Well come My friends to my Page

Showing posts with label આયુર્વેદ. Show all posts
Showing posts with label આયુર્વેદ. Show all posts

Sunday, March 1, 2015

આયુર્વેદના મતે દિનચર્યા દિન ચર્યા નું મહત્વ :- અષ્ટાંગ હૃદય સૂ.સ્થા.અ.-૨ ...સંકલન..જગદીશ રાવળ આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર




આયુર્વેદના મતે દિનચર્યા દિન ચર્યા નું મહત્વ :-
અષ્ટાંગ હૃદય  સૂ.સ્થા..-  
() સાજા માણસે ક્યારે ઊઠવું....?
સ્વસ્થ એટ્લે નિરોગી મનુષ્યે આયુષ્યના રક્ષણ કરવાના હેતુથી પાછલી ચાર ઘડી રાત હોય તે વેળાએ (સૂર્યોદય થયા પહેલા એટલેકે -૯૬-મિનિટપહેલા) ઊઠવું.
                  ( સવારે બ્રહ્મ મુહૂર્તમાં :૩૦ થી :૦૦)
દાતણ વિધિ :-
()   આકડો,વડ,ખેર,કરંજ (કણજી) સાદડ વિગેરે ઝાડનું દાતણ રોજ સવારે તથા   
    જમી રહ્યા પછી કરવું.
દાતણનો છેડો કોમળ તથા સ્વાદ તૂરો,તીખો,અને કડવો હોવો જોઈએ.
તૂ રું દાતણ મોઢાને સાફ કરે છે.
તીખું દાતણ અરુચિ મટાડે છે.
કડવું મોમાં જામેલો કફ સાફ કરે છે.

-દાતણ કોણે કરવું..
જેને અજીર્ણ ,ઓકારી (ઊબકા),દમ, ઉધરસ ,તાવ,અડદીયો વા,તરસ. મુખપાક, હૃદયરોગ,કે કાનનો રોગ હોય, આંખનો કે માથાનો રોગ હોય ત્યારે દાતણ કરવું નહીં 

() રોજ સુરમાનું અંજન કરવું-
આંખને હિતકારી સૌવીર (સૂરમાં) નું અંજન હંમેશા કરવું.
અઠવાડિયે રસાંજન આંજવું
(દારૂ હળદર ક્વાથમાં ક્વાથથી ચોથા ભાગના બકરી દૂધને ઘટ થાય ત્યાં સુધી પકાવવાથી રસાંજન બને છે.)
() નસ્ય,કોગળા ધૂમપાન કરવા તેમજ પાન ખાવું-
પાન કોને ખાવું..
જેને ક્ષત, કાસ રોગ થયો હોય,
રક્તપિત્તનો રોગ થયો હોય,
શરીર લૂખું પડી ગયું હોય ,
એક કે બે આંખો દુ:ખવા આવી હોય,
જે ઝેર કે મદ થી પીડાતો હોય કે, ક્ષય રોગી હોય તેને પાન ખાવું જોઈએ...
() અભ્યંગ-
મનુષ્યે હમેશાં અભ્યંગ આચરવો જોઈએ એટલે કે શરીરે તેલનું  લગાડવું જોઈએ કેમકે તે
ઘડપણ થાક અને વાયુને મટાડે છે.
આંખને નિર્મળ કરે છે અને પોષણ આપે છે.
આયુષ્ય વધારે છે અને ઊંઘ સારી આવે છે. શરીરની ચામડી સુંદર અને કરચલી વિનાની બનાવે છે અને  શરીર મજબૂત બનાવે છે.
અભ્યંગ નિત્ય બનેતો બીજા અથવા ત્રીજા દિવસે કરવો
અભ્યંગ માટે સરસિયું શ્રેષ્ઠ છે.
અભ્યંગ ખાસ કરી માથે, કાને, તથા પગે કરવો, સૂર્યાસ્ત પછી કાનમાં તેલ પુરવું.
અભ્યંગ કોણે કરવો
બહુ કફવાળા માણસે ,
ઔષધ લઈને જેણે ઉલ્ટી અથવા રેચ કર્યો હોય તેણે,
અજીર્ણ થયો હોય ત્યારે
() કસરત કરવી
કસરતના ગુણ
શરીર હલકું બને છે અને કામ કરવાની શક્તિ  આવે છે.
જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
ચરબી ઓછી થાય છે અને અવયવો ઘાટીલા અને સુદઢ (ઘાટીલા) બને છે.
કસરત નિષેધ :-
વાયુકે પિત્તનો રોગ થયો હોય તેણે તેમજ  ઘરડા માણસે તેમજ અજીર્ણ વાળાએ
કસરત કરવી જોઈએ.
કસરત પછી ચંપી :-
કસરત કર્યા પછી શરીરને દુ: થાય તેવી રીતે ચારે બાજુ મર્દન કરવું  જોઈએ.  
() બહુ ઉજાગરા કરવા નહી






( ) ઉદ્વર્તન :-
હરડે જેવા તૂરા દ્રવ્યો, ઘઉનો, બાજરીનો , ચણાનો લોટ કે પીંઠીને શરીર ઉપર ઊંચે હાથે (નીચેથી ઉંચે) ચોળવા.
ફાયદા
કફ મટાડે છે,ચરબી ઓગાળી શોષી લે છે.
અંગોને સ્થિર કરે છે.
ચામડીને સુવાળી બનાવે છે.
() સ્નાન (નાહવું)
નાહવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે
વીર્ય વધે છે.
ઉત્સાહ તથા બળ વધે છે.
ખૂજલી, મેલ, થાક, પરસેવો, સુસ્તી, બળતરા અને પાપનો નાશ થાય છે.
કોણે સ્નાન કરવું
અડદિયો વા નામના રોગવાળાએ ,
આંખ, કાન અને મોં ના રોગ વાળાએ સ્નાન કરવું
() વેગ (હાજતો) રોકવા નહીં.
 વાછૂટ, ઝાડો, પેશાબ વગેરે હાજતોનું સરળ રીતે વિસર્જન કરવું
(૧૦ ) ધર્મ પાળવો
(૧૧ ) મિત્ર-શત્રુ નો વિવેક
આપણું શુભ ઇચ્છનાર મિત્રોનું પ્રેમથી સેવન કરવું તથા શત્રુઓથી દૂર રહેવું
(૧૨ ) હિંસા વિગેરે દશ પાપકર્મ ત્યજવા
હિંસા,ચોરી, વ્યભિચાર (શારીરિક પાપકર્મ),
ચાડિયાપણું, કઠોર વચન,અસત્યવચન અને સંબંધ વગરનું બકબક કરવું ચાર વાણી પાપકર્મ
બીજાનું અહિત કરવાનો વિચાર, અદેખાઈ, શાસ્ત્રથી અવળી દ્રષ્ટિ ત્રણ  મનના
પાપકર્મ,
એમ દશ પ્રકારના પાપકર્મ શરીર,વાણી અને મનથી ત્યજવા.


(૧૩દુ:ખી પર દયા રાખવી
(૧૪ સમતા રાખવી.
(૧૫ દેવ વિગેરેનું પૂજન કરવું.
(૧૬ યાચકને આપવું.
(૧૭ ) પરોપકાર કરવો.
(૧૮  ) સમ ચિત્ત રાખવું.
(૧૯  ) પ્રસંગે બોલવું તે પણ હિતકર, થોડું, સાચું, તથા મધુર બોલવું.
(૨૦ ) સદાચરણી થવું
(૨૧ ) શત્રુતા કે અપમાન જાહેર કરવું નહીં.
(૨૨ ) સામા માણસનું મન જોઈને જે માણસ જેમ ખુશી થાય તેમ વર્તવું.
(૨૩ ) ઇંદ્રિયોનું નિયમન કરવું.
(૨૪ ) તટસ્થ રહેવું.
(૨૫ ) નિર્મળ રહેવું.
(૨૬ ) સુઘડ રહેવું.
(૨૭ ) છત્રી લઈને અને જોડા પહેરીને ચાલવું.
(૨૮ ) રાત્રે બહાર નીકળવું.
(૨૯ ) થાક લાગે તેમ કરવું.
(૩૦ ) રાત્રે ઝાડ નીચે,ગામના ચોરા ઉપર,ચૌટામાં તથા દેવાલયોમાં રાત્રે રહેવું    
     નહીં, કતલખાનું, નિર્જન જંગલ, હવડઘર અને સ્મશાન જગ્યાએ તો 
    દિવસે પણ રહેવુ નહી.
(૩૧ ) સૂર્ય સામે જોવું નહીં.









ઋતુચર્યા:- અષ્ટાંગ હૃદય  સૂ.સ્થા..- 
ક્રમ
ઋતુ
શું થાય
આહાર
વિહાર
શિશિર ઋતુ
મહા/ફાગણ
-સ્વાસ્થ્ય માટેની ઋતુ છે.- -સ્વાસ્થ્ય માટેની ઋતુ છે.
-બળ વધારે
-જઠરાગ્નિ પ્રબળ બને છે.

બળ 
-



ગળ્યા, સ્નિગ્ધ, માંસરસ, ચરબી ભર્યું માંસ, ,ઘઉનો લોટ, અડદ, શેરડી, દુધ, નવું અનાજ, વસા, અને તેલ ખાવા.




-કોમળ તડકામાં બેસવું,
- તાપણી કરવી,
-ગરમ પાણીથી, સ્નાન કરવું,
-ઘરમાં સૂવું
વસંત ઋતુ
ચૈત્ર/વૈશાખ
-કફ પ્રકોપ થાય
-પાચનશક્તિ મંદ  પડે
-હલકા, લૂખા (રૂક્ષ) ખોરાક લેવા,
-કેરીનો રસ ભેળવેલા અને રોગનો નાશ કરનાર આસવ અરિષ્ટ લેવા,
-સૂંઠ ઉકાળેલું પાણી,
-મોથ ઉકાળેલું પાણી,
- સ્નિગ્ધ ખાટુ અને ગળ્યું ખાવું નહીં,
-ખારા રસની મનાઈ છે.
-દિવસે ઊંઘવું નહીં,
-ઠંડુ ખાવું નહીં,
-કસરત કરવી,
-ગરમ પાણીથી, સ્નાન કરવું
ગ્રીષ્મ
જેઠ/અષાઢ
-વાયુની વૃદ્ધિ,
-બળ ઘટે
-પાચન શક્તિ મંદ પડે
-હલકું, સ્નિગ્ધ, ઠંડુ તથા પ્રવાહી એવું ગળપણ ખાવું પીવું,
-સાળના ચોખા,જંગલ પ્રાણીઓના માંસ સાથે ખાવા,
-સાકર મેળવીને સાથુ  ચાટવો.
-ઠંડાપાણીથી સ્નાન કરવું,
-બપોરે ઉંઘવું (દિવસે આરામ કરવો)
-ઝીણા અને હલકા વસ્ત્રો પહેરવા
-મૈથુનનો ત્યાગ,
- ફૂલની માળા 
 પહેરવી  
વર્ષા
શ્રાવણ/ભાદરવો
-શરીર આદાન કાળને કારણે ઓછું થાય .
-જઠરાગ્નિ મંદ થાય
-રોગો વધે
-ખારું ખાટુ અને સ્નેહ યુક્ત સૂંઠ મધ મેળવેલું હલકું ભોજન કરવું,
-મગ, દાડમ વિગેરેના યુષ લેવા.
-બહાર પગે ચાલીને જવું નહીં,
-સુગંધીદાર પદાર્થો ચોરીને સ્નાન વિગેરેથી સુવાસિત રહેવુ,
-કપડાં ધૂપ દીધેલાં પહેરવા,
પાણી ઉકાળીને પીવું,
-નદીનું પાણી, દિવસે ઊંઘ.
બહુ મહેનત અને તડકો ત્યજવા.
શરદ
આસો/કારતક
-પિત્ત પ્રકોપ,    
-પાચન શક્તિ મંદ પડે.
-શાળના ચોખા,
-મગ, સાકળ, આંબળા
-પટોળ, મધ એવું કડવું, ગળ્યું, તૂરું અને હલકું ખાવું.
-ઝાકળ, જવખાર વિગેરે
ક્ષાર, ધરાઈને ખાવું-પીવું, દહી, તેલ,વસા તડકો, દિવસે ઉંઘ,પૂર્વ દિશામાંથી આવતો પવન ત્યજવા.
-ચાંદનીની શીતળતામાં બેસવું.
ઉજળા વસ્ત્રો પહેરવા  
હેમંત
માગશર/પોષ
-જઠરાગ્નિ વધે
-બળ વધે
-શરીર રૂક્ષ 
-આરોગ્ય પ્રદ
ગળ્યા, સ્નિગ્ધ, માંસરસ, ચરબી ભર્યું માંસ, ,ઘઉનો લોટ, અડદ, શેરડી, દુધ, નવું અનાજ, વસા, અને તેલ ખાવા.

-કોમળ તડકામાં બેસવું,
-તાપણી કરવી,
-ગરમ પાણીથી સ્નાન,
-ગરમ કપડાં પહેરવા
ઘરમાં સૂવું.