Well come My friends to my Page

Showing posts with label મારુ ગુજરાત. Show all posts
Showing posts with label મારુ ગુજરાત. Show all posts

Saturday, May 10, 2014

ગુજરાતની ઐતિહાસિક ઘટનાઓ


ઈ.સ. ૨૦૧૦માં એક અદ્દભૂત અને ઐતિહાસિક ઘટના આકાર પામવાની છે, અને તેનો રણકાર સમગ્ર દુનિયા સાંભળશે, તે છે ગુજરાત રાજ્યની સ્થાપનાની અર્ધશતાબ્દી!
ગુજરાતની સુવર્ણજ્યંતિના સ્વર્ણિમ વર્ષે અતીતના વિરાટ વૈભવ,ઈતિહાસની કેટલીક નિર્ણાયક ઘટનાઓ
•પ્રાગ્ – ઈતિહાસના અવશેષો પાલણપુર, દાંતા, ઈડર પાસેથી મળે છે.
•૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો પહેલાં હથિયારધારી મનુષ્યા દેખાયો.
•૫૦૦૦ વર્ષ પહેલાંની માનવ વસતિના અવશેષો લાંઘણજમાં મળ્યા.
•ઈ. સ. પૂર્વે ૩૭૦૦-૨૫૦૦માં સિંધુ ખીણના દીર્ઘ કપાળ ધરાવતા મનુષ્યો ગુજરાત તરફ દોરાયા.
•ગુજરાતનો વેપાર ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષનો ! ઇજિપ્ત્ની કબરોમાંથી ગુજરાતની મલમલ અને ગળી મળ્યાં તેનાં પ્રમાણ છે.

•ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં તો ખંભાતના મણિયારાઓએ પત્થરનાં સાધનો વિકસિત કર્યા. લોથલ પ્રાચીન મહા-નગર અને મહા-બંદરગાહ બન્યું, તે ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના અંતમાં. પછી તેને વારંવાર સુનામીનો, નદીનાં પૂરનો પ્રલય સહન કરવાનો વારો આવ્યો. એક વાર ઈ.સ. પૂર્વે ૨૦૨૦માં, બીજી વાર ઈ.સ. પૂર્વે ૨૨૦૦માં અને ત્રીજીવાર ઈ. સ. પૂર્વે ૨૦૦૦માં લોથલ પાણી તળે ડૂબી ગયું : દરેક વખતે તેણે વિનાશથી ડર્યા વિના પુન:નિર્માણ કર્યું !
•ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં રંગપુરની હડપ્પા-નગરી ડૂબી.
•ઈ. સ. પૂર્વે ૧૦૦૦માં, નગરા, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામો લોહ નિર્માણમાં ખ્યાત થયાં.
•ઈ. સ. પૂર્વેનાં હજાર વર્ષ દરમિયાન ગુજરાતમાં શાર્યાત, ભૃગુ, હૈદય….અને અંતે મથુરાના યાદવો આવ્યા. શ્રીકૃષ્ણાની સુવર્ણ દ્વારિકા વિશાળ પ્રદેશની રાજધાની બની.
•ઈ.સ. પૂર્વે ૯૦૦ માં શ્રીકૃષ્ણયનો દેહોત્સર્ગ થયો.
•ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં વૈયાકરણી પાણિની ‘સૌરાષ્ટિકા નારી‘નાં ઉચ્ચારણોની નોંધ લે છે. કૌટિલ્યે પણ ‘સુરાષ્ટ્ર ‘ના ક્ષત્રિયો વિશે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ‘અર્થશાસ્ત્ર‘માં લખ્યું.
•ઈ.સ. પૂર્વે ૩૨૦માં ગિરનારની તળેટીમાં વિશાળ સુદર્શન તળાવ બંધાયું. શતરંજ-ચતુરંગ રમત શરૂ થઈ.
•ઈ.સ. પૂર્વે ૨૩૭માં અશોક સમ્રાટનો પ્રાકૃત શાસન લેખ મૂકાયો.
•ઈ.સ. પૂર્વે ૨૨૯-૨૨૦ સિંહલ (શ્રીલંકા)ની રાજકન્યા સુદર્શનાએ ભરૂચમાં ‘શકુનિકા વિહાર‘ બંધાવ્યો.
•ઈ. સ. પૂર્વે ૨૦૦માં, અરબસ્તાન અને સિલોનના બંદરગાહો પૂરેપૂરા ગુજરાતના લોકોના હાથમાં હતા.
•ઈ. સ. પૂર્વે ૧૮૫માં ગ્રીક અને ઈ. સ. પૂર્વે ૧૫૦ થી ૧૦૦ સુધીમાં શક, કુશાણ, પાર્થિયન, વગેરે ચડી આવ્યા.
•ઈ. સ. પૂર્વે ૮૩માં પ્રાચીન શક સંવત પ્રચલિત થયો.
•ઈ. સ. પૂર્વે ૫૬: વિક્રમ સંવત શરૂ થયો.
•‘પેરિપ્લેસ‘ના લેખકે જણાવ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વહાણવટાનું વ્યાપક ખેડાણ હતું. (ઈ.સ.ની પહેલી સદીની આ નોંધ છે.)
•ઈ.સ. ૧૫૦ ગુજરાતમાં ગદ્યનો જૂનામાં જૂનો નમુનો, રુદ્રદામાનો શિલાલેખ. (જૂનાગઢ-ગિરનાર) મહાભયાનક પૂરમાં સુદર્શન તળાવ તૂટ્યું તે રુદ્રદામને ફરી બંધાવ્યું.
•ઈ. સ. ૧૬૬-૬૭ ગુપ્તુ સંવતનો પ્રારંભ થયો.
•ઈ. સ. ૨૦૦ દ્વારિકાની રાણી ધીરાદેવીએ રુદ્રદામા સામે પડકાર ફેંક્યો, છેવટે સમજુતિ થઈ. મીરાની જેમ દ્વારિકાની ધીરોનેય યાદ કરવી રહી !
•ઈ. સ. ૨૪૪-૪૫ કલચુરિ સંવત શરૂ થયો.
•ઈ. સ. ૩૦૦માં વલભીપુરમાં આર્ય નાગાર્જુને આંતરરાષ્ટ્રીય ધર્મપરિષદ બોલાવી.
•૧૨ ઓક્ટોબર, ૩૧૮ : વલભી સંવત (ગુજરાતના પોતાના શાસક)ની શરૂઆત વિક્રમ સંવત ૩૭૫, કાર્તિક શુકલ પૂર્ણિમા.
•ચંદ્રગુપ્તક વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ સ્કંદસ્વામી, વલભીપુરના નિવાસી હતા. (ઈ. સ. ૩૭૬)
•શિલાદિત્યે (વલ્લભીપુર) શત્રુંજ્ય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો, અને ધનેસ્વર સૂરિએ ‘શત્રુંજ્ય માહાત્મ્ય‘ ગ્રંથ લખ્યો. (ઈ.સ. ૩૯૧)
•ઈ. સ. ૪૦૦માં સૌરાષ્ટ્ર.ના વેપારીએ કૌસાંબીમાં બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો.
•મૈત્રકોએ વલભીપુરને રાજધાની બનાવી. (ઈ. સ. ૪૭૦)
•ગુર્જરો આવ્યા પાંચમી સદીની છેલ્લી પચ્ચીસી અથવા છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં.
ગુર્જરો આવ્યા પછી મૈત્રકોએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું.ઈ. સ. ૬૦૩માં જીવાની મુલાકાતે અહીંના રાજવી પુત્ર ગયા અને ત્યાં વસવાટ કર્યો. ઈ.સ. ૬૨૨થી હીજરી સનનો પ્રારંભ થયો.
•ઈ. સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુએન ત્સાંગ મહારાષ્ટ્રંથી નર્મદા નદી ઓળંગીને ભરુકચ્છ (ભરુચ) આવ્યો
•ઈ. સ. ૭૧૧માં આરબ સરદાર મોહમ્મદ-બિન-કાસિમે સિંધ પર કબ્જો કર્યો. ઈ. સ. ૭૧૭ એટલે કે યઝદગદી ૮૫, પારસીઓએ ભારતમાં પગ મૂક્યો, (શ્રાવણ સુદ ૯, શુક્રવાર વિ. સં. ૭૭૨).
•ઈ. સ. ૭૨૧માં અરબી સૈન્યને શ્રી વલ્લભ નરેન્દ્ર એટલે કે ચાલુક્ય રાજવી પુલકેસીએ ભીષણ સંગ્રામ કરીને મારી હટાવ્યું, ગુજરાતને બચાવી લીધું.
•વિ. સ. ૮૦૨માં અણહિલપુર સ્થપાયું અને પછીથી લાંબા સમય સુધી રાજધાની રહ્યું. અષાઢ સુદ ૩, શનિવાર, સંવત ૮૦૨ના પાટણની સ્થાપના.
•ઈ. સ. ૭૮૮-૮૨૦ વચ્ચે આદિ શંકર ગુજરાત આવે છે. દ્વારકાધીશ દેવાલયનો જિર્ણોદ્ધાર કરે છે. આદ્યશક્તિની સ્થાપના તેમના હાથે થાય છે.
•ગાંભુ નામે ઈ. સ. ૮૯૯ મુનિ પાર્શ્વમુનિએ ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર‘ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર‘ રચ્યાં.
• ઈ. સ. ૯૬૧ થી ૧૨૯૨ સુધીમાં અણહિલવાડ શાસનના આમંત્રણથી ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણો ગુજરાતમાં આવીને સ્થાયી થયા.
•ઈ. સ. ૧૦૧૭-૧૦૩૭ દરમિયાન શ્રી વલ્લભાચાર્ય એ દ્વારિકાની યાત્રા કરી.
•ઈ. સ. ૧૦૨૫ માં મહમૂદ ગઝનવીએ હથિયાર સજ્યાં, ૧૦૨૬માં હાહાકાર મચાવતો તે સોમનાથ દેવાલય સુધી પહોંચી ગયો. ત્રણ દિવસ આક્રમણ ચાલ્યું. કેટલાક રાજપૂતો અને બ્રાહ્મણોએ સામનો કર્યો.
•૧૧૨૦ ઈ. સ.માં મીનળદેવીએ દ્વારિકાની યાત્રા કરીને જિર્ણોદ્ધાર કર્યો.
•૧૧૬૮ ઈ. સ.માં ભાવ બૃહસ્પતિએ સોમનાથ મંદિરના નવા જિર્ણોદ્ધાર માટે મૂળ મંદિરથી દોઢ ફૂટ ઊંચે જઈને મેરુપ્રાસાદ બનાવડાવ્યો.
•ઈ. સ. ૧૨૪૧માં અમદાવાદથી મહમદશાહે દ્વારિકાધીશ મંદિર તોડવા આક્રમણ કર્યું, જે પાંચ બ્રાહ્મણો – વીરજી, કરસન, વાલજી, દેવજી, નથુ ઠાકરે-સામનો કર્યો, તેમની સમાધિ, દ્વારિકામાં મંદિરથી થોડેક દૂર છે. ‘પંચવીર‘ને સ્થાને હવે ‘પંચપીર‘ છે !
આ અજંપા ભર્યા વર્ષો અને તે પછી મુઘલ-બ્રિટિશ કાળ દરમિયાન પણ ગુજરાત અને ગુજરાતીઓ અસ્તિત્વની લડાઈ લડતાં રહ્યાં.
અને આજે ગુજરાત અર્ધશતાબ્દી ઉજવવા તરફ જઇ રહ્યું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

ગુજરાત ના ખ્યાતનામ કવિઓ


અમાસના તારા – કિસનસિંહ ચાવડા
અમૃત – રઘુવીર ચૌધરીઅહલ્‍યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક
આકાર – ચંદ્રકાન્‍ત બક્ષીઆગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની –ચંદ્રવદન મહેતા
આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ
અખંડ દીવો – લીલાબહેન
અભિનય પંથે – અમૃત જાની
અભિનવનો રસવિચાર –નગીનદાસ પારેખ
અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી
કૃષ્‍ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ
ખોવાયેલી દુનિયાની સફરે –યશંવત મહેતા
ગ્રામલક્ષ્‍મી (ભાગ ૧ થી ૪) –ર.વ.દેસાઇ
ગૃહપ્રવેશ – સુરેશ જોષી
ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી
ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં– બકુલ ત્રિપાઠી
ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્
ચહેરા – મધુ રાય
ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો – સ્‍વામી સચ્ચિદાનંદ
ચિહન – ધીરેન્‍દ્ર મહેતા
જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર
જયાજયંત – ન્‍હાનાલાલ
જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી
જિગર અને અમી – ચુનીલાલ શાહ
ઝેર તો પીધાં છે જાણી જાણી –મનુભાઇ પંચોળી
તણખા (ભાગ ૧ થી ૪) –ધૂમકેતુ
તપોવનની વાટે, ભજનરસ –મકરંદ દવે
થોડાં આંસુ થોડાં ફૂલ –જયશંકર સુંદરી
દક્ષિ‍ણાયન – સુન્‍દરમ્
દિગદિગંત – પ્રીતી સેનગુપ્‍તા
દ્વિરેફની વાતો – રા. વિ. પાઠક
નિશીથ,સમયરંગ – ઉમાશંકર જોષી
નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી
પ્રસન્‍ન ગઠરિયાં, વિનોદની નજરે – વિનોદ ભટ્ટ
બીજી સવારનો સૂરજ – હસુ યાજ્ઞિક
ભદ્રંભદ્ર, રાઇનો પર્વત –રમણભાઇ નીલકંઠ
મળેલા જીવ, માનવીની ભવાઇ– પન્‍નાલાલ પટેલ
માધવ કયાંય નથી મધુવનમાં –હરિન્‍દ્ર દવે
અશ્ર્વત્‍થ – ઉશનસ્
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ –નારાયણ દેસાઇ
અંધારી ગલીમાં સફેદ ટપકાં –હિમાંશી શેલત
આત્‍મકથા (ભાગ ૧ થી ૫) –ઇન્‍દુલાલ યાજ્ઞિક
આપણો ઘડીક સંગ – દિગીથ મહેતા
એક ઉંદર અને જદુનાથ, લઘરો –લાભશંકર ઠાકર
ઊર્ધ્‍વલોક – ભગવતીકુમાર શર્મા
કલાપીનો કેકારવ – કલાપી
કુસુમમાળા – નરસીંહરાવ દિવેટીયા
કેન્‍દ્ર અને પરિઘ – યશવંત શુકલ
માણસાઇના દીવા, યુગવંદના –ઝવેરચંદ મેઘાણી
મિથ્‍યાભિમાન – દલપતરામ
મોરનાં ઇંડાં – કૃષ્‍ણલાલ શ્રીધરાણી
મોત પર મનન – ફિરોજ દાવર
મૂળ સોતાં ઊખડેલા – કમુબેન પટેલ
રંગતરંગ (ભાગ ૧ થી ૫) –જયોતિન્‍દ્ર દવે
રચના અને સંરચના – હરિવલ્‍લભ ભાયાણી
રાનેરી – મણિલાલ દેસાઇ
રેખાચિત્ર – લીલાવતી મુનશી
લીલુડી ધરતી – ચુનીલાલ મડિયા
વસુધા – સુન્‍દરમ્
વડવાનલ – ધીરુબહેન પટેલ
વનવગડાનાં વાસી – વનેચર
વનાંચલ – જયંત પાઠક
વિખૂટાં પડીને – અશ્ર્વિન દેસાઇ
વિદિશા – ભોળાભાઇ પટેલ વિદેશ વસવાટનાં સંભારણા – જિતેન્‍દ્ર દેસાઇ
વિવેક અને સાધના – કેદારનાથ
શર્વિલક – રસિકલાલ પરીખ
શિયાળાની સવારનો તડકો –વાડીલાલ ડગલી
શ્રેયાર્થીની સાધના – નરહરિ પરીખ
વ્‍યકિત ઘડતર – ફાધર વાલેસ
સત્‍યના પ્રયોગો, હિંદ સ્‍વરાજય –ગાંધીજી
સરસ્‍વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
સમૂળી ક્રાન્‍તિ – કિશોરલાલ મશરૂવાળા
સાવજકથાઓ – કનૈયાલાલ રામાનુજ
સાત એકાંકી – તારક મહેતા
સુદામા ચરિત્ર – નરસિંહ મહેતા
સોનાનો કિલ્‍લો – સુકન્‍યા ઝવેરી
સાત પગલાં આકાશમાં – કુંદનિકા કાપડિયા
સિદ્ઘહેમશબ્‍દાનુશાસન –હેમચંદ્રાચાર્ય
હિમાલયનો પ્રવાસ – કાકા કાલેલકર

ગુજરાત ના પ્રાચીન યુગ વિષે જાણવા જેવું


ભગવાન શ્રીકૃષ્‍ણની કથા પછી ગુજરાતના ઇતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. 

ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્‍યું તેની કોઈ જ માહિતી મળી નથી . 

ઈ.સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્‍ત મૌર્યે ચક્રવર્તીત્‍વનો ધ્‍વજ ફરકાવ્‍યો. ગુજરાત – સૌરાષ્‍ટ્ર પણ તેના નેજા હેઠળ આવ્‍યાં. ચંદ્રગુપ્‍ત મૌર્યે પુષ્‍યમિત્ર નામના સૂબાની સૌરાષ્‍ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી. 

પુષ્‍યમિત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો.ચંદ્રગુપ્‍તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિ‍માં છે કે જે ગુજરાતી લિપિ‍ અને ભાષાનું પણ ઉગમસ્‍થાન છે.ઈસુ સંવત્‍સર પૂર્વેના છેલ્‍લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્‍મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધિપત્‍ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. 

શકોએ પોતાનો સંવત્‍સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુદ્રદમનની યશગાથાના સાક્ષીરુપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્‍તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્‍યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.


ઈ. સ. 395 માં ચંદ્રગુપ્‍ત વિક્રમાદિત્‍યે છેલ્‍લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્‍ટ્ર જીતી લીધું. ગુપ્‍તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઈ. સ. 460 માં ગુપ્‍ત સમ્રાટ સ્‍કંદગુપ્‍ત મૃત્‍યુ પામ્‍યો અને તે સાથે ગુપ્‍ત સામ્રાજ્ય છિન્‍નભિન્‍ન થઈ ગયું.આ સમયે સૌરાષ્‍ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્‍વપરાક્રમથી એક મહાન સામ્રાજયની સ્‍થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ વલભીપુરથી શરુ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્વની સંસ્‍કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. 

ચીની મુસાફર યુ આન ચાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્‍યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્‍ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ.? 788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કત્‍લેઆમ કરીને નગરનો સંપૂર્ણ વિનાશ કર્યો.મૈત્રક કાળ દરમિયાન ભિલ્‍લમાલ (દક્ષિ‍ણ રાજસ્‍થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘તરીકે ઓળખાતો હતો. ત્‍યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્‍ટ્ર અને લાટ (ભરુચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્‍લમાલ કે શ્રીમાલ હતી.


ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિ‍ણમાંથી રાષ્‍ટ્રકુટોએ હુમલા શરુ કર્યા. છેવટે વનરાજ ચાવડાના નેતૃત્‍વ હેઠળ ચાવડા વંશે લગભગ એકસો વર્ષ સુ‍ધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અણહિલ્‍લપાટક (અણહિલવાડ) નામે નવા પત્તન (પાટણ)માં સ્‍થપાઈ. ચાવડા વંશનો છેલ્‍લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને દત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો. (ઈ. સ. 942).મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ‘ પદવી ધારણ કરી અને તેના તાબાનો પ્રદેશ ‘ગુર્જરદેશ‘, ‘ગુર્જરરાષ્‍ટ્ર‘ કે ‘ગુજરાત‘ તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્‍યો કે ઠેરઠેરથી લોકો ત્‍યાં આવીને વસવા લાગ્‍યા. સોલંકી વંશના એક અન્‍ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મેહમૂદ ગઝનવીએ 6 – 7 જાન્‍યુઆરી, 1026 ના રોજ સોમનાથનું મંદિર લૂટ્યું હતું. ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્‍યું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્દભૂત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. ભીમદેવે મોઢેરાની ભાગોળે ગઝનવી સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્‍યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્‍યો. કર્ણદેવ કચ્‍છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિ‍ણ ગુજરાતનો રાજા બન્‍યો. કર્ણદેવે ‘કર્ણાવતી‘ નગરી વસાવી અને મીનળદેવી સાથે લગ્‍ન કર્યાં.કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહદેવનો શાસનકાળ ( ઈ. સ. 1094 થી 1140 ) ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્‍ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્‍ત કરીને સર્વોપરિતા સ્‍થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે ‘સિદ્ધહૈમ‘ નામનો વ્‍યાકરણનો મહાગ્રંથ લખ્‍યો. સિદ્ધરાજના મૃત્‍યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્‍લેખનીય છે. વીરધવલના બે મંત્રીઓ વસ્‍તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુ પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજય પર્વત પર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્‍યાં. વાઘેલાવંશનો છેલ્‍લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો‘ તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્‍લીના સુલતાન અલ્‍લાઉદ્દીન ખિલજીને હાથે પરાજ્ય પામ્‍યો અને આ સાથે ગુજરાતમાં હિન્‍દુ રાજાઓના શાસનનો અંત આવ્‍યો.