પ્રકૃતિ શબ્દના બે અર્થ થાય છે. એક પ્રકૃતિ એટલે 'મનુષ્યનો સ્વભાવ' અને બીજો અર્થ 'માઁ' એ સર્જન કરેલ નદી, ઝરણા, પશુ-પંખી, વનસ્પતિ વગેરે એવા થાય છે. માનવ સ્વભાવના ભાગવદ ગીતાની અંદર ત્રણ પ્રકાર છે. સાત્વિક, રાજશી, અને તામસી. જે કર્તા, આશક્તિ રહિત અને અને અહંકારના વચનો નહિ બોલનારો, ધૈર્ય અને ઉત્સાહ થી યુક્ત તથા કાર્યની સિદ્ધિ મળવા કે ન મળવામાં હર્ષ કે વિકારોથી રહિત છે. તે સાત્વિક સ્વભાવવાળા કહી શકાય, પરંતુ આશક્તિવાળો, કર્મ ફળ ની ઈચ્છા વાળો, હિંસા કરનારો, અપવિત્ર તથા હર્ષ, શોક્વાળો સ્વભાવ રાજશી કેહવાય. લોભી, લંપટ, મુર્ખ, કપટી, આળશું એ સ્વભાવને તામસી કેહવામાં આવે છે. આ ત્રણ સ્વભાવની પ્રકૃતિમાં સાત્વિક સ્વભાવની પ્રકૃતીવાળો મનુષ્ય મહાન ગણાય છે.

જેમ પ્રકૃતિનો એક ગુણ છે 'પરોપકાર'. જે રીતે વૃક્ષ તડકો સહન કરીને શીતળ છાયો આપે છે. જે ક્યારેય પણ પોતાના ફળ ખાવાની અપેક્ષા રાખ્યા વગર ખવડાવે છે. આથી મોટો અનાશક્તિભાવ કયો હોય. પરંતુ, આપણે આજે જે પણ કર્મ કરીએ છીએ. તેમાં આપણો આશક્તિભાવ રહેલો છે. આજે ઘણા લોકો પોતાનો અંયગત (આશક્તીભાવ) સ્વાર્થ માટે ઘણાને ગેર માર્ગે દોરે છે. એટલે તો 'માઁ' કહે છે કે "હે મારા સંતાનો પ્રકૃતિ નિયત કર્મ કરો". પ્રકૃતિ નિયત કર્મ કરીશું તો જ પરમપદ ને પામી શકીશું અને જીવન જીવતા કર્તવ્ય કર્મ અને કર્મ વ્યક્તિની કર્મ વિચારધારા આચરણમાં લઈને જીવશું ત્યારે કુળદેવી સુધી પહોંચી શકીશું. જો આપણે પ્રકૃતિની જેમ સંસ્કૃતિને સમજીશું તો જ ધર્મ અને કર્મ સમજાશે. તો સંસ્કૃતો એટલે શું? સંસ્કૃતિ એટલે 'માનવમનનું ખેડાણ', માનવ સમાજની ટેવો, આચારવિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને શ્રેષ્ઠ આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. વર્તમાન સમયની અંદર મનુષ્યને ખુદ પોતાના મન ઉપર અંકુશ નથી. જેને કારણે સંસ્કૃતિના સાચા અર્થને ભૂલી ગયો છે.

તો ધર્મ કોને કેહવાય? ધર્મ એટલે 'કર્મ'. ધર્મ અને કર્મ એક સિક્કાની બે બાજુ છે. ધર્મ વગર કર્મ નહિ અને કર્મ સિવાય ધર્મ નહિ. કર્તવ્ય કર્મ કરતાં-કરતાં કર્મ ભક્તિ કરવી અને કર્મયોગી બનવું એ જ સાચો ધર્મ છે. આજના સમયમાં દરેક મનુષ્યને સુખ, શાંતિ અને આનંદ જોઈએ છીએ. પરંતુ, મનુષ્યને એ વાત ની ખબર નથી કે સુખ કે દુઃખ કરેલા આપણાં કર્મનું જ ફળ છે. જેવું આપણે કર્મ કરીએ એવું ફળ આપણને મળે છે. "जेसी करनी वेसी भरनी."
કાળની થપ્પડમાં આજનો મનુષ્ય કર્મથી વિખુટો થયો છે. આવા સમયે 'વિશ્વંભરી માઁ' ની વિચારધારા મનુષ્ય ને કર્મથી જગાડી સત્કર્મનાં માર્ગે તરફ વાળે છે. સત્કર્મથી જ માનવી મહાન બને છે. સતગુણ માનવીને દેવ બનાવે છે. જયારે દુર્ગુણ માનવીને દાનવ બનાવે છે. સાચો ધર્મ જ માનવીને ગુણ-દુર્ગુણ નો ભેદ સમજાવે છે. ધર્મ એટલે સાચી વૈદિક વિચારધારાનું જીવનમાં આચરણમાં લેવું. સાચો ધર્મ તેજ કેહવાય કે જે આનંદ અને શાંતિ આપી આત્માને ઓળખાવે તે ધર્મ.
ધર્મને સમજીને સત્ય, દયા, તપ અને પવિત્રતાને જીવન માં ઉતારવાની છે.
No comments:
Post a Comment