સામગ્રી -
લીલાં વઢવાણી મરચાં – ૨૦ નંગ
સમારેલી કોથમી૨ - ૨ ચમચા
મેથી – ૧ ચમચો
વરિયાળી – ૧ ચમચી
મીઠું – ૩ ચમચી
હળદર- અડધી ચમચી
વિનેગર – ૧ ચમચો
તેલ – ૨ ચમચા
સરસિયું – જરૂર પ્રમાણે
રીત – મરચાંને સારી રીતે ધોઈને સ્વચ્છ કાપડથી લૂછી લો. તેમાં લંબાઈમાં કાપ મૂકો. હવે સમારેલી કોથમીર, મેથી અને વરિયાળીને મિકસરમાં એક સાથે અધકચરા ક્રશ કરી લો. તેલ ગરમ કરી તેમાં બધી કોરી સામગ્રી નાખીને મિકસ કરો. તેંમાં વિનેગર ભેળવો. હવે આ મિશ્રણને મરચામાં ભરો. તેને કાચની બરણીમાં ભરીને આ બરણીને એક દિવસ માટે તડકામાં મૂકો. આ અથાણું ફ્રીજમાં લગભગ એક મહિના સુધી સારું રહે છે.
નોંધ- જો તમારે આખા મરચાં ન ભરવા હોય તો તેના પા ઈંચના ટુકડા કરી તેમાં મસાલેા ભરીને પણઅથાણું બનાવી શકો.