સ્વર્ગવાસ તા.૩૦/04/2017 રવિવાર
શ્રદ્ધાંજલિ...રાવળ યોગી સમાજના આગેવાન અને આદરનીય શ્રી અમૃતભાઈ કમાણિયા કૈલાસવાસી થયા છે .પરમ પિતા પરમાત્માને ગમ્યું તે ખરું.દેવાધી દેવ ભગવાન શિવ એમના દિવંગત આત્મા ને પરમ શાંતિ આપે.પરમાત્મા એમના પરિવાર ને આ દુઃખદ ઘડી નો સામનો કરવાની શક્તિ આપે.ૐ શાંતિ....સાબરકાંઠા રાવળ યોગી સમાજ હમેશાં આપનો ઋણી રહેશે
માણસ જેવો માણસ છું કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું. પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું. આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું; ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું. આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા; ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું. ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં, આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું. ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી; ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું. શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા; ક્ષણક્ષણનો તરગાળો છું, માણસ જેવો માણસ છું.
No comments:
Post a Comment