Well come My friends to my Page

Showing posts with label ચાલો વૈદિક પ્રાર્થના શીખીએ – ખરો હિન્દુધર્મ. Show all posts
Showing posts with label ચાલો વૈદિક પ્રાર્થના શીખીએ – ખરો હિન્દુધર્મ. Show all posts

Sunday, October 20, 2013

ચાલો વૈદિક પ્રાર્થના શીખીએ – ખરો હિન્દુધર્મ


આપણે આ પહેલાના લેખ વૈદિક ઈશ્વર માં ઈશ્વરની પૂજા કરવાના લાભ જણાવ્યા હતા. આગળ વધતા પહેલા એ લાભને અહીં ફરી એક વાર જાણી લઈએ:
પ્રશ્ન: આપણે ઈશ્વરની પૂજા કેમ કરવી જોઈએ?આમેય એ તો કદી આપણને માફ કરતો જ નથી.
ઈશ્વરની અને માત્ર ઈશ્વરની જ પૂજા કરવી જોઈએ.
                                                                
એ વાત સાચી છે કે ઈશ્વરની પૂજા કરવાથી તમે જ્યાં નાપાસ થયા છોત્યાં તમને પાસનું પ્રમાણપત્ર મળી જતું નથી.  માત્ર આળસીઅને છેતરપીંડી કરનારા જ સફળતા મેળવવા માટે આ અનૈતિક માધ્યમ ઈચ્છે છે.
ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે:
૧. ઈશ્વરની પૂજા કરવાથી ઈશ્વર અને તેના સર્જનને વધારે સારી રીતેસમજી શકાય છે.
૨. ઈશ્વરની પૂજા કરવાથી ઈશ્વરની  લાક્ષણિકતાઓ  વધારે સારી રીતેસમજી શકાય છે અને તેને આપણા જીવનમાં ઉતારી શકાય છે.
૩. ઈશ્વરની પૂજા કરવાથી આપણે આપણી ”આત્માનો અવાજ” વધારે સ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ અને ઈશ્વર પાસેથી સતત અને સ્પષ્ટ માર્ગદર્શન મેળવીશકીએ છીએ.
૪. ઈશ્વરની પૂજા કરવાથી આપણી અજ્ઞાનતાનો નાશ થાય છેબળ મળે છે અને આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારો સામે ટકી શકીએ છીએ.
૫. અને અંતેઆપણે અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરી શકીએ છીએ અનેમોક્ષનો આનંદ પામી શકીએ છીએ.
ઈશ્વરની પૂજા કરવા માટેના બીજા એક નવા કારણનો અહી સમાવેશ કરું છુ.
ઈશ્વરે આપણા માટે ઘણું બધુ કર્યું છે અને અનંતકાળ સુધી કરતો જ રહેશે. આથી આપણું તેનો આભાર માનવાનું એવી જ રીતે સ્વાભાવિક બને છે કે જેવી રીતે આપણે આપણા માતા-પિતાનો તેમણે આપેલા આશીર્વાદ બદલ આભાર માનીએ છીએ. માત્ર સ્વાર્થી અને દુર્ભાગ્યશાળી લોકો જ ઈશ્વરનો આભાર માનશે નહિ અને તેમના હૃદયને શુદ્ધ કરવાની તક ગુમાવશે. 
ધ્યાન રાખો કે પૂજાનો અર્થ એ કોઈ યાંત્રિક રીતે કરેલા પાઠ કેવાંચન  નથી.  પૂજા એ કર્મોજ્ઞાન અને મનન દ્વારા વિદ્વતા (wisdom) ગ્રહણ કરવાની એક સચેત (proactive)રીતછે.
પ્રશ્ન: આપણે ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી જોઈએ?
સામાન્ય રીતે ઈશ્વરની પૂજા આપણા રોજીંદા જીવનમાં કરાતા દરેકેદરેક નાના મોટા કામોમાં રહેલી છે. પરંતુ આત્માના અવાજને સતત અનુસરવો એ જ ઈશ્વરની સાચી પૂજા છે. આવા જીવનને યજ્ઞ (Yajna)નું જીવંત સ્વરૂપ કહેવાય છે. – એટલે કે માત્ર ઉમદા હેતુ માટે સમર્પિત કરેલા નિ:સ્વાર્થ કર્મો. 
આ પૂજાને કર્મો દ્વારા કરવામાં આવેલ પૂજા કહેવાય છે. તેમ છતાં મનુષ્ય કોઈપણ પ્રકારના વિચલન વગર પોતાનું જીવન માત્ર ઉમદા હેતુ માટે નિ:સ્વાર્થ કર્મો કરતા રહેવામાં જ વિતાવે એ માટે વૈદિક પૂજાના બીજા બે પાસાઓનો પણ સમજીને અભ્યાસ કરવાની જરૂર છે.
૧. જ્ઞાન મેળવવું
૨. એ જ્ઞાન પર ચિંતન કરવું કે જેથી એ જ્ઞાન આત્મસાત્ થઇ આપણા સંસ્કારનો એક ભાગ બને
જ્ઞાન, ચિંતન અને કર્મો (જ્ઞાન મેળવવું, એ જ્ઞાનનું ચિંતન કરવું અને તે અનુસાર કાર્ય કરવું) એ ત્રિકોણની ત્રણ બાજુઓ છે. અને જો આ બાજુઓ એક બીજા સાથે જોડાયેલી ન હોય તો તે અલગ પડેલી બાજુઓ નિરર્થક અને બીનઉપયોગી છે.
આ લેખમાં આપણે ખાસ કરીને મનન અથવા તો ચિંતન પર વધારે ભાર મૂકીશું અને માની લઈશું કે બાકીના બે ભાગો – જ્ઞાન અને કર્મો – મનન અથવા તો ચિંતનની સાથે સાથે જ ઉપયોગમાં લેવાય રહ્યા છે. આથી સરળતા ખાતર આપણે હવે પછી આ લેખમાં પૂજા શબ્દનો ઉપયોગ  મનન અથવા તો ચિંતનના સંદર્ભમાં કરીશું  
પ્રશ્ન: પૂજાના મૂખ્ય ભાગો કયા છે?
પૂજાના ત્રણ મૂખ્ય ભાગ છે :
૧.સ્તુતિ – Stuti or Glorification 
૨. પ્રાર્થના – Prarthana or Prayer
૩.ઉપાસના – Upasana or Yogic Practice
ઈશ્વરની પૂજાનું આ આખું વિજ્ઞાન ખુબ વધારે સ્પષ્ટીકરણ માંગી લે છે. તેમ છતાં આપણે આ લેખમાં મૂખ્ય રીતે સ્તુતિ અને પ્રાર્થના આ બે રીતો પર વધારે ધ્યાન આપીશું અને સાથે સાથે ઉપાસનાને પણ ટુંકમાં આવરી લઇશું.
એ વાતની નોંધ લો કે સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના આ ત્રણેય એકબીજા વગર પરિપૂર્ણ નથી.
પ્રશ્ન: સ્તુતિને વિગતવાર સમજાવો.
કોઈપણ વસ્તુની ખરી લાક્ષણીકતાઓનું એકદમ પ્રમાણિકપણે વર્ણન કરવું એટલે  સ્તુતિ. આથી ખોટી મસ્કાબાજી અનેકારણ વિના કરવામાં આવતી નિંદા આ બંને સ્તુતિ નથી.
ઈશ્વરની સ્તુતિનો મુખ્ય ઉદ્દેશ ઈશ્વરની લાક્ષણીકતાઓને સમજવાનો અને આપણા સ્વભાવ અને કાર્યોને તે લાક્ષણીકતાઓના નમૂનારૂપ બનાવવાનો છે. ઉદાહરણ તરીકે, જેમ ઈશ્વર ન્યાયી અને દયાળુ છે તેમ આપણે પણ ન્યાયી અને દયાળુ બનવું જોઈએ. ઈશ્વર ક્યારેય હાર માનતો નથી આથી આપણે પણ કદી હાર ન માનવી જોઈએ.
જે લોકો કોઈ નાટકીય પાત્રની જેમ માત્ર ઈશ્વરના ગુણગાન ગાય છે પરંતુ તે પ્રમાણે પોતાનું ચરિત્ર સુધારવા માટે પ્રયત્ન નથી કરતા તેઓ પૂજાના નામે માત્ર પોતાનો સમય જ વેડફતા હોય છે. કારણકે ઈશ્વર એ કોઈ અહંપ્રેમી સરમુખત્યાર નથી કે જેને પોતાના વખાણ સંભાળવામાં આનંદ આવતો હોય. આપણે જે કંઈપણ સ્તુતિ કરીએ છીએ એ આપણામાં સુધાર લાવી આપણા પોતાના જ લાભ માટે હોય છે.
સ્તુતિ બે પ્રકારની હોય છે:
પરંતુ આ બે પ્રકારની સ્તુતિમાં અંતર ખાલી શબ્દાર્થના ફેરફારને લઈને જ છે અને નહિ કે મૂળભૂત સિદ્ધાંતને લઈને.
સગુણ સ્તુતિ
ઈશ્વરમાં હાજર હોય તેવી લાક્ષણીકતાઓને યાદ કરી અને તેને સમજીને કરવામાં આવતી સ્તુતિ. ઉદાહરણ તરીકે, તે શાશ્વત અને શુદ્ધ છે.
નિર્ગુણ સ્તુતિ
ઈશ્વરમાં હાજર ન હોય તેવી લાક્ષણીકતાઓને યાદ કરી અને તેને સમજીને કરવામાં આવતી સ્તુતિ. ઉદાહરણ તરીકે, તે નિરાકારી અને અજન્મા છે.
પ્રશ્ન: ઈશ્વરની સ્તુતિ ગાતા વેદોમાંના કેટલાક મંત્રો જણાવશો.
ઈશ્વર એ વેદોનો મુખ્ય વિષય છે. આથી ઈશ્વરની સ્તુતિ ગાતા ઘણા બધા મંત્રો વેદોમાં છે.
યજુર્વેદ ૪૦.૮:
તે સર્વવ્યાપી છે. તે ખુબ જ ઝડપી, સર્વશક્તિમાન, શુદ્ધ, સર્વજ્ઞ, બધુ જ જાણનારો, અનંત અને આત્મનિર્ભર છે. અને તે  આપણને બધાને વેદોના જ્ઞાન દ્વારા માર્ગદર્શન આપે છે. (આ સગુણ સ્તુતિ છે)
તેને શરીર નથી, તે કદી જન્મ લેતો નથી, તેની વચ્ચે અવકાશ નથી, તે નિ:ષ્પાપી છે, તે દુ:ખ અને પીડાથી અલગ છે. (આ નિર્ગુણ સ્તુતિ છે)
અથર્વવેદ ૧૦.૮.૧ અને ૧૦.૭.૩૨-૩૪
તે ભૂતકાળમાં શું થયું હતું, વર્તમાનમાં શું થઇ રહયું છે અને ભવિષ્યમાં શું થવાનું છે તે સંપૂર્ણપણે જાણે છે. તે તેના આ જ્ઞાન દ્વારા સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે અને તે સર્વોપરી છે. તે સ્વયમમાં આનંદ છે અને દુ:ખથી સંપૂર્ણપણે અલગ છે! તે ખુબ જ મહાન છે અને અમે તેને નમન કરીએ છીએ.       
તેણે આપણે જ્યાં રહીએ છીએ તે પૃથ્વી, બ્રહ્માંડ અને પ્રકાશ આપતા બધા જ ગ્રહોનું સર્જન કર્યું છે. તે ખુબ જ મહાન છે અને અમે તેને નમન કરીએ છીએ.
શ્રુષ્ટિ સર્જનના દરેક ચક્રમાં તે સુર્ય અને ચંદ્રનું નિર્માણ કરે છે. તેણે જ આપણા લાભ માટે અગ્નિ બનાવી છે. તે ખુબ જ મહાન છે અને અમે તેને નમન કરીએ છીએ.
તે આપણે જે પ્રાણવાયુ શ્વાસમાં લઈએ છીએ અને શ્વાસમાંથી બહાર કાઢીએ છીએ તેનું સર્જન કરે છે. આપણે જેના મારફતે જોઈ શકીએ છીએ એ પ્રકાશનું તે સર્જન કરે છે. તેણે દશે દિશાઓમાં બધાનું સર્જન કર્યું છે અને આ સર્જનનું ખુબ જ સંગઠિત રીતે સંચાલન કરે છે. તે ખુબ જ મહાન છે અને અમે તેને નમન કરીએ છીએ.
યજુર્વેદ ૨૫.૧૩
તે આપણી આત્માને જ્ઞાનરૂપી શક્તિ આપે છે. તે આપણા સૌને સાચી વિદ્વતા અને સાચો આનંદ પ્રદાન કરે છે. બધા વિદ્વાનો એક માત્ર એની જ પૂજા કરે છે. બુદ્ધિશાળી લોકો સતત આનંદ અને મોક્ષ મેળવવા માટે ઈશ્વર દ્વારા વેદોમાં સૂચવવામાં આવેલા માર્ગ પર ચાલે છે. ઈશ્વરને સમર્પિત થવું એ જ બધા દુઃખમાંથી છૂટવાનો એક માત્ર માર્ગ છે. દુષ્કર્મો કરીને ઈશ્વરથી દૂર જવું એ મૃત્યુના ચક્રમાં વારંવાર જકડાયા રહેવાનું એક માત્ર કારણ છે. આથી આપણે માત્ર તે જ ઈશ્વરની પૂજા કરવી જોઈએ કે જે આનંદ અને સુખની વ્યાખ્યા છે!
પ્રશ્ન: તમારા મતે પ્રાર્થનાનો અર્થ શું છે?
પ્રાર્થના એટલે ઉમદા ઉદ્દેશો માટે તમારાથી બનતા બધા જ પ્રયત્નો કરી લીધા પછી ઈશ્વર પાસેથી પુષ્ટિ માટે કરવામાં આવતી વિનંતી. દુરાચારી ઉદ્દેશો માટે મદદની કરવામાં આવતી વિનંતી કે પછી આપણાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા સિવાય મદદ માટે કરવામાં આવતી વિનંતી એ પ્રાર્થના નથી. પ્રાર્થના એ ન તો દુરાચારી માણસો માટે છે કે ન તો આળસુ માણસો માટે છે. 
આમ: 
૧. આપણે ઈશ્વર પાસેથી જેની પ્રાર્થના કરીએ તેનું આપણે આપણા જીવનમાં પણ અનુસરણ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો આપણે જ્ઞાન માટે પ્રાર્થના કરીએ તો, આપણે જ્ઞાન મેળવવા માટે શક્ય તેટલો બધો જ પ્રયત્ન કરવો જોઈએ. પ્રાર્થના ત્યારે જ સાર્થક નીવડે છે કે જયારે આપણે પુરતા પ્રયત્નો કર્યા હોય. મફત ભોજન મેળવવાની ઈચ્છા એ તો ભિખારીની નિશાની છે અને નહિ કે ભગવાનની પૂજા કરનારની. ઈશ્વર એકપણ ક્ષણ માટે આળસ કરતો નથી. આથી પહેલા યોગ્ય કિંમત ચૂકવો અને પછી ભોજન મેળવવા માટે વિનંતી કરો. 
દુરાચારી ઉદેશો માટે કરવામાં આવતી પ્રાર્થના ખરાબ પરિણામોને આમંત્રણ આપે છે. કારણકે આવી પ્રાર્થના મનુષ્યના મનને પ્રદુષિત કરે છે અને વધારે દુ:ખ અને પીડાને આમંત્રે છે.
ઉદાહરણ તરીકે, ઈશ્વર નીચે જણાવેલી પ્રાર્થનાને નકારે છે:
હે ઈશ્વર, મારા દુશ્મનોનો નાશ કર અને મને સર્વશક્તિમાન અને કીર્તિવાન બનાવ. કારણકે જો બંને દુશ્મનો આવી જ પ્રાર્થના કરે તો, શું ઈશ્વરે બંનેનો નાશ કરવો જોઈએ?  
હવે જો કોઈ એવું કહે કે આ બંને માંથી જે કોઈપણ વધારે લગનથી પ્રાર્થના કરે તેની જ પ્રાર્થના ઈશ્વરે સાંભળવી જોઈએ. આ તર્ક અનુસાર, આ બે માંથી કોઈ એક વ્યક્તિ થોડી વધારે લગનથી ઈશ્વરની પ્રાર્થના કરે તો શું તે વ્યક્તિને તેના દુશ્મનની સરખામણીમાં થોડું ઓછુ નુકશાન થવું જોઈએ? આ તો તદ્દન મૂર્ખતા છે.
૩. આવી જ રીતે કોઈ એવી પ્રાર્થના કરે કે, હે ઈશ્વર, મારા માટે રોટલી બનાવી દે, મારા ઘરની સાફ-સફાઈ કરી દે, મારા કપડાં ધોઈ નાખ, ખેતરનો પાક લણી લે, તો તે મૂર્ખ છે.
યજુર્વેદ ૪૦.૨ માં ઈશ્વર કહે છે કે, આળસી ન બનીને અને બનતા એવા બધા જ પ્રયત્નો કરતા રહીને ૧૦૦ કરતા પણ વધુ વર્ષ જીવો. ઈશ્વરનું આ કહેવું જે લોકો ટાળે છે તેઓ ક્યારેય સુખી થતા નથી, ભલે ને તેઓમાં બીજા ઘણા સારા ગુણો હોય.
પુરુષાર્થ એ જીવનમાં ગ્રહણ કરવા જેવો ખુબ જ અગત્યનો ગુણ છે. બીજા બધા ગુણો ત્યારે જ લાભદાયી નીવડે છે કે જયારે આપણામાં પુરુષાર્થનો ગુણ હાજર હોય.
૪. આપણે જે મહેનત કરે છે તેઓને જ કામ આપીએ છીએ, આળસુઓને નહિ. જેઓની આંખો ખુલ્લી છે અને જેઓ જોવાની ઈચ્છા રાખે છે તેઓને જ કશું બતાવી શકાય છે. ખાંડને મેળવી અને ખાધા પછી જ તેનો સ્વાદ અનુભવાય છે. ખાલી બોલતા રહેવાથી કે ખાંડ ગળી છે” ખાંડનો સ્વાદ અનુભવાતો નથી. આવી જ રીતે, જેઓ ઉમદા ઉદ્દેશો સિદ્ધ કરવા પાછળ પુરતો પ્રયત્ન કરે છે તેઓ જ વહેલા કે મોડા આનંદને પામી શકે છે.
પ્રશ્ન: ઈશ્વરની પ્રાર્થના કરતા વેદોમાંના કેટલાક મંત્રો જણાવશો.  
વેદોમાં ઈશ્વરની પ્રાર્થના કરતા ઘણા મંત્રો છે. તેમને ઘ્યાનથી વાંચો અને ઈશ્વરની પ્રાર્થના જેવી ખુબ જ આનંદદાયક ક્રિયા માણો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે ઉત્સાહપૂર્વક સતત કઠોર પરિશ્રમ કરતા હોવા જોઈએ.
યજુર્વેદ ૩૨.૧૪
હે અગ્નિ (તેજસ્વી ઈશ્વર), તે જેવી બુદ્ધિ યોગીઓને અને બીજા ઘણા વિદ્વાનોને આપી છે તેવી બુદ્ધિ અમને આશીર્વાદરૂપે આપ. કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર અમે અમારું સર્વસ્વ તને અર્પણ કરવા માટે તત્પર છીએ. કારણકે આમારી પાસે જે કઈપણ છે તેનો સ્ત્રોત તુ જ છે. (આ મંત્રની વધારે સમજ મેળવવા માટે Power of Nowવાંચો.)   
યજુર્વેદ ૧૯.૯
તુ તેજસ્વી છે, અમને પણ તેજ પ્રદાન કર        
તુ ખુબ જ શૌયવાન છે, અમને પણ આવું શૌય પ્રદાન કર
તુ સર્વશક્તિવાન છે, અમારા શરીર અને મનને પણ મજબૂત અને શક્તિશાળી બનાવ
તુ આત્મનિર્ભર છે, અમને પણ આત્મનિર્ભર અને સમર્થ બનાવ
તુ પાપ અને પાપી સામે રોષે ભરાય છે, અમે પણ પાપ અને પાપી સામે રોષ ભરાય શકીએ તેવી કેળવણી આપ
તુ બધી જ ટીકાઓ અને વખાણને નિભાવી લે છે, અમે પણ બધી જ ટીકાઓ અને વખાણને નિભાવી શકીએ અને માત્ર અમારા લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તેવી શક્તિ આપ 
બીજા શબ્દોમાં કહીએ તો, અમને બુરાઈ તરફથી ભલાઇ તરફ લઈજા
યજુર્વેદ ૩૪.૧-૬ (શિવ સંકલ્પ મંત્રો – Shiva Sankalpa Mantras)
હે પ્રેમાળ ઈશ્વર! તારા આશીર્વાદથી મારી જાગૃત અવસ્થામાં મારું મન બધું જ જ્ઞાન ગ્રહણ કરવા માટે સક્ષમ બને. અને નિંદ્રા અવસ્થામાં પણ આમ જ થાય. તે આપેલું મારું મન હંમેશા પાપકર્મોથી દૂર રહે અને મનમાં હંમેશા શુદ્ધ વિચારો જ આવે. હું હંમેશા લોકોના કલ્યાણ માટે જ વિચારું અને કોઈનું પણ અહિત કરવાનો વિચાર મારા મનમાં ન આવે.  
હે સર્વજ્ઞાની, આ મન ધીરજવાન વિદ્વાનોને અને નેક લોકોને સત્કર્મો કરવા માટે અને દુષ્ટો સામે લડવા માટે સતત આગળ ધપાવતું રહે. આ મન અસાધારણ ક્ષમતા ધરાવે છે આથી તે બધા જ જીવોના કલ્યાણમાં હંમેશા ડૂબેલું રહે.આવું મન હંમેશા પાપકર્મોથી દૂર રહે અને શુદ્ધ અને માત્ર ઉમદા વિચારોની જ ઈચ્છા રાખે. 
આ મન અમને ઘણું મહત્વનું જ્ઞાન પ્રદાન કરે છે. તે આપણને સૌને પ્રકાશિત કરે છે અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. મનના સહકાર વગર કોઈપણ કાર્ય પૂર્ણ થતું નથી. આવું મન હંમેશા ઉમદા વિચારોમાં જ ડૂબેલું રહે અને અહિત કરનારા વિચારોથી દૂર રહે. 
ગીઓ મન દ્વારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણી શકે છે. આ મન ઈશ્વર સાથે સુસંગત થવામાં અને સર્વોત્તમ જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. આ મન, પાંચ ઇન્દ્રીઓ, આત્મા અને બુદ્ધિની સાથે મળીને સત્કર્મો કરે છે. આવું મન હંમેશા શુદ્ધ રહે અને લોક કલ્યાણ માટે કામ કરતું રહે.  
ચાર વેદોનું (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) જ્ઞાન મનમાં એવી જ રીતે રહે કે જેવી રીતે પૈડાનાં આરા પૈડા સાથે જોડાયેલા રહે છે. આ મન એ ઈશ્વરના અસ્તિત્વની સાબિતી છે. આ ઈશ્વર મનની અંદર અને આજુબાજુ રહેલો છે. મારું મન ઉમદા કર્યો કરવા માટે સદા સમર્પિત રહે કે જેથી કરીને હું અજ્ઞાનતા દૂર કરીને મારામાં રહેલા વેદોના જ્ઞાનને શોધી શકું.  
જેમ રથનો સારથી દોરડા વડે ઘોડા પર નિયંત્રણ રાખે છે તેમ મન મનુષ્યના કર્મો પર નિયંત્રણ રાખે છે. આ મન ખુબ જ ઝડપી છે અને હંમેશા મારી સાથે જ રહે છે. આ મન હંમેશા ઉમદા વિચારોમા અને કર્મોમાં જ ડૂબ્યું રહે અને પાપકર્મ કદી ન કરે.
યજુર્વેદ ૪૦.૧૬
હે  આનંદ પ્રદાન કરનારા, આત્મ-પ્રકાશિત, સર્વજ્ઞ ઈશ્વર, અમને સાચી બુદ્ધિ પ્રદાન કર. તું અમને પાપકર્મોથી દૂર લઇ જા. અમારા વિચારો, વાણી અને કર્મોની શુદ્ધિ માટે અમે તને વારંવાર પ્રાર્થના કરીએ છીએ. 
યજુર્વેદ ૧૬.૧૫
ઓ રુદ્ર (જે દુરાચારી લોકોને રુદન અને પીંડા આપે છે)! અમોને માર્ગદર્શન આપ કે જેથી અમે અમારાથી નાના, અમારા વડીલો, અમારા માતા-પિતા, ગર્ભમાં રહેલ જીવ, અમારા પ્રિયજનો કે પછી કોઈપણ નિર્દોષ જીવોને કોઈપણ પ્રકારનું નુકશાન ન પહોચાડીએ. જે માર્ગ પર ચાલવાથી અમે તારી સજાના હકદાર બનીએ એવા બધા જ માર્ગોથી અમને તુ દૂર રાખજે.  
સત્પથ બ્રાહ્મણ(Shatpath Brahman )૧૪.૩.૧.૩૦
અમે અસત્યનો માર્ગ ત્યજીને સત્ય તરફ આગળ વધીએ. અમે અંધકારનો માર્ગ ત્યજીને તેજ તરફ આગળ વધીએ. અમે મૃત્યુનો માગ ત્યજીને મોક્ષરૂપી અમરત્વ મેળવવીએ. હે ઈશ્વર, અમને માર્ગદર્શન આપ!
યજુર્વેદ ૨.૧૦
હે સંપન્ન ઈશ્વર! મને સ્વસ્થ શરીરમાં, સ્વસ્થ ઇન્દ્રીઓમાં અને સ્વસ્થ મનમાં સ્થિર કરી સારી ટેવો પ્રદાન કર. અમને અમારું રાષ્ટ્ર શક્તિશાળી, મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં મદદ કર. અમારી શુભેચ્છાઓ હકીકતમાં પરીણમે અને અમે હંમેશા સત્કર્મો કરીએ. અમે શક્તિશાળી ચક્રવર્તી રાજ સ્થાપિત કરીએ અને ન્યાયી શાસનની સ્થાપના કરીએ. અમે ભ્રષ્ટાચાર, કપટ, બેઇમાની જેવી શક્તિઓ કે જે અમારા દેશને આફતમાં મુકે છે તેની સામે લડી શકીએ. 
ઋગ્વેદ ૧.૩૯.૨
અમે સશકત અને દૃઢ મનોબળવાળા રહીએ. અમારા શસ્ત્રો હંમેશા કાર્યક્ષમ સ્થિતિમાં ઉપલબ્ધ રહે. અમારા શસ્ત્રો અને અમારી શક્તિ નિર્દોષ લોકોને હાની પહોંચાડતી એવા બધી જ શક્તિઓને હરાવી શકે અને તેઓની લશ્કરી તાકાતોને રોકી શકે. અમારી શક્તિ, શુરવીરતા અને બહાદુરી અમને એક સર્વોપરિ, શક્તિશાળી, સમૃદ્ધ અને ન્યાયી દેશ સ્થાપવામાં મદદ કરે કે જેથી અમે ભ્રષ્ટાચાર, કપટ, દગાબાજી જેવી બીજી શક્તિઓને પરાજિત કરી શકીએ. પરંતુ આ પ્રાર્થના ત્યારે જ સાર્થક થઇ શકે કે જયારે આપણે સત્ય, ન્યાય, નેકી અને દયાના માર્ગ પર ચાલતા હોઈએ. જે લોકો આવી પ્રાર્થનાની સાર્થકતાની આશા રાખે છે પણ જો તેઓ ખોટા, અન્યાયી, કપટી અને દગાબાજ હોય તો તેઓને ખુબ જ મોટી હારનો સામનો કરવો પડે છે. આથી આપણે હંમેશા સત્કર્મો જ કરતા રહેવું જોઈએ. 
યજુર્વેદ ૩૮.૧૪
આપણે હંમેશા સત્કર્મો જ કરીએ. યોગ્ય આહારથી આપણું શરીર હંમેશા તંદુરસ્ત અને મજબૂત રહે. આપણે કઠોર પ્રયત્ન કરતા રહીએ. આપણે વેદોનું જ્ઞાન સમજી શકીએ અને તે જ્ઞાનને આપણા જીવનમાં ઉતારી લાભ મેળવી શકીએ. બ્રાહ્મણો (વિદ્વાનો) આપણને સાચું જ્ઞાન આપે. ક્ષત્રીયો (યોધ્ધાઓ) શક્તિશાળી દેશની સ્થાપના કરે અને દેશની બહાર અને દેશની અંદર રહેલી કપટી શક્તિઓનો નાશ કરે. આપણી પાસે એવા નિષ્ણાતો હોય કે જેઓ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને આગળ વધારે અને વિમાન, વાહનો, યંત્રો અને અન્ય ઉપયોગી એવા ઉપકરણોને વિકસાવવામાં મદદ કરે. આપણે હંમેશા ન્યાયનો રસ્તો જ અનુસરીએ. કોઈની અંદર વેર કે શત્રુતા ન રહે. આપણો દેશ શક્તિશાળી અને સમૃદ્ધ બને અને આપણે સદાચારી રહીએ.
યજુર્વેદ ૧૮.૨૯
આપણે આપણું જીવન, જીવન શક્તિ, આપણી આત્મા, આપણી ઇન્દ્રીઓ, આપણા કર્મો, આપણું સુખ, આપણું જ્ઞાન અને તેજ, આપણા કર્મોના ફળ, આપણી કીર્તિ, આપણી નાની મોટી દરેક સિદ્ધિ, આ બધુ જ ઈશ્વરને સમર્પિત કરીએ. એ ઈશ્વર કે જે આપણો માતા, પિતા, મિત્ર અને ગુરુ છે. કારણકે આપણી પાસે જે કંઈપણ છે તેનો સ્ત્રોત ઈશ્વર જ છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણા વિચારો અને કર્મોનો માત્ર એક જ ઉદેશ છે – ઈશ્વર પ્રાપ્તિ! ઈશ્વરને સમર્પણ એ જ આપણા જીવનનો મંત્ર છે.  
આપણે ઈશ્વરને આપણો શાસક માનીએ અને બીજા કોઈપણ રાજવંશ કે વ્યક્તિને આપણો શાસક માનવાનો અસ્વીકાર કરીએ. આપણે તેણે બનાવેલા નિયમોને અનુસરીએ અને ઈશ્વરના નિયમની વિરુદ્ધ જતા કોઈપણ માનવનિર્મિત નિયમને ન માનીએ. આપણે ભેગા થઇ એવી શક્તિઓનો નાશ કરીએ કે જે ઈશ્વરના નહિ પણ આવા લોકોએ બનાવેલા નિયમોને અનુસરવા માટે આપણને દબાણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે હંમેશા હળીમળીને રહીએ, ક્યારેય એકબીજા સાથે લડીએ નહિ અને વિચાર, વાણી અને કર્મોમાં હંમેશા સત્યનું અનુસરણ કરીએ.  
આપણે બીજા કોઈ અક્ષમ કે ધૂની વ્યક્તિ કે વર્ગોથી નહિ પરંતુ માત્ર ઈશ્વરથી જ માર્ગદર્શન મેળવતા રહીએ.
પ્રશ્ન: ઉપાસનાનો અર્થ શું છે?
ઉપાસના એટલેકે ઈશ્વરની વધારે નજીક આવવું. બીજા શબ્દોમાં કહીએ તો, ઉપાસના એટલે ઈશ્વરને વધારે સમજવા માટે કરવામાં આવતા પ્રયત્નો કે જેથી આપણે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે વિચારી શકીએ, બોલી શકીએ અને કાર્ય કરી શકીએ. 
આથી, ઈશ્વરની નજીક આવવા માટે અને તને અનુભવવા માટે કરવા જેવી બધી જ જરૂરી ક્રિયાઓ ઉપાસના કહેવાય છે.
જેઓ એ અજ્ઞાનતાના બધા જ બીજ બાળી નાંખ્યા છે અને જેઓ ઉપાસનાથી ઈશ્વરની નજીક આવી ગયા છે તેઓ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવા સુખ અને આનંદનો અનુભવ કરે છે.
પ્રશ્ન: ઉપાસના કરવાના તબક્કાઓ કયા છે?  
આ એક બહુ ઊંડો વિષય છે અને યોગ દર્શન(Yoga Darshan)નો આધાર છે. આપણે અહીં આ વિષય પર ટુંકી વિગત આપીશું અને વધારે વિસ્તૃત માહિતી ભવિષ્યમાં ક્યારેક આપીશું.
ઉપાસનાના પ્રથમ તબક્કામાં નીચે દર્શાવેલી ક્રિયા સૌ પ્રથમ કરવી જોઈએ.
એ વાતની નોંધ લો કે ઉપાસનાનો બીજા તબક્કા અને પદ્ધતિઓ ત્યારે જ સાર્થક નીવડશે કે જયારે આપણે આ પ્રથમ તબક્કા માટે પુરતો પ્રયત્ન કરીએ. ઉપસનાના પ્રથમ તબક્કાના બે ભાગ છે.
યમ (Yam)
અહિંસા(Non-violence)- કોઈની સાથે તિરસ્કાર કે દ્વેષનો ભાવ ન રાખતા બધા સાથે પ્રેમપૂર્વક વ્યહવાર કરવો
સત્ય(Truth) – મન, વચન અને કર્મથી સત્યનું આચરણ કરવું અને અસત્યનો અસ્વીકાર કરવો  
અસ્તેય (Non-Stealing) – વસ્તુના માલિકની અનુમતિ વિના તે વસ્તુ લેવી નહિ  
અપરિગ્રહ (removal of unnecessary thoughts and things) – બિન ઉપયોગી વસ્તુઓ અને વિચારોનો સંગ્રહ ન કરવો. ખોટા અહંનો ત્યાગ કરવો
આત્મસંયમ (Self-control)- મન અને ઇન્દ્રીઓ પર કાબુ રાખવો અને ઈશ્વરની ઉપાસના કરવી
નિયમ (Niyam)
શુદ્ધિ (Purity of thought and mind) – વિચાર અને મનની શુધ્ધતા (આંતરિક શુદ્ધિ) અને વસ્ત્રો, સ્થાન, પાત્ર, શરીર વગેરેની શુદ્ધિ (બાહ્ય શુદ્ધિ)
આત્મસંતોષ (Self-satisfaction) – જ્ઞાન અને બળના પુરા ઉપયોગથી કર્મો કર્યા પછી બદલામાં જેટલું પણ ધન, માન, જ્ઞાન કે આનંદ મળે તેનાથી સંતોષ માનવો
તપ (Putting greatest efforts) – ધર્મ આચરણ અને ઈશ્વર પ્રાપ્તિ માટે સુખ-દુ:ખ, માન-અપમાન, લાભ-ગેરલાભ વગેરેને પ્રસન્નતાપૂર્વક સહન કરવા 
સ્વાધ્યાય (Self-Education) – મોક્ષ પ્રાપ્તિ માટે વેદોનો અભ્યાસ કરવો, મંત્રો જાપ કરવા અને ઈશ્વરનું ચિંતન કરવું એ સ્વાધ્યાય કહેવાય   
ઈશ્વર પ્રણીધાન( use of your body, mind, knowledge etc..to achieve Ishwar) – શરીર, બુદ્ધિ, વિદ્યા વગેરે ઈશ્વરે આપેલા સાધનોનો ઈશ્વર પ્રાપ્તિ માટે ઉપયોગ કરવો
જયારે આ મૂળ પ્રક્રિયા સમજાય જાય ત્યારે આપણે ખરી યોગશાળામાં દાખલ થયા છે એમ કહી શકાય.
એ વાતની પણ નોંધ લો કે એવું જરૂરી નથી કે તમે આ પ્રથમ તબક્કામાં જણાવેલી બધી ક્રિયાઓમાં નિષ્ણાંત થયા પછી જ ઉપાસનાનો બીજો તબક્કો શરું કરી શકો. કારણકે પ્રથમ તબક્કમાં જણાવેલી બધી જ રીતો આખી ઉપાસના પ્રક્રિયાનો સાર છે. આથી ઉપાસનાના બીજા તબક્કામાં જતા પહેલા તમને ઓછામાં ઓછુ પહેલા તબક્કામાં જણાવેલી બધી જ રીતોનું જ્ઞાન હોવું જોઈએ અને તમે આ રીતોનું પ્રમાણીકતાથી આચરણ કરવાનો પ્રયત્ન કરતા હોવા જોઈએ. તમને કદાચ આમાં અસફળતા પણ મળે પરંતુ તમારે વધારે મક્કમતાથી આ યમ અને નિયમની રીતોના નિષ્ણાંત બનવું જોઈએ.  
આપણે બીજા તબક્કાની ચર્ચા ફરી ક્યારેક ઊંડાણમાં કરીશું.
પ્રશ્ન: આપણે ઉપાસના કેવી રીતે કરવી જોઈએ?
જે કોઈપણ ઉપાસના કરવા માંગે તેણે નીચેની પ્રક્રિયા ક્રમાનુસાર કરવી જોઈએ.  
૧. એકાંત અને શાંત સ્થાન શોધવું  
૨. આ સ્થાને સ્થિર સ્થિતિમાં બેસવું  
૩. પ્રાણાયમ કરવું (મનની અસ્થિરતા રોકવા માટે શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયંત્રણ)
 (એ વાતનું ધ્યાન રાખો કે આજકાલ રામદેવ બાબા દ્વારા પ્રચલિત એવા યોગા માત્ર એક શારીરિક કસરત જ છે અને તેનો સાચા યોગ સાથે કશોજ સબંધ નથી. ખરું પ્રાણાયમ શીખવા માટે સત્યાર્થ પ્રકાશનું બીજું પ્રકરણ વાંચો.) 
૪. મનને બાહ્ય ખલેલમાંથી મુક્ત કરી ધ્યાન કેન્દ્રિત કરવા માટે પેટનો મધ્ય ભાગ, ગળું, પીઠ, માથું, પાસળીઓનો મધ્ય ભાગ વગેરે જેવા શરીરના કોઈપણ એક ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવુ. 
૫. ઈશ્વર અને ઈશ્વર સાથેના આપણા સબંધ પર ચિંતન કે મનન શરું કરવુ. ધીરેધીરે તમે ઈશ્વર સાથે લાગણીથી જોડાશો અને તેના આનંદમાં ડૂબી જશો. તમારી આજુબાજુની દુનિયાને ભૂલી જાઓ. જો મનમાં વિચારો આવે તો તેમની એવી રીતે અવગણના કરો કે જેમ તમે સુંદર સંગીત સાંભળતી વખતે કોઈ મચ્છરના ગણગણાંટની અવગણના કરો છો.  
૬. તમારા મનના ખરાબ વિચારો અને તમારી નબળાઇઓને દૂર કરવાનો સંકલ્પ કરો અને તમારી જાતને હમણાં જશુદ્ધ બનાવો.
પ્રશ્ન: ઉપાસના કરવાના લાભ શું છે?

આપણે આ લેખની શરૂઆતમાં જ ઉપસના કરવાના કેટલાક લાભ જણાવી દીધા છે તેમ છતાં નીચે કેટલાક વધારે લાભ જણાવવામાં આવ્યા છે.

૧. જે કોઈપણ ઉપાસના કરે છે તેના મનની શુદ્ધિ ઝડપથી થાય છે. અને તે સત્યને સમર્પિત બને છે. હવે જયારે સત્ય = આનંદછે આથી તે બીજા લોકોની સરખામણીમાં જીવનનો વધુ આનંદ માણે છે.

૨. ધીરે ધીરે આ સત્ય = આનંદ મુક્તિ તરફ લઇ જાય છે કે જે અવસ્થામાં કોઈપણ પ્રકારનું દુ:ખ કે પીડા હોતા નથી. આ અવસ્થાથી વધારે સારી પામવા જેવી બીજી કોઈપણ અવસ્થા નથી.
૩. જે ૨૪-૭-૩૬૫ ઈશ્વરને સમર્પિત રહે છે તે જીવનમાં વધારે અને વધારે સુખ અને આનંદ પામે છે. તે ઉપાસના ન કરનારાઓની સરખામણીમાં વધારે સક્ષમ, સચેત, ઉત્સાહી અને સફળ બને છે. 
૪. ટુંકમાં, ઉપાસના વ્યક્તિને ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખુબ જ સફળ બનાવે છે. કારણકે ઈશ્વર જ ભૌતિક અને આધ્યાત્મિક સુખનો સ્ત્રોત છે!
૫. જેમ ઠંડીથી થર-થર ધ્રુજતો કોઈ વ્યક્તિ આગ પાસે જવાથી આરામ અનુભવે છે તેમ, ઈશ્વર પાસે જવાથી, આત્મા શુદ્ધ થાય છે અને તેનો સ્વભાવ, કર્મો અને વર્તન ઈશ્વરની સાથે સુમેળમાં રહે છે અને આથી તે અત્યંત આનંદ અને શુધ્ધતા મેળવે છે.
૬. ઈશ્વરની ઉપાસના કરવાથી વ્યક્તિની ઈચ્છા શક્તિ એટલી શક્તિશાળી બને છે કે તે જીવનમાં બીજા માટે અશક્ય લાગતી એવી મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકે છે. જીવનમાં આવતી ગમે તેટલી મોટી મુશ્કેલીઓમાં પણ તે શાંત ચિત્ત રહીને આ મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર આવી શકે છે. મનુષ્યના જીવનમાં આનાથી વધારે અદ્દભુત બીજું શું હોય શકે!
૭. જે ઈશ્વરની પૂજા નથી કરતો એ તદ્દન મૂર્ખ અને સ્વાર્થી છે. કારણકે જે ઈશ્વર આ વિશ્વનું સર્જન કરીને આપણને આશરો  આપીને અસાધારણ સુખ પ્રદાન કરે છે તે ઈશ્વરને આવા લોકો સિવાય કોઈપણ અવગણી ન શકે.
જરા વિચારો કે આવા કૃતજ્ઞ ન હોય તેવા, સ્વાર્થી અને મૂર્ખ વ્યક્તિઓ સાથે આપણે કેવો વ્યહવાર કરવો જોઈએ કે જેઓ પોતાના માતા-પિતાનું પણ માન જાળવતા નથી.  
ટૂંકમાં વૈદિક ઈશ્વરની મહત્તાનો આ સાર છે.
આપણે પૃથ્વીવાસીઓ, આપણા હૃદયમાં સર્વસંમતિ રાખી અને સહઅસ્તિત્વ જાળવી આ સુખમય ઈશ્વરની સતત પૂજા કરીએ.
યજુર્વેદ ૩૦.૩:
હે ઈશ્વર! તું અમને તેજ અને આનંદ પ્રદાન કરે છે. તું સમગ્ર વિશ્વની રચના અને સંચાલન કરે છે. તું અમોને દુ:ખ અને દુ:ખ પેદા કરતી એવી બધી જ ખરાબ ઇચ્છાઓથી દૂર રાખજે. અને જે બધા માટે નેક અને લાભદાયી હોય તેના તરફ લઇ જા. અમારું મન શુદ્ધ રહે અને ખરાબ વિચારોથી દૂર રહે. અમે તારા માર્ગદર્શન પ્રમાણે અમારા પ્રયત્નોથી ન્યાયી અને શક્તિશાળી દેશ, તંદુરસ્ત શરીર જેવા ભૌતિક આનંદ અને મુક્તિ જેવો આધ્યાત્મિક આનંદ મેળવીએ.     

ॐ શાંતિ શાંતિ શાંતિ