ચાણક્ય નીતિઃ ક્યારેય અજાણતા પણ ન કરવું જોઈએ આ 1 કામ
દુઃખ, કષ્ટ, પરેશાનીઓ તો હંમેશા જીવનમાં આવતી જતી રહે છે. આ પ્રકારની કેટલીક પરિસ્થિતિઓ પર આપણું નિયંત્રણ રહેતું નથી તે કુદરતી હોય છે પણ કેટલીક સ્થિતિ આપણા કર્મોને કારણે ઉભી થાય છે. જાણે-અજાણે આપણે એવું કાર્ય કરી બેસીએ છીએ કે તેથી ભવિષ્યમાં આપણા માટે તે કષ્ટનું કારણ બની જાય છે. આ બાબતે આચાર્ય ચાણક્ય આપણને ખાસ વાત કહી છે કે કેટલાક કાર્યો ભુલથી પણ ન કરવા જાઈએ.
આચાર્ય ચાણક્ય કહે છે....
कष्टं च खलु मूर्खत्वं कष्टं च खलु यौवनम्।
कष्टात् कष्टतरं चैव परगेहे निवासनम्।।
આ શ્લોકનો અર્થ છે કે પહેલું કષ્ટ તે મુર્ખ હોવું, બીજું કષ્ટ જવાની અને આ બન્નેથી પણ વધારે કષ્ટદાયક છે પરાયા ઘરે રહેવું.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિ માટે સૌથી મોટું દુઃખ મૂર્ખ હોવાનું છે. જો કોઈ વ્યક્તિ મૂર્ખ હોય તો તે જીવનમાં ક્યારેય પણ સુખ પ્રાપ્ત નથી કરી શકતો. તે જીવનમાં દરેક પગલે દુઃખ અને અપમાન સહન કરે છે. બુદ્ધિના અભાવમાં માણસ ક્યારેય પણ ઉન્નતિ નથી કરી શકતો.
બીજુ કષ્ટ છે જવાની. જી, હા જવાની પણ દુઃખદાયી હોઈ શકે છે. કારણ કે આ દરમિયાન વ્યક્તિમાં અત્યધિક જોશ અને ક્રોધ હોય છે. કોઈ વ્યક્તિ જવાનીના આ જોશને યોગ્ય દિશામાં લગાવે તો તે નિર્ધારિત લક્ષ્યો સુધી ચોક્કસ પહોંચી શકે છે. તેનાથી વિપરિત જો કોઈ વ્યક્તિ આ જોશ અને ક્રોધના વશ થઈ ખોટા કામ કરવા લાગે તો તે ચોક્કસપણે મોટી પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. આ બંને કષ્ટોથી પણ ખતરનાક છે બીજાના ઘરમાં રહેવું.
જો કોઈ વ્યક્તિ પારકા ઘરમાં રહે તો તે માણસ માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ કાયમ માટે બની રહે છે. બીજાના ઘરમાં રહેવાથી સ્વતંત્રતા પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. એવી વખતે માણસ પોતાની મરજીથી કોઈપણ કામ નિઃસંકોચ રીતે નથી કરી શકતો.
આ પ્રકારે આચાર્યની આ નીતિનો અર્થ છે કે પહેલુ કષ્ટ છે મૂર્ખ હોવું, બીજુ કષ્ટ છે જવાની અને આ બંને કષ્ટથી વધીને છે બીજાના ઘરમાં આશ્રિત રહેવું.
No comments:
Post a Comment