃ-
આપણે કેવી જગ્યાએ નિવાસ કરવો જોઈએ કે ઘર બનાવવું જોઈએ આ બાબતે આચાર્ય ચાણક્યએ 5 વાતો બતાવી છે. જે સ્થાન ઉપર આ પાંચ વસ્તુઓ ઉપલબ્ધ હોય ત્યાં રહેવું સર્વશ્રેષ્ઠ હોય છે એવા સ્થાન ઉપર રહેવાથી વ્યક્તિ હંમેશા પ્રસન્ન રહે છે.
આચાર્ય ચાણક્ય કહે છે-
धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पंचम:।
पंच यत्र न विद्यन्ते तत्र दिवसं वसेत्।।
આચાર્ચ ચાણક્યએ આ શ્લોકમાં કહ્યું છે કે કે કંઈ જગ્યાએ રહી શકાય....
પહેલી વાતઃ- જે જગ્યાએ કોઈ ધનિક વ્યક્તિ હોય, ત્યાં વ્યવસાયમાં વધારો થાય છે. ધનિક વ્યક્તિની આસપાસ રહેનાર લોકો માટે સારા રોજગારની તકો પ્રાપ્ત થવાની સંભાવનાઓ રહે છે.
બીજી વાતઃ-જે જગ્યાએ કોઈ કોઈ જ્ઞાની વ્યક્તિ હોય, વેદ જાણનારો હોય, તે સ્થાને રહેવાથઓ ધર્મલાભ પ્રાપ્ત થાય છે. આપણુ ધ્યાન પારકર્મ તરફ જતા બચે છે.
ત્રીજી વાતઃ- જ્યાં રાજા કે શાશકીય વ્યવસ્થા સાથે સંબંધિત વ્યક્તિ રહે છે, તે સ્થાને રહેવાથી આપણે શાસનની બધી યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય છે.
ચોથી વાતઃ- જે સ્થાન ઉપર પવિત્ર નદી વહેતી હોય, જ્યાં પાણી પ્રચુર માત્રામાં હોય, ત્યાં રહેવાથી આપણને પ્રકૃતિના બધા લાભ પ્રાપ્ત થાય છે.
પાંચમી વાતઃ- વૈદ્યનું હોવું. જે સ્થાન ઉપર વૈદ્ય હોય ત્યાં રહેવાથી આપણને બીમારીઓથી તરત જ મુક્તિ મળી જાય છે. આથી આચાર્ય ચાણક્યએ બતાવ્યું છે કે આ પાંચ બાબતો જ્યાં હોય ત્યાં રહેવું લાભકારી છે.
ક્યારે થાય છે હિતેચ્છુઓની ઓળખઃ-
પોતાના અને પારકાની પરખ કરવા માટે આચાર્ય ચાણક્ય કહે છે-
आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षेत्र शत्रुसंकटे।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बांधव:।।
આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં વ્યક્તિની પરખ માટે અલગ-અલગ સ્થિતિઓ બતાવી છે, આ સ્થિતિઓ આ પ્રકારે છે.

-જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભયંકર બીમારીથી પીડિત હોય અને તે સમયે જે લોકો સાથ આપે છે, તે જ સાચા હિતેચ્છુઓ હોય છે.
-જે કોઈ વ્યક્તિને જીવનમાં કોઈ ભયંકર દુઃખ આવી જાય કે કોઈ કોર્ટનો ચુકાદો કે કોર્ટકેસમાં ફસાઈ જાય, તે સમયે જે માણસ ગવાહીના રૂપમાં સાથ આપે છે જે જ સાચો મિત્ર કહેવાનો અધિકારી હોય છે.
-કોઈ વ્યક્તિનું મૃત્યુના સમયે જે લોકો ઉપસ્થિત રહે છે તે જ સાચો હિતેચ્છું હોય છે.





જેની પાસે હોય તેને છોડીને 
                         બીજી વસ્તુ પાસે જવું મૂર્ખામી છેઃ-
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ઘણ લોક પોતાની પાસેની વસ્તુ હોય તેને છોડીને બીજી વસ્તુ પ્રાપ્ત કરવા માટે ભાગે છે, એવી સ્થિતિમાં ઘણીવાર બંને વસ્તુઓ હાથમાંથી નિકળી જાય છે. એવી પરિસ્થિતિઓના સંબંધમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે-


यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते।
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव हि।।
-આ શ્લોકનો અર્થ છે કે જે વ્યક્તિને ચોક્કસ વસ્તુઓને છોડીને અનિશ્ચિત વસ્તુઓ તરફ ભાગે છે તેમના હાથમાંથી બંને વસ્તુઓ નિકળી જાય છે. આચાર્ય ચાણક્યની અનુસાર લાલચી વ્યક્તિની સાથે મોટાભાગે એવું બને છે અને અંતમાં તે ખાલી હાથે જ રહી જાય છે. આથી જીવનમાં નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની ભૂલો આપણને ન કરવી જોઈએ. સમજદારીથી આપણી પાસે જે વસ્તુઓ હોય તેનાથી સંતોષ માનવો જોઈએ.
રૂપિયા કેવી રીતે બચાવી શકાયઃ-
રૂપિયા કે ધનના મહત્વને જોતા શાસ્ત્રોમાં અનેક નિયમ બતાવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. રૂપિયાના સંબંધમાં આચાર્ય ચાણક્યએ એક મહત્વપૂર્ણ વાત કહી છે...

उपार्जितानां वित्तानां त्याग एव हि रक्षणाम्।

तडागोदरसंस्थानां परीस्रव इवाम्भसाम्।।

આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે આપણા દ્વારા કમાવામાં આવેલ ધનનો ઉપયોગ કરવો કે વ્યય કરવાનું જ ધનના રક્ષણ સમાન છે. આ પ્રકારે કોઈ તળાવ કે વાસણમાં ભરેલ ઉપયોગ ન કરવામાં આવે તો સડી જાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે, વ્યક્તિ ધન કે રૂપિયા કમાય છે તો તેનો સદઉપયોગ કરતા રહેવું જોઈએ. ઘણા લોકો ધનની અત્યધિક સંગ્રહિત કરીને રાખે છે, તેનો ઉપયોગ નથી કરતા. જરૂરિયાતથી વધુ ધનનો સંગ્રહ અનુચિત છે. એટલા માટે ધનનું દાન કરવું જોઈએ. યોગ્ય કાર્યોમાં ધનનું રોકાણ કરવું જોઈએ. એ જ ધનની રક્ષણ સમાન છે. જો કોઈ વ્યક્તિ દિવસ-રાત મહેનત કરી રૂપિયા કમાય છે અને તેનો ઉપયોગ નથી કરતો તો એવા રૂપિયાનો શો લાભ છે? હંમેશા રૂપિયાનો સદઉપયોગ કરતા રહેવું જોઈએ. આ પ્રકારે કોઈ તણાવમાં ભરેલ જળ ઉપયોગ ન કરવામાં આવે તો તે સડી જાય છે. એવામાં પાણીને બચાવવું જરૂરી છે અને તેનો ઉપયોગ કરવામાં આવે. એ જ વાત ધન ઉપર પણ લાગૂ થાય છે.



સુખની જ અપેક્ષા રાખતા હોવ તો, ચાણક્યની આ વાત જાણી લોઃ-
સુખ અને દુઃખ, જીવનની આ બે પહેલુ છે, આ બંને જ દરેક વ્યક્તિના જીવનમાં આવતા-જતા રહે છે, હંમેશા ચાલતા રહો. એવું કોઈ વ્યક્તિ નથી જેના જીવનમાં ક્યારેય દુઃખ ન આવ્યું હોય કે તે ક્યારેય સુખી ન થયો હોય. આચાર્ય ચાણક્ય કહે છે...

कस्य दोष: कुले नास्ति व्याधिना केन पीडि़ता:।

व्यसनं केन संप्राप्तं कस्य सौख्यं निरंतरम्।।

એવો કોઈ વ્યક્તિ છે જેના કુળમાં કોઈ દોષ કે બુરાઈ નથી. એવો કયું પ્રાણી છે જે ક્યારેય કોઈ રોગથી ગ્રસ્ત ન થયું હોય. એવું કોણ છે જે હંમેશા જ સુખ પ્રાપ્ત કરતો આવ્યો છે જેને ક્યારેય દુઃખ નથી મળ્યું.

આ બાબતે આચાર્ય ચાણક્ય કહે છે કે પ્રાચીનકાળથી જ એવો કોઈ વંશ નથી થયો કે જેમાં કોઈ દોષ ન હોય. જેનો વંશ પૂરી રીતે નિષ્પાપ છે. ક્યારેય એવો કોઈ વ્યક્તિ નથી થયો જેને જીવનભર રોગ ન થયો હોય, જે ક્યારેક કોઈ બીમારીથી ગ્રસ્ત ન થયો હોય. પછી એ ગમે એટલો ગુણો માણસ હોય જો તે ખરાબ આદતોમાં પડી જાય તો તે ખોટા કાર્યોની લચ ચોક્કસ લાગી જાય છે. પછી તે માણસને કષ્ટ સહન કરવા પડે છે. આથી અત્યાર સુધી કોઈ પ્રાણી એવું નથી થયું જે દુઃખી ન થયું હોય કે ક્યારેય દુઃખ જ જોયું ન હોય.

હંમેશાથી આપણા જીવનમાં માત્ર સુખ જ સુખ રહે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ પણ એવું થતું નથી. ક્યારેક-ક્યારેક દુઃખ પણ સહન કરવું પડે છે. જે લોકો સદૈવ સુખી રહે છે, ખુશ રહે છે, તેના જીવનમાં નાની-નાની પરેશાનીઓ ચોક્કસ આવતી જ રહે છે. કોઈપણ માણસ પૂરી રીતે સુખી નથી રહેતો. આ પ્રકૃત્તિનો નિયમ પણ છે, આ એક અટલ સત્ય છે. દરેક વ્યક્તિને સુખ અને દુઃખ બંનેનો સામનો કરવો પડે છે.






ચાણક્ય નીતિઃ સ્ત્રી અને પુરુષના દરેક ખોટા કાર્યોની સજા કોને મળે?


ચાણક્ય નીતિઃ સ્ત્રી અને પુરુષના દરેક ખોટા કાર્યોની સજા કોને મળે?
લગ્ન બાદ પતિ અને પત્નીના જીવન એક બીજાથી અલગ નથી રહેતા.પતિના કાર્યોની અસર પત્નીના જીવન પર પડે છે અને પત્નીના કર્મોની અસર પતિના જીવન પર પડે છે.આ જ કરણે પતિ અને પત્ની બંને ઘણા પ્રકારની સાવધાની રાખવી પડે છે.આચાર્ય ચાણકયએ ઘણી એવી પરિસ્થિતિ અંગે જણાવ્યુ છે કે પત્નીના કાર્યોની અસર પતિના જીવન પર પડે છે.
ચાણકય કહે છે કે-
राजा राष्ट्रकृतं पापं राज्ञ: पापं पुरोहित:।
भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस्तथा।।

ચાણકયએ આ શ્લોકમાં જણાવ્યું છે કે કોઈ વ્યકિતના પાપનું ફળ કોઈ બીજાને ભોગવવું પડે છે. જો કોઈ રાજય કે દેશની જનતા કોઈ ખોટું કામ કરે છે તો તેનું ફળ શાસન કે તે દેશના રાજાને ભોગવવું પડે છે.જ્યારે રાજા પોતાના રાજ્યનું યોગ્ય પાલન નથી કરતો પોતાના કર્તવ્ય પૂરાં નથી કરતો ત્યારે રાજ્યની જનતા વિરોધી થઈ જાય છે અને તે ખોટાં કાર્યો તરફ જાય છે. આવી સ્થિતિમાં રાજા જ જનતા દ્વારા કરવામાં આવેલ ખોટા કામ માટે જવાબદાર હોય છે.
જ્યારે શાસનમાં મંત્રી કે પુરોહિત અથવા સલાહકાર પોતાના કર્તવ્યને યોગ્ય રીતે પુરાં નથી કરતા અને રાજા સાચા ખોટા કાર્યોની જાણકારી ન આપે તો તે ઉચિત સલાહ નથી આપી શકતો અને જેને કારણે રાજાના ખોટા કાર્યો માટે જવાબદાર પુરોહિત વગેરે બને છે. પુરોહિતનું કર્તવ્ય છે કે રાજાને સાચી સલાહ આપવી એન ખોટા કાર્યો કરતા રોકવા.

આચાર્ય કહે છે કે લગ્ન બાદ જો કોઈ પત્ની ખોટા કાર્યો કરે છે, સાસરીયામાં કોઈનું ધ્યાન નથી રાખતી,પોતાના કર્તવ્યોનું પાલન યોગ્ય નથી કરતી તો તેવા કાર્યોની સજા પતિને ભોગવવી પડે છે. આ જ રીતે જો કોઈ પતિ ખોટા કામ કરે તો તેની અસર પત્નીને થાય છે.
આ નીતિના અંતમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ શિષ્ય આધાર્મિક કાર્યોમાં લિપ્ત થઈ જાય તો તેનું ખરાબ ફળ ગુરુએ ભોગવવું પડે છે. ગુરુનું કર્તવ્ય છે કે શિષ્યને ખોટા રસ્તે જતા રોકવા અને સાચા કાર્યો માટે પ્રેરણા આપવી. જો ગુરુ આમ નથી કરતા અને શિષ્ય ખોટા માર્ગો વળી જાય છે જેનો દોષ ગુરુને પણ લાગે છે.





કેવી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ અને કેવી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ તે અંગે આચાર્ય ચાણકય કહે છે કે-
वरयेत् कुलजां प्राज्ञो विरूपामपि कन्यकाम।
              रूपशीलां न नीचस्य विवाह: सदृशे कुले।।

સમજદાર મનુષ્ય એ છે કે જેણે લગ્ન માટે નારીની બાહ્ય સુંદરતાને ન જોઈ મનની સુંદરતાને મહત્વ આપ્યુ હોય. જો કોઈ ઉચ્ચ કુળની કે સારા પરિવારની કુરૂપ કન્યા સુંસ્કારી હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ.જ્યારે કોઈ સુંદર કન્યા જો સંસ્કારી ન હોય,અધાર્મિક હોય,નીચ કુળની હોય અથવા જેનો પરિવાર સારો ન હોય,જેનુ ચરિત્ર સારુ ન હોય તેવી સ્થિતિમાં તે કન્યા સાથે લગ્ન ન કરવા જોઈએ.વિવાહ હંમેશા સમાન કુળની કન્યા સાથે કરવા શુભ માનવામાં આવે છે.

આચાર્ય ચાણકય દ્વારા કહેવામાં આવેલી ચાણકય નીતિઓ આજે પણ આપણા માટે ઘણી કારગર છે. આ નીતિઓથી દરેક સમસ્યા દૂર કરી લક્ષ્ય સુધી પહોચી શકાય છે.તમામ નીતિઓમાં ચાણકયએ સ્ત્રી-પુરુષ વિશે પણ અનેક વાતો કહી છે.
बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली।
रूप-यौवन-माधुर्यं स्त्रीणां बलमनुत्तमम।।
કોઈ પણ રાજાની શક્તિ તેનુ સ્વંય બાહુબળ છે.બ્રાહ્મણોની તાકાત તેમનુ જ્ઞાન છે.સ્ત્રીઓની તાકાત તેમનુ સૌંદર્ય,યૌવન અને તેમની મીઠી વાણી છે.
अनल विप्र गुरु धेनु पुनि, कन्या कुंवारी देत।
बालक के अरु वृद्ध के, पग न लगावहु येत।।
અગ્નિ,ગુરૂ,બ્રાહ્મણ,ગૌ,કુમારી કન્યા,વૃધ્ધ અને બાળક આ સાતને કયારેય આપણો પગ ન અડાડવો જોઈએ. શાસ્ત્રમાં આ સાત વસ્તુને પગ સ્પર્શ કરવાની મનાઈ છે.
द्वारपाल, सेवक, पथिक, समय क्षुधातुर पाय।
भंडारी विद्यारथी, सोवत सात जगाय।।
દ્વારપાલ,નોકર,રાહદારી,ભુખી વ્યકિત,ભંડારી,વિદ્યાર્થી અને ડરેલી વ્યકિતને ઉંઘમાંથી તુરંત જગાડી દેવી જોઈએ.




કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આપણે પોતાની જાતને આટલા સવાલ પૂછી લેવા જોઈએ.આ ત્રણ સવાલ જ લક્ષ્ય પ્રાપ્તીમાં આવતી અડચણ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.આ સાથે કાર્યની સફળતા સુનિશ્ચિત કરો.ત્રણ પ્રશ્નો નીચે પ્રમાણે છે.
-હું આ શા માટે કરુ છુ?
-મારા દ્વારા કરવામાં આવતા આ કાર્યનુ પરિણામ શું હોઈ શકે?
-હું જે કાર્ય કરવા જઈ રહ્યો છુ તેમાં સફળ થઈ શકીશ ખરો?
આચાર્ય ચાણકય કહે છે કે-
लुब्धमर्थेन गृह्णीयात् स्तब्धमंजलिकर्मणा।
मूर्खं छन्दानुवृत्त्या च यथार्थत्वेन पण्डितम।।

જે વ્યકિત ધનની લાલચી હો તેના પૈસા આપી,ઘંમડી કે અભિમાની વ્યકિતને હાથ જોડી,મુર્ખને તેની વાત માની અને વિદ્વાન વ્યકિતને વશ કરી શકાય છે.
શારીરિક બીમારીઓનો ઉપચાર ઉચિત દવાઓથી કરી શકાય છે પણ માનસિક કે વૈચારિક બીમારીઓનો ઉપચાર કોઈ દવાથી શકય નથી.આ સંબંધમાં આચાર્ય ચાણકયને સૌથી મોટી બીમારી બતાવી છે લોભ.લોભ એટલે કે લાલચ.જે વ્યકિતના મનમાં લાલચ જાગે તે નિશ્ચિત જ પતન તરફ દોડવા લાગે છે.લાલચ એક એવી બીમારી છે જેનો ઈલાજ આસાનીથી નથી થઈ શકતો.આ જ કારણે આચાર્યએ આ વાત સૌથી મોટી બીમારી ગણાવી છે.








ચાણક્ય નીતિ શાસ્ત્ર


ચાણક્ય નીતિઃ સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો


ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને અનીતિ અને અનાચારનો નાશ કરી દેશની ભલાઈ કરી હતી. 

આચાર્ય ચાણક્ય કહે છે...

अनालोच्य व्ययं कर्ता अनाथ: कलहप्रिय:।

आतुर: सर्वक्षत्रेषु नर: शीघ्रं विनश्यति।।

આ શ્લોકમાં બતાવ્યું છે કે કંઈ-કંઈ વાતો વ્યક્તિને ચોપટ કરી શકે છે....
આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો વગર વિચાર્યે ખર્ચ કરે છે તે ખૂબ જ ઝડપથી ચોપટ થઈ જાય છે. બીનજરૂરી રીતે કોઈપણ પ્રકારનો ખર્ચ ન કરવો જોઈએ. વ્યર્થ ખર્ચ કરનાર વ્યક્તિ પછી તે કોઈપણ રાજા કે મહારાજા હોય તે પણ ચોપટ થઈ જાય છે.
જે બાળકોના માતા-પિતા નાની ઉંમરમાં જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, જે બાળકો અનાથ થઈ જાય છે, તેમનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. અનાથ લોકો પણ ખૂબ જ ઝડપથી બરબાદ થઈ જાય છે.
જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.
સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાર થઈ જાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.
-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.
જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.