Well come My friends to my Page

Saturday, March 8, 2014

ચાણક્ય નીતિ શાસ્ત્ર


ચાણક્ય નીતિઃ સ્ત્રી અને પુરુષ બંને માટે સારી નથી આ 4 વાતો


ચાણક્ય નીતિમાં કેટલાક એવા કાર્યો અને આદતો બતાવવામાં આવી છે, જે સ્ત્રી હોય કે પુરુષ બંનેનું જીવન ચોપટ કરી શકે છે. જે લોકો આ વાતોનું ધ્યાન નથી રાખતા, તે ક્યારેય પણ સુખી નથી બની શકતા અને ક્યારેય રૂપિયા પણ બચાવી નથી શકતા. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણને યોગ્ય રસ્તો બતાવે છે અને પરેશાનીઓથી દૂર રાખી શકે છે.
આચર્ય ચાણક્યની આવી જ સારી વાતો અને કૂટનીતિથી મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત રાજા તૈયાર કર્યો અને તેને અનીતિ અને અનાચારનો નાશ કરી દેશની ભલાઈ કરી હતી. 

આચાર્ય ચાણક્ય કહે છે...

अनालोच्य व्ययं कर्ता अनाथ: कलहप्रिय:।

आतुर: सर्वक्षत्रेषु नर: शीघ्रं विनश्यति।।

આ શ્લોકમાં બતાવ્યું છે કે કંઈ-કંઈ વાતો વ્યક્તિને ચોપટ કરી શકે છે....
આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો વગર વિચાર્યે ખર્ચ કરે છે તે ખૂબ જ ઝડપથી ચોપટ થઈ જાય છે. બીનજરૂરી રીતે કોઈપણ પ્રકારનો ખર્ચ ન કરવો જોઈએ. વ્યર્થ ખર્ચ કરનાર વ્યક્તિ પછી તે કોઈપણ રાજા કે મહારાજા હોય તે પણ ચોપટ થઈ જાય છે.
જે બાળકોના માતા-પિતા નાની ઉંમરમાં જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, જે બાળકો અનાથ થઈ જાય છે, તેમનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. અનાથ લોકો પણ ખૂબ જ ઝડપથી બરબાદ થઈ જાય છે.
જે લોકો વગર કારણે દરેક વ્યક્તિ સાથે ઝઘડો કરે છે, તેમને સમાજમાં અપમાન સહન કરવું પડે છે. ઝઘડો કરનાર વ્યક્તિને કોઈ લોકો પસંદ નથી કરતા. એવા લોકો સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સંબંધ વ્યવહાર નથી રાખતા. આથી આ લોકો ચોપટ થઈ જાય છે.
સૌથી વધુ ખરાબ સ્થિતિ એ પુરુષોની થાય છે જે અનેક સ્ત્રીઓ માટે બેચેન રહે છે. અનેક સ્ત્રીઓની આગળ-પાછળ ચક્કર લગાવે છે. એવા લોકો ખૂબ જ ઝડપથી ચોપટ-બરબાદ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જો કોઈ સ્ત્રી પરપુરુષ સાથે અનૈતિક સંબંધ ધરાવે છે તે પણ બરબાર થઈ જાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે, જો સૂતેલો સાંપ જોવા મળે તો તેને છેડવો ન જોઈએ. દૂરથી જ નિકળી જવું જોઈએ. નહીંતર જીવન ઉપર મોતનું સંકટ રહે છે. સાંપના કરડ્યા પછી વ્યક્તિનું બચવું મુશ્કેલ થઈ જાય છે. આથી સૂતેલા સાંપને જગાડવો ન જોઈએ.
-કોઈ રાજાને ઊંઘમાંથી જગાડવાનું સાહસ ન કરવું જોઈ. એમ કરવાથી રાજાનો ક્રોધ સહન કરવો પડી શકે છે. જો કોઈ સિંહ કે જંગલી જાનવર સૂઈરહ્યું હોય તો તેની પણ દૂરથી જ નિકળી જવું જોઈ. નહીંતર પ્રાણોનું સંકટ ઊભું થઈ શકે છે.

જો કોઈ ભૂંડ સૂઈ રહ્યું હોય તો પણ તેને જગાડવું ન જોઈએ. નહીંત તેપણ ઊઠતાની સાથે જ ગંદકી ફેલાવી શકે છે. તે સિવાય જો કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય તો તેને પણ ક્યારેય ન ઊઠાડો. નહીંતર તેને ચુપ કરાવવું મુશ્કેલ થઈ જાય છે.
જો તમે કોઈના ઘરે જાઓ અને તે ઘરમાં કૂતરું સૂઈ રહ્યું હોય તો તેને પણ જગાડવાની ભૂલ ન કરવી જોઈએ. તે પણ તમને કરડી શકે છે. જો કોઈ સૂતેલા મૂર્ખ વ્યક્તિને જગાડવામાં આવે તો તેને સમજાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. આથી તેને પણ ઊંઘમાંથી જગાડવી ન જોઈએ.


No comments: