Well come My friends to my Page

Showing posts with label મહાન વિચારક. Show all posts
Showing posts with label મહાન વિચારક. Show all posts

Wednesday, June 12, 2013

ચાણક્યનું નીતિશાસ્ત્રના નિયમો


                         ચાણક્યનું નીતિશાસ્ત્રના નિયમો

વિકાસની વાતોમાં નીતિશાસ્ત્ર એ પહેલું પગથિયું છે. જો તમે રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ વગેરેમાં પારંગત હો,જાણકાર હો તો જીવનમાં સફળતાનાં દ્રાર આપોઆપ ખૂલી જાય છે, લોકચાહના મળે છે તથા જીવન જીવવાનો સંતોષ મળે છે. માનવીની તેજસ્વિતા તથા ગહન બુદ્ધિની પરીક્ષા એ જ છે કે તે ચાણક્યના લખેલા નીતિશાસ્ત્રની એરણ પર ખરી ઊતરે! જો તમે આ નીતિશાસ્ત્ર સમજો, વ્યવહારમાં ઉતારો તો દરેક મુશ્કેલ પળમાં પણ એ કામ આવશે. આવા અદભૂત જ્ઞાનના કેટલાક અંશો અહી આપવા કોશિશ કરી છે, જેથી આ નીતિશાસ્ત્રનો આસ્વાદ સૌ માણે. તેના વિચારોને ટૂંકી જાણકારીના સ્વરૂપમાં કોઈપણ જાતની ટીકા-ટિપ્પણી વગર આપ્યા છે.


ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.
કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.

જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું.

મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો.
મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને બદલે તેને કાર્યાન્વિત કરવી.

જેમ બધા પર્વતો પર રત્નો નથી મળતાં, તેમ બધાં સ્થાને સજ્જનો નથી મળતાં.
ખરાબ ચારિત્ર્યવાળા તથા વિના કારણ હાનિ પહોંચાડનારા સાથે મિત્રતા કરશો તો નાશ પામો છો.
મનુષ્યના વહેવારથી તેના કુળનો પરિચય મળી જાય છે.
દુષ્ટ વ્યક્તિ અને સાપ એ બન્નેમાં સાપ વધુ સારો છે, કારણકે તે એક જ વાર કરડે છે.

વિદ્યા વગરનો માણસ હંમેશા ઉપેક્ષિત રહે છે.
પુરુષાર્થ કરવાવાળો કદાપિ ગરીબ રહેતો નથી.

જેમ એક સુગંધિત વૃક્ષ આખા બગીચામાં ફોરમ ફેલાવે છે તેમ એક સુપુત્ર આખા કુટુંબની શોભા વધારે છે.
જેમ એક સુકા વૃક્ષને આગ લાગતાં આખું જંગલ બળી જાય છે, તેમ એક મુર્ખ પુત્ર આખા કુટુંબને નષ્ટ કરી નાખે છે.

જ્યાં પતિ-પત્ની વચ્ચે ઝધડો થતો નથી ત્યાં લક્ષ્મી આવીને વસે છે.

આ સંસારમાં ત્રણ વાતથી શાંતિ મળે છે, – સારું સંતાન, પતિવ્રતા સ્ત્રી તથા સજ્જનનો સત્સંગ.
જેમાં દયા અને મમતા ન હોય તેવા ધર્મનો ત્યાગ કરવો.

સોનાની ચાર કસોટી છે – ઘસવાનું, કાપવાનું, તપાવવાનું તથા કૂટવાનું. એમ મનુષ્યની પણ ચાર કસોટી છે. –સજ્જનતા, ગુણ, આચાર,વ્યવહાર.

સાફ વાત કરવાવાળો ધોખેબાજ નથી હોતો.
શ્રેષ્ઠ પુરુષોની ઓળખાણ તેમના ગુણોથી થાય છે
જ્ઞાનથી ધર્મની રક્ષા કરી શકાય છે.

સત્યના લીધે જ પૂથ્વી સ્થિર છે.

આ સંસારમાં લક્ષ્મી, જીવન, યૌવન સર્વ નાશવંત છે, ફક્ત ધર્મ સ્થિર છે.
મનુષ્ય જેવું ધન કમાય છે, તેવું જ સંતાન જન્મે છે.

સંતોષથી મોટું કોઈ સુખ નથી, લાલચથી મોટો કોઈ રોગ નથી.
વિદ્રાનની હંમેશા પ્રશંશા થાય છે.

જે બીજાના ભેદ પ્રગટ કરે છે, તે નષ્ટ થઈ જાય છે.
જેનામાં યોગ્યતા નથી, તેને ઉપદેશ આપવો વ્યર્થ છે.

આ સંસારમાં એવો કોઈ ઉપાય નથી, જેનાથી દુર્જનને સજ્જન બનાવી શકાય.
જે પોતાનો સમુદાય છોડી, બીજાના સમુદાયમાં આશ્રય લે છે, તે નષ્ટ થઈ જાય છે.
જે ધન પ્રત્યે આસક્તિ રાખે છે, તે સત્ય બોલી શક્તો નથી.

સજ્જન પુરુષનાં દર્શનથી પુણ્ય પ્રાપ્ થાય છે, કારણકે તે તીર્થસ્વરૂપ છે.
વ્યક્તિને દરેક સ્થાનેથી કાંઈક ને કાંઈક શીખવા મળે છે.
વગર વિચારે બોલવાવાળો જલદીથી નાશ પામે છે.

બુદ્ધિમાન વર્તમાન સમય પ્રમાણે જ કામ કરે છે.
સ્નેહ અને પ્રેમ બધાં દુઃખોનું મૂળ છે.

આવનાર વિપત્તિનો વિચાર કરી તેનો સામનો કરવા તૈયાર રહેનાર સુખી થાય છે.
પ્રજા એવું જ આચરણ કરે છે જેવું રાજા (રાજનેતા) કરે છે.
મનુષ્ય પોતાના વિચારોનો જ દાસ છે.

આ પૃથ્વિ પર ત્રણ જ રત્ન છે, પાણી, અન્ન અને હિતકારી વચન.
સુપાત્રને દાન અથવા બુદ્ધિમાનનું જ્ઞાન આપોઆપ જ રેલાઈ જાય છે.

જે વ્યક્તિ અવસર પ્રમાણે પોતાની ગરિમા પ્રમાણે બોલે છે – તે જ વ્યક્તિ મહાન છે.
સજ્જન વ્યક્તિ નિર્ધન થઈ જવા છતાં સજ્જનતા નથી છોડતી.
મનુષ્યને સારા ગુણોથી શ્રેષ્ઠતા મળે છે – ઊંચા આસનથી નહીં.

પુસ્તકોમાં પડેલી વિદ્યા તથા બીજા પાસે પડેલું ધન શા કામનું !
જે જેવો વ્યવહાર કરે, તેવો વ્યવહાર તેની સાથે કરવો.

જેનામાં લોભ હોય, તેને બીજી બુરાઈની શી જરૂર!
જે સત્ય બોલે છે, તેને તપ કરવાની શી જરૂર છે !

જે લોકો સંસારમાં ફક્ત ધનની ઇચ્છા રાખે છે તે અધમ છે, જે ધન તથા સન્માન બન્નેની આશા રાખે છે તે મધ્યમ છે,પણ ઉત્તમ મનુષ્યો ફક્ત સન્માનની જ આશા રાખે છે.

ચાણક્યનીતિ એ વિશ્વની શ્રેષ્ઠ ફિલોસોફી છે. એનું રહસ્ય જે સમજી શકે છે તે કોઈથી મહાન થતા નથી, જીવનમાં આગળ જવું હોય તો ચાણક્યને સમજવા પડે.
ચાણક્ય નીતિ + ચતુરાઈ ની નીતિ

ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.

સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે.

જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.

જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.

જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે

જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.

જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.

મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.
દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.
બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.

સંબધોની કસોટી
કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે.

સાચો મિત્ર
કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.
મૂર્ખાઈ
જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.

વિવાહ
પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.

કોનો વિશ્વાસ ના કરાય ?
લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.
સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ
અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.
સ્ત્રી સમોવડી
પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.
રક્ષણ
મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું જોઈએ નહિ.
ચંચળ લક્ષ્મી
લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે.
ક્યાં ક્યાં ના રહેવાય ?
જે દેશ માં માન-સન્માન ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .
જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.
અયોગ્ય પ્રદેશ
જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા અને દાન કરવાની વૃતિ ના હોય તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.

Saturday, May 18, 2013

કબીર જીવન વાણી ( World`s Best Philosophy )

કબીર જીવન વાણી ( World`s  Best Philosophy ) સંકલન જગદીશ રાવળ

Monday, May 6, 2013

દેશભરમાં એક મહાન ચેતના જગાવનાર શ્રીસ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર.......સંકલન જગદીશ રાવળ



  
જીવનચરિત્ર

સ્વામી વિવેકાનંદનું નામ તેમના પૂર્વ સંન્યાસ કાળમાં નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કલકતાના એક ભદ્ર પરિવારમાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત એક સફળ એટર્ની હતા જેઓ વિવિધ બાબતોમાં રસ ધરાવતા હતા અને તેમની માતા ભુવનેશ્વરીદેવી એક સંનિષ્ઠ સન્નારી હતાં. પરિપકવ કિશોર નરેન્દ્ર સંગીત, વ્યાયામવિદ્યા અને અભ્યાસમાં પ્રભુત્વ ધરાવતો હતો. કલકતા યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધીમાં તેણે જુદા જુદા વિષયોનું અગાધ જ્ઞાન મેળવ્યું હતું, ખાસ કરીને, પાશ્ચાત્ય ફિલસૂફી અને ઇતિહાસ. તેઓ તેમના બાળપણથી જ યોગવૃત્તિ ધરાવતા હતા અને ધ્યાન ધરતા હતા, અને થોડા સમય માટે ‘બ્રહ્મો આંદોલન’માં પણ સામેલ થયા હતા.
પથદર્શકનો પરિચય
યુવાનીમાં પ્રવેશતાં જ નરેન્દ્રને ઇશ્વરના અસ્તિત્વ અંગેના સંશય બાબતે આધ્યાત્મિક કટોકટીના સમયમાંથી પસાર થવું પડ્યું હતું. અને તે જ સમયે, તેમણે કોલેજમાંથી અંગ્રેજીના પ્રોફેસર પાસેથી શ્રી રામકૃષ્ણ વિષે જાણ્યું. નવેમ્બર ૧881માં એક દિવસે નરેન્દ્ર દક્ષિણેશ્વરમાં આવેલ કાલી મંદિરમાં શ્રી રામકૃષ્ણને મળવા ગયા. તેમણે તેઓને સીધો જ સવાલ પૂછ્યો, જે તેઓ બીજા ઘણા લોકોને પૂછી ચૂક્યા હતા પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, “શ્રીમાન, શું આપે ઇશ્વરને જોયા છે?” એક પણ ક્ષણના ખચકાટ વગર શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો, “હા, મેં જોયા છે. હું તને જોઈ શકું છું તેટલા જ સ્પષ્ટ હું તેમને જોઇ શકું છું, પરંતુ અત્યંત ગૂઢ અર્થમાં.”
શ્રી રામકૃષ્ણે નરેન્દ્રના મનમાંથી સંશયો દૂર કર્યા, એટલું જ નહીં પરંતુ પોતાના પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા તેમને જીતી પણ લીધા. અને, આ રીતે અધ્યાત્મના ઇતિહાસમાં ગુરૂ-શિષ્યની એક અજોડ પરંપરા શરૂ થઇ. નરેન્દ્રએ હવે અવારનવાર દક્ષિણેશ્વરની મુલાકાતો લેવાનું શરૂ કર્યું અને તેમના ગુરૂના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મિક માર્ગ પર ઝડપથી પ્રગતિ કરી. દક્ષિણેશ્વર ખાતે નરેન્દ્ર બીજા ઘણા યુવાનોને મળ્યા જેઓ શ્રી રામકૃષ્ણ પ્રત્યે સમર્પિત હતા અને તેઓ બધા જ ગાઢ મિત્રો બની ગયા.
મઠવાસી સંઘની શરૂઆત
શ્રી રામકૃષ્ણે આ યુવાનોમાં ત્યાગ અને ભાઇચારાની ભાવનાનું સિંચન કર્યું. એક દિવસ તેમણે તેઓમાં ભગવા રંગના ઝભ્ભા વહેંચ્યા અને તેમને બહાર ભિક્ષા લેવા માટે મોકલ્યા. તેમણે સાધુ જીવનના નવા નિયમો બાબતે નરેન્દ્રને વિશેષ સુચનાઓ આપી. 16 ઓગસ્ટ 1886ની વહેલી પરોઢે શ્રી રામકૃષ્ણે તેમના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. ગુરૂના અવસાન બાદ તેમના તમામ પંદર અનુયાયીઓએ ઉત્તર કલકત્તામાં આવેલ બારાનગરના એક જર્જરિત મકાનમાં રહેવાનું શરૂ કર્યું. 1887માં નરેન્દ્રની આગેવાની હેઠળ તેમણે નવા મઠવાસી સંઘની રચના કરી અને સંન્યાસ માટેની ઔપચરિક પ્રતિજ્ઞા લીધી, જેનાં પગલે તેઓએ નવાં નામ ધારણ કર્યાં અને નરેન્દ્ર હવે સ્વામી વિવેકાનંદ બન્યા, જોકે આ નામ હકીકતમાં ઘણા સમય પછી ધારણ કરવામાં આવ્યું હતું.
જીવન દર્શન
સાધુ જીવનની નવી પરંપરા અપનાવ્યા બાદ, વિવકાનંદે પોતાના જીવનના મહાન ધ્યેય માટે પોતાના આત્માના અવાજને ઓળખ્યો. શ્રી રામકૃષ્ણના મોટાભાગના અનુયાયીઓ તેમને પોતાના અંગત જીવનના સબંધમાં વિચારતા હતા, પરંતુ વિવેકાનંદે પોતાના ગુરૂની આજ્ઞા વિષે ભારત અને બાકીની દુનિયાના સંદર્ભમાં વિચાર્યું. વર્તમાન યુગના પયગંબર તરીકે આધુનિક વિશ્વ અને વિશેષત: ભારતને માટે શ્રી રામકૃષ્ણનો શું સંદેશ હતો? આ સવાલ તેમ જ તેમની પોતાની આંતરિક શક્તિઓની જાગૃતિએ વિવકાનંદને દુનિયાભરનો પ્રવાસ કરવા માટે પ્રેર્યા. આ રીતે, 1890ના મધ્યમાં તેઓએ શ્રી રામકૃષ્ણના દિવ્ય સાથી શ્રી શારદાદેવી કે જેઓ દુનિયામાં પવિત્ર માતા (હોલી મધર) તરીકે ઓળખાય છે તથા ત્યારે કલકત્તામાં રહેતા હતા, તેમના આશીર્વાદ મેળવ્યા અને બારાનગરનો મઠ છોડીને વાસ્તવિક ભારતનાં દર્શન અને શોધ માટે એક લાંબા પ્રવાસનો આરંભ કર્યો.
વાસ્તવિક ભારતની શોધ
ભારતભરમાં તેમના પ્રવાસો દરમિયાન, સ્વામી વિવેકાનંદને લોકોની દારૂણ ગરીબી અને પછાતપણું હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગયાં. તેઓ ભારતના પ્રથમ એવા ધાર્મિક નેતા હતા જે સમજતા હતા અને ખુલ્લેઆમ જણાવતા હતા કે ભારતની અવદશાનું મુખ્ય કારણ જનસમૂહ પ્રત્યેની ઉપેક્ષા છે. ભૂખમરાથી પીડાતા લાખો લોકોને ખોરાક તથા અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવી એ જ તાકીદની આવશ્યકતા હતી. આ માટે, તેઓને અદ્યતન કૃષિ પદ્ધતિઓ, ગ્રામીણ ઉદ્યોગો વગેરે વિશેની તાલીમ આપવી જોઇએ. આ સંદર્ભમાં વિવેકાનંદે ભારતની ગરીબીની સમસ્યાનું મૂળ પકડી લીધું, જેને તે સમયના સમાજ સુધારકોએ કદી ધ્યાનમાં લીધું ન હતું. સદીઓ સુધી થયેલા અત્યાચારના કારણે, શોષિત વર્ગ ઉત્કર્ષ કરવા માટેની પોતાની ક્ષમતામાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. પોતાની જાત માટે તેમના મનમાં ધીમે ધીમે વિશ્વાસ જગાવવાને પ્રાથમિકતા આપવાની હતી અને તેના માટે તેઓમાં આત્મવિશ્વાસને પુન:સંચારીત કરે તેવા પ્રેરણાત્મક ઉપદેશની જરૂર હતી. વિવેકાનંદ આ ઉપદેશ ધાર્મિક ફિલસૂફીની પ્રાચીન ભારતીય સંહિતા, વેદાંતમાં જણાવવામાં આવેલ આત્મનના સિધ્ધાંત, આત્માની દિવ્ય શક્તિમાંથી શોધી શક્યા હતા. તેમણે જોયું કે ગરીબી હોવા છતાં લોકો ધર્મનું પાલન કરતા હતા. પરંતુ તેઓને ક્યારેય વેદાંતના પ્રેરણાત્મક સિધ્ધાંતો દ્વારા કે તેનું પ્રત્યક્ષ જીવનમાં કેવી રીતે આચરણ કરવું તે વિષે જ્ઞાત કરવામાં આવેલ ન હતા. આ કારણે, લોકોને બે પ્રકારના જ્ઞાનની આવશ્યકતા હતી, એક તો તેઓની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે લૌકિક જ્ઞાન અને બીજું, આત્મવિશ્વાસ જગાવવા માટે અને તેમની નૈતિકતાને પ્રબળ બનાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન. લોકોમાં આ બે પ્રકારના જ્ઞાનનો ફેલાવો કરવો તે એક મોટો પડકાર હતો. વિવેકાનંદને તેનો એકમાત્ર ઉકેલ શિક્ષણમાં દેખાયો હતો.
સંગઠનની આવશ્યકતા
વિવેકાનંદજી સ્પષ્ટપણે માનતા હતા કે ભારતમાં મહિલાઓ સહિત, તમામ ગરીબ લોકોની સ્થિતિ મજબૂત કરવા માટે શિક્ષણના ફેલાવા અંગેની પોતાની યોજનાઓ અમલમાં મૂકવા માટે સમર્પિત લોકોના એક કાર્યક્ષમ સંગઠનની આવશ્યકતા હતી. જેમ તેમણે બાદમાં જણાવ્યું હતું તેમ, તેઓ એક એવી વ્યવસ્થા-તંત્રની રચના કરવા માંગતા હતા કે જે ગરીબમાં ગરીબ અને પછાતમાં પછાત લોકોના ઘરના દ્વારે પણ આવા કુલીન વિચારો લાવી શકે. કેટલાંક વર્ષો બાદ, આ વ્યવસ્થા-તંત્રના ભાગ તરીકે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
ધર્મ સંસદ
સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂના સંદેશના પ્રચાર માટે દેશમાં ભ્રમણ કરતી વખતે વર્ષ 1893ની શિકાગોમાં ભરાનાર વિશ્વ ધર્મ સંસદ વિષે જાણ્યું. તેમના પ્રશંસકો અને સાથીઓ ઇચ્છતા હતા કે તેઓ આ પરિષદમાં ભાગ લે. તેમને પોતાને પણ લાગ્યું કે દુનિયામાં તેમના ગુરૂનો સંદેશ વિશ્વમાં ફેલાવવા માટે આ પરિષદ એ યોગ્ય મંચ પૂરો પાડશે, અને તેથી તેમણે અમેરિકા જવાનું નક્કી કર્યું. બીજું કારણ, જે વિવેકાનંદજીને અમેરિકા જવા પ્રેરતું હતું તે, લોકોના ઉત્કર્ષ માટે નાણાંકિય સહાય મેળવવા માટેનું હતું. તેઓ જોકે મિશન વિષે આંતરિક પ્રતીતિ અને ઇશ્વરીય સાદ ઇચ્છતા હતા, જે તેમને કન્યાકુમારી ખાતે એક ખડક ઉપર ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે પ્રાપ્ત થયાં. તેમના ચેન્નાઇના અનુયાયીઓએ તેમની અમેરિકાની મુલાકાત માટે કેટલુંક ભંડોળ ભેગું કર્યું હતું અને બાકીની રકમ ખેત્રીના રાજા દ્વારા પૂરી પાડવામાં આવેલ, અને અંતે, 31 મે, 1893 ના રોજ સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ સંસદમાં ભાગ લેવા માટે મુંબઈથી અમેરિકા જવા માટે રવાના થયા.
ધર્મ સંસદ બાદ
સન 1893ના સપ્ટેમ્બરમાં શિકાગો, અમેરિકામાં ભરાયેલ વિશ્વ ધર્મ સંસદ ખાતેનાં તેમના ભાષણો પછી તેઓ ‘ઇશ્વરીય અધિકારના વક્તા’ અને ‘પશ્ચિમ જગતમાં ભારતીય વિદ્વતાના દૂત ‘ તરીકે તેઓ પ્રખ્યાત થયા. પરિષદ પૂરી થયા બાદ, વિવેકાનંદજીએ લગભગ સાડા ત્રણ વર્ષ શ્રી રામકૃષ્ણ દ્વારા પ્રસ્થાપિત વેદાંતના ખ્યાલને ફેલાવવા માટે ઘણું કરીને યુ.એસ.એ.ના પૂર્વીય ભાગોમાં તથા લંડનમાં પણ વિતાવ્યા.
દેશબાંધવોની જાગૃતિ
જાન્યુઆરી૧૮૯૭માં સ્વદેશ પરત ફરતાં તેમનું સર્વત્ર ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ભારતના વિવિધ ભાગોમાં શ્રેણીબદ્ધ પ્રવચનો આપ્યાં, જેણે દેશભરમાં એક મહાન ચેતના જગાવી. વિવેકાનંદજીએ તેમનાં પ્રેરણાદાયક અને અભૂતપૂર્વ પ્રવચનો દ્વારા નીચે મુજબના પ્રયત્નો કર્યા :
·         જન સમૂહોમાં ધાર્મિક ચેતના જગાવવી અને તેમના વારસા માટે ગૌરવ પેદા કરવું.
·         હિન્દુત્વને તેના સંપ્રદાયોના સમાન તત્વો પર પ્રકાશ પાડીને એકીકૃત કરવું.
·         શોષિત લોકોની દુર્દશા તરફ શિક્ષિત લોકોનું ધ્યાન દોરવું અને વેદાંતના વ્યાવહારિક સિદ્ધાંતોના પ્રયોજન દ્વારા તેઓની ઉન્નતિ માટેની યોજનાઓ ઘડવી.
રામકૃષ્ણ મિશનની સ્થાપના
કોલકાતા પરત ફર્યા બાદ તરત જ સ્વામી વિવેકાનંદે તેમના મિશનના એક અતિ મહત્વના કાર્યને પરિપૂર્ણ કર્યું. તેમણે 1 મે, 1897 ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, એક એવું સંગઠન જેનો હેતુ વ્યાવહારિક વેદાંતનો પ્રચાર કરવાનો તથા મઠવાસીઓ અને સામાન્ય માણસો દ્વારા વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ જેવી કે, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો, ગ્રામીણ વિકાસ કેન્દ્રો વગેરે ચલાવવાનો તથા ભારતના જુદા જુદા ભાગો તથા અન્ય દેશોમાં પણ ભૂકંપ, વાવાઝોડાં અને અન્ય કુદરતી આપત્તિઓના અસરગ્રસ્તો માટે મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કામો કરવાનો હતો.
બેલૂર મઠ – સર્વ ધર્મ સમભાવનું પ્રતીક
૧૮૯૮ની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ધર્મ, જાતિ કે જ્ઞાતિના કોઈપણ ભેદભાવ વગર બધાને માટે ખુલ્લા એવા સંન્યાસીઓ માટેના કાયમી નિવાસસ્થાન તરીકે મઠનું નિર્માણ કરવા માટે ગંગાના પશ્ચિમ કિનારે બેલૂર નામે ઓળખાતા સ્થળે જમીનનો એક વિશાળ ટુકડો મેળવ્યો. તેમણે બે વર્ષ પછી તેની ’રામકૃષ્ણ મઠ’ તરીકે નોંધણી કરાવી. અહીં સ્વામીજીએ સંન્યાસી જીવનની નવીન અને સનાતન પદ્ધતિની ઓળખ થઈ, જે આશ્રમ જીવનના પ્રાચીન આદર્શોને આધુનિક જીવનની શરતો સાથે અનુરૂપ કરતી હતી, વ્યક્તિગત પ્રબુદ્ધતાને તથા સમાજ સેવાને સમાન ધોરણે મહત્વ આપતી હતી.
અનુયાયીઓ
પશ્ચિમના અનેક લોકો સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશથી પ્રભાવિત થયા હતા. તેમાંના કેટલાક તેમના અનુયાયી અથવા સંનિષ્ઠ સાથી બન્યા. તેઓમાં કેટલાંક નામો જેનો વિશેષ ઉલ્લેખ કરી શકાય તે છે માર્ગારેટ નોબલ (જે પાછળથી ભગિની નિવેદિતા નામે ઓળખાયાં), કેપ્ટન અને શ્રીમતી સેવિયર, જોસેફાઈન મેકલીઓડ અને સારા ઓલે બુલ વગેરે. સિસ્ટર નિવેદિતાએ કોલકાતામાં પોતાની જીંદગી કન્યા કેળવણીમાં સમર્પિત કરી દીધી. તેમના કેટલાક ભારતીય અનુયાયીઓ પણ રામકૃષ્ણ મઠમાં જોડાયા અને સંન્યાસી બન્યા.
અંતિમ દિવસો
જુન ૧૮૯૯માં પશ્ચિમની તેમની બીજી મુલાકાત દરમિયાન તેમણે મોટાભાગનો સમય યુ.એસ.એ.ના પશ્ચિમ કિનારે વિતાવ્યો. ત્યાં તેમણે ઘણાં વ્યાખ્યાનો આપ્યાં અને ડિસેમ્બર ૧૯૦૦માં બેલૂર મઠ પાછા ફર્યા બાદ મઠવાસીઓ અને સામાન્ય લોકો, બંનેને પ્રેરણા અને માર્ગદર્શન આપીને બાકીની જીંદગી ભારતમાં વિતાવી. સતત કામ, ખાસ કરીને લોકોને પ્રોત્સાહિત કરવા આપેલા પ્રવચનોના કારણે વિવેકાનંદના સ્વાસ્થ્ય પર માઠી અસર થઇ હતી અને તે ધીમે ધીમે કથળવાની શરૂ થઈ. આખરે, ૪ જુલાઇ, ૧૯૦૨ના રોજ રાત્રિના સમયે પોતાના શ્વાસ છોડ્યા. તેમની ‘મહાસમાધિ’ અગાઉ તેમણે તેમના એક પશ્ચિમી અનુયાયીઓને લખ્યું હતું, “તે શક્ય છે કે મને મારા શરીરમાંથી બહાર નીકળીને સારું લાગે, જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરવા સમાન. પરંતુ હું કામ કરવાનું અને દરેક સ્થળે લોકોને પ્રેરણા આપવાનું છોડીશ નહીં, જ્યાં સુધી સમગ્ર વિશ્વ સમજે નહીં કે તે ઇશ્વર સાથે એકાકાર છે.”
વર્ષ માસ ઘટના
૧૮૬૩ ૧૨ જાન્યુઆરી કોલકાતામાં જન્મ
૧૮૭૯ પ્રેસિડેન્સી કોલેજમાં જોડાયા
૧૮૮૦ સામાન્ય સભાની સંસ્થામાં સ્થળાંતર
૧૮૮૧ નવેમ્બર શ્રી રામકૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત
૧૮૮૨-૧૮૮૬ શ્રી રામકૃષ્ણ સાથે જોડાણ
૧૮૮૪ બી.એ.ની પરિક્ષામાં ઉતીર્ણ
પિતાજીનું અવસાન
૧૮૮૫ શ્રી રામકૃષ્ણના અંતિમ દિવસો
૧૮૮૬ ૧૬ ઓગસ્ટ શ્રી રામકૃષ્ણનું દેહાવસાન
અનિર્ણીત બારાનગર મઠની સ્થાપના
૨૪ ડિસેમ્બર અંતપુર ખાતે સંન્યાસની અનૌપચારિક પ્રતિજ્ઞા
૧૮૮૭ જાન્યુઆરી બારાનગર મઠમાં સંન્યાસના ઔપચારિક શપથ
૧૮૯૦-૧૮૯૩ વિચરતા સાધુ તરીકે ભારત ભ્રમણ
૧૮૯૨ ૨૪ ડિસેમ્બર કન્યાકુમારી, દક્ષિણ ભારત ખાતે
૧૮૯૩ ૧૩ ફેબ્રુઆરી પ્રથમ જાહેર પ્રવચન, સિકંદરાબાદ, દક્ષિણ ભારત
૩૧ મે મુંબઇથી અમેરિકા માટેની દરિયાઇ મુસાફરી
૨૫ જુલાઇ વાનકુંવર, કેનેડાની ભૂમિ પર
૩૦ જુલાઇ શિકાગો પહોંચ્યા
ઓગસ્ટ હાર્વર્ડ યુનિ.ના પ્રોફેસર જ્હોન રાઇટ સાથે મુલાકાત
૧૧ સપ્ટેમ્બર શિકાગો ધર્મ સંસદમાં પ્રથમ સંબોધન
૨૭ સપ્ટેમ્બર ધર્મ સંસદમાં અંતિમ સંબોધન
૨૦ નવેમ્બર મધ્યપશ્ચિમી વ્યાખ્યાન યાત્રાનો પ્રારંભ
૧૮૯૪ ૧૪ એપ્રિલ પૂર્વ કિનારા પર પ્રવચનો અને વર્ગોની શરૂઆત
૧૬ મે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ
જુલાઇ – ઓગસ્ટ ગ્રીન એકર ધર્મ પરિષદ ખાતે
નવેમ્બર વેદાંત સોસાયટી ઓફ ન્યૂયોર્કની સ્થાપના
૧૮૯૫ જાન્યુઆરી ન્યૂયોર્કમાં વર્ગોની શરૂઆત
૪-૧૮ જૂન કેમ્પ પર્સી, ન્યૂ હેમ્પશાયર ખાતે
જૂન- ઓગસ્ટ ન્યૂયોર્કમાં સેન્ટ લોરેન્સ નદી પર થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક ખાતે
ઓગસ્ટ – સપ્ટેમ્બર પેરિસ
ઓક્ટોબર- નવેમ્બર લંડનમાં પ્રવચનો
૬ ડિસેમ્બર ન્યુયોર્ક માટેની સફર
૧૮૯૬ ૨૨-૨૫ માર્ચ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ, પૂર્વીય તત્વજ્ઞાનનો ગાદી પ્રસ્તાવ
૧૫ એપ્રિલ લંડન પરત, મે-જુલાઇમાં લંડનમાં વર્ગો આપ્યા
૨૮ મે ઓક્સફોર્ડમાં મેક્સ મૂલર સાથે મુલાકાત
ઓગસ્ટ – સપ્ટેમ્બર છ સપ્તાહ માટે યુરોપમાં
ઓક્ટોબર – નવેમ્બર લંડનમાં વર્ગો આપ્યા
૩૦ ડિસેમ્બર નેપલ્સથી ભારત રવાના
૧૮૯૭ ૧૫ જાન્યુઆરી કોલંબો, શ્રીલંકા આવી પહોંચ્યા
૬-૧૫ ફેબ્રુઆરી ચેન્નાઇમાં
૧૯ ફેબ્રુઆરી કોલકાતામાં આગમન
૧ મે રામકૃષ્ણ મિશન સંસ્થાની કોલકાતામાં સ્થાપના
મે- ડિસેમ્બર ઉત્તરપશ્ચિમ ભારતની સફર
૧૮૯૮ જાન્યુઆરી કોલકાતા પરત
મે પશ્ચિમના શિષ્યો સાથે ઉત્તર ભારતની યાત્રાની શરૂઆત
૨ ઓગસ્ટ અમરનાથ, કાશ્મીર ખાતે
૯ ડિસેમ્બર બેલૂર મઠ અર્પણ
૧૮૯૯ ૧૯ માર્ચ માયાવતી ખાતે અદ્વૈત આશ્રમની સ્થાપના
૨૦ જૂન પશ્ચિમની દ્વિતીય મુલાકાત માટે ભારત છોડ્યું
૩૧ જુલાઇ લંડન પહોંચ્યા
૨૮ ઓગસ્ટ ન્યૂયોર્ક સીટી પહોંચ્યા
ઓગસ્ટ – નવેમ્બર રીજલે મેનોર, ન્યૂયોર્ક ખાતે
૩ ડિસેમ્બર લોસ એન્જલસ પહોંચ્યા
૧૯૦૦ ૨૨ ફેબ્રુઆરી સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા
૧૪ એપ્રિલ સાન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સોસાયટીની સ્થાપના
જૂન ન્યૂયોર્ક સીટીમાં આખરી વર્ગો
૨૬ જુલાઇ યુરોપ માટે રવાના
૩ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે પેરિસ આવી પહોંચ્યા
૭ સપ્ટેમ્બર પ્રદર્શનમાં ધર્મના ઇતિહાસ માટેની મહાસભામાં ભાષણ
૨૪ ઓક્ટોબર વિયેના, કોન્સ્ટેન્ટિનોપલ, ગ્રીસ અને કેરોની સફરનો પ્રારંભ
૨૬ નવેમ્બર ભારત માટે રવાના
૯ ડિસેમ્બર બેલૂર મઠ ખાતે આગમન
૧૯૦૧ જાન્યુઆરી માયાવતીની મુલાકાત
માર્ચ –મે પૂર્વ બંગાળ અને આસામની તીર્થયાત્રા
૧૯૦૨ જાન્યુઆરી –ફેબ્રુઆરી બોધિગયા અને વારાણસીની મુલાકાત
માર્ચ બેલૂર મઠ પરત
૪ જુલાઇ મહાસમાધિ