ચક્ર (ઉર્જાના સાત કેન્દ્રો)
મનુષ્યનાં સૂક્ષ્મ શરીરનાં મધ્યભાગમાં ઉર્જાના સાત કેન્દ્રો આવેલા છે જેને ચક્ર કહેવાય છે.
શરીરમાંથી દુષિતઉર્જા ને બહાર ફેંકવાનું અને તાજી ઉર્જાશક્તિને ગ્રહણ કરવાંનુ કાર્ય આ ચક્રો દ્વારા થાય છે.
જ્યારે કોઇપણ કારણસર દુષિત ઉર્જાને ફેંકવાનું કાર્ય બરાબર થતું નથી ત્યારે આપણને અસ્વસ્થતા લાગે છે
અને આપણે બીમાર પડીએ છીએ. આ ચક્રો જેટલા શુધ્ધ અને વિકસિત
તેટલો તે મનુષ્ય વધુ સ્વસ્થ,વધુ વિકસિત,વધુ સંતુલીત, વધુ પ્રસન્ન, વધુ પ્રભવશાળી અને વધુ સફળ.
આ ચક્રો સંબંધીત માહિતી આ પ્રમાણે છે.
આ ચક્રો સંબંધીત માહિતી આ પ્રમાણે છે.
મૂળાધાર ચક્ર :
આ ચક્ર નું સ્થાન
કરોડરજ્જુની નીચે ,
મળદ્વાર ની ઉપર છે.
આ ચક્રમાં જો ખામી હોય તો કેન્સર,હરસ,મસા,જાતિય રોગો સંબંધિત
બીમારીઓ રહે છે.
આ ચક્રનું મુખ્યત્વે કાર્ય મૂત્રપીંડ
, કરોડરજ્જુ તેમજ
વિસર્જન ગ્રંથીઓ ઉપર નિયંત્રણ છે.
|
સ્વાધિષ્ઠાન ચક્ર : આ ચક્રનું સ્થાન લીંગની પાછળ કરોડરજ્જુમાં હોય છે. આ ચક્રમાં ખામી થતાં મધુપ્રમેહ(ડાયાબિટીસ),
અને અનિયંત્રિત વિચારોની સમસ્યા ઉદભવે છે.
આ ચક્રનું કાર્ય પ્રજનનગ્રંથી
ની ઉપર નિયંત્રણ છે.
આ ચક્ર મજબૂત બનતાં વિચારો પર નિયંત્રણ ની પ્રાપ્તિ થાય છે.
|
નાભિ ચક્ર : આ ચક્રનું સ્થાન કરોડરજ્જુમાં નાભિની પાછળ છે. આ ચક્રમાં ખામી થતાં એસીડીટી ની બીમારી અને નાણાંકીય પ્રશ્નોની સમસ્યા રહે છે. આ ચક્ર મજબૂત બનતાં પાચન શક્તિ સારી થાય છે તેમજ યકૃત પર નિયંત્રણ થાય છે. સમાધાનવૃતિ વધે છે.
|
હૃદય ચક્ર : આ ચક્રનું સ્થાન કરોડરજ્જુમાં હૃદયની પાછળ હોય છે. આ ચક્રમાં ખરાબી થતાં શ્વાસ ની તકલીફ થાય છે તેમજ મનુષ્ય ભય અને અસલામતી ની લાગણી અનુભવે છે. આ ચક્રનું કાર્ય થાયમસ અને રુધિરાભિસરણ પર નિયંત્રણ છે. આ ચક્ર મજબૂત બનતાં પ્રેમભાવમાં વૃધ્ધિ થાય છે.
|
વિશુધ્ધિ ચક્ર :
આ ચક્રનું સ્થાન કરોડરજ્જુમાં કંઠની પાછળ હોય છે. આ ચક્રમાં ખરાબી થતાં ગળા સંબંધિત બીમારી રહે છે. જે મનુષ્યના આ ચક્રમાં ખામી હોય તો લાખ પ્રયત્ન કરવાં છતાં સફળતા નથી મળતી.આ ચક્રનું કાર્ય થાયરોઇડગ્રંથી અને ફેંફસાના કાર્ય પર નિયંત્રણ છે. આ ચક્ર મજબૂત બનતાં જીંદગીના દરેક કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે છે. નવનિર્માણ અને સર્જનશક્તિ વગેરેમાં સફળતા મળે છે.
|
આજ્ઞા ચક્ર :
આ ચક્રનું સ્થાન ત્રીજી આંખ,
એટલે બે આંખોની ભ્રમરની વચ્ચે હોય છે. આ ચક્રમાં ખરાબી થતાં મનુષ્ય માનસિક સંતુલન ખોઇ બેસે છે. આ ચક્રનું કાર્ય આંખ, નાક,
કાન અને પીઠની કરોડરજ્જુ પર નિયંત્રણ છે. આ ચક્ર મજબૂત બનતાં આત્મિક શાંતી પ્રાપ્ત થાય છે.
|
સહસ્ત્રાર ચક્ર :
આ ચક્રનું સ્થાન તાળવું છે. આ ચક્રની ખામી અસંતુલન છે. આ ચક્ર શુધ્ધ થતાં નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે.
|
|
આ સાત ચક્રોની જેમ ત્રણ નાડીઓ પણ મહત્વની છે. જે
સૂર્યનાડી (ઇડા નાડી),
ચંદ્ર નાડી (પિંગલા નાડી) અને
મધ્ય નાડી(સુષ્મણા નાડી) ના નામે ઓળખાય છે.
મનુષ્યના શરીરમાં ડાબી તરફ આવેલી નાડીને ચંદ્રનાડી કહેવાય છે. જ્યારે આપણે ભૂતકાળના વિચારો, ચિંતાઓ કરતાં હોય ત્યારે આપણે ચંદ્રનાડીમાં રહીએ છીએ. તેજ પ્રમાણે આપણે જ્યારે ભવિષ્યની ચિંતાઓ,
વિચાર કરીએ ત્યારે સૂર્યનાડીમાં રહીએ છીએ. જ્યારે પરમાત્મા તો મધ્યમાં છે.
આપણે મુખ્યત્વે આપણી 90%
ઉર્જા ભૂતકાળ અથવા ભવિષ્યના વિચારો અથવા ચિંતાઓ કરવામાં ખર્ચ કરી નાખીએ છીએ. જેથી આપણી પાસે ફક્ત 10%
ઉર્જા વર્તમાનમાં કાર્ય કરવા માટે બચે છે. આ રીતે આપણે કાર્યથી નહીં પરંતુ વિચારો થી જલ્દી થાકી જઇએ છીએ.
જ્યારે આપણે વર્તમાનમાં જે પણ કાર્ય કરીએ તે પૂર્ણ એકાગ્રત્તાથી, પૂરા મન થી કરીએ છીએ ત્યારે આપણે મધ્યનાડીમાં(નિર્વિચાર સ્થિતિમાં) રહીએ છીએ. વર્તમાનમાં શતપ્રતિશત રહેવાં થી મન શાંત અને પ્રસન્ન રહે છે. આપણે પૂર્ણ ઉર્જાશક્તિ થી કાર્ય કરીએ છીએ. આવા સમયે આપણી પૂર્ણ એકાગ્રત્તા કાર્ય ઉપર કેન્દ્રિત હોવાના કારણે તે કાર્ય શ્રેષ્ઠ રીતે થાય છે, જ્યાં આપણને વિચારોની શૂન્યતા,
મનની એકાગ્રતા,હૃદયની પવિત્રતા અને આત્માનો આનંદ મળે છે.
|