Well come My friends to my Page

Showing posts with label શંખનાદ નું મહત્વ. Show all posts
Showing posts with label શંખનાદ નું મહત્વ. Show all posts

Tuesday, May 6, 2014

શંખ વગાડવા પાછળ નું કારણ શું છે




મંદિરોમાં અને ઘરમાં પણ પૂજા-સમયે શંખ વગાડવામાં આવે છે. કેટલીક વખત આરતીના સમયે કે કોઈ શુભપ્રસંગે પણ શંખ વગાડવામાં આવે છે.

 યુદ્ધના આરંભે કે લશ્કર વિજયી બને ત્યારે પણ શંખનાદ કરવામાં આવે છે. તેને પૂજા સ્થાનમાં પણ મુકાય છે અને તેની પૂજા થાય છે.


જ્યારે શંખ ફુંકાય છે ત્યારે ‘ઓમ્‘ નો અન્તરનાદ ઉદ્દભવે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કરતાં પહેલાં ઉચ્ચારેલો પવિત્ર નાદ તે ૐ છે. તે સૃષ્ટિનું અને તેની પાછળ રહેલા સત્યનું પ્રતીક છે.










પુરાણોમાં જણાવ્યા મુજબ, શંખાસુરે દેવોને પરાજિત કર્યા, તેમની પાસેથી વેદ ચોરી લીધા અને મહાસાગરના તળિયે પહોંચી ગયો. દેવોએ સહાય માટે ભગવાન વિષ્‍ણુને યાચના કરી. તેમણે મત્સ્યાવતાર ધારણ કર્યો અને શંખાસુરનો વધ કર્યો. 


શંખ આકારનુ; તેની ખોપરી અને કાનનું હાડકું ભગવાને શંખની જેમ ફૂંક્યું. તેમાંથી ૐ નો ધ્વનિ નીપજ્યો, અને તેમાંથી વેદોની ઉત્પત્તિ થઈ. 

વેદોમાં સંગ્રહિત સઘળું જ્ઞાન એ ઓમકારનો વિસ્તાર છે. શંખાસુરના નામ પરથી શંખ નામ આપવામાં આવ્યું. ભગવાને વગાડેલો શંખ પાંચજન્ય નામે ઓળખાય છે. તે સદાય તેમના એક હાથમાં હોય છે. શંખ જીવનના ચાર પુરુષાર્થો (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) માંના ધર્મનું પ્રતીક છે. 

શંખધ્વનિ ઉપર પાપ-પુણ્યનો વિજય દર્શાવે છે. આપણે આપણા કાન પાસે શંખ રાખીએ તો આપણને સાગરના મોજાંનો નાદ સંભળાય છે.

શંખધ્વનિ અને બીજાં વાંજિંત્રોના મંગલનાદ કરવાનો બીજો પ્રચલિત હેતુ, સાધકોના મનને અને વાતાવરણને દુષતિ કરનારી નકારાત્મક આલોચના અને ઘોંઘાટને ખાળવાનો છે.


પ્રાચીન ભારત ગામડામાં વસતું હતું, દરેક ગામડામાં એક મુખ્ય અને કેટલાંક નાનાં મંદિરો હતાં. દરેક મહત્વની પૂજાના પ્રસંગે અને એવા શુભપ્રસંગોએ, શંખનાદ કરવામાં આવતો હતો. એ બધાં ગામ નાનાં હોવાથી આખા ગામમાં આ શંખનાદ સંભળાતો હતો. જે લોકો મંદિરે આરતી સમયે નહોતા જઈ શકતા તેમને શંખનાદ દ્વારા બે ઘડી કામ બંધ કરીને, ભગવાનનું સ્મરણવંદન કરવાનું યાદ આવતું. એટલે, દિવસના રાબેતાના કામ દરમ્યાન પણ લોકોનાં મન થોડી વાર માટે પ્રાર્થનામય બનતાં.


મંદિરોમાં અને ઘરોમાં શંખને પૂજા સ્થાનમાં મૂકવામાં આવે છે. તે નાદ બ્રહ્મ, સત્ય, વેદ, ૐ, ધર્મ વિજય અને મંગલનું પ્રતીક છે. ઘણીવાર ભક્તોને તીર્થોદક આપવા માટે પણ વપરાય છે. પ્રસાદરૂપી તીર્થ દ્વારા આપણું મન ઉન્નત અને શ્રદ્ધામય બને છે. શંખની પૂજા નીચેના શ્લોક બોલતા થાય છે.
ત્વં પુરા સાગરોત્પન્નો વિષ્‍ણુના વિધૃતઃ કરે ।
દેવૈશ્ચ પૂજિતઃ સર્વૈઃ પાચ્ચજન્ય નમોડસ્તુ તે ॥
પ્રણામ પાંચજન્ય તુજને,
સાગરે તું નીપજ્યો,
ભગવાન વિષ્‍ણુના કરે સોહ્યો,
દેવો સૌ પૂજતા તને.