Well come My friends to my Page

Saturday, March 8, 2014

ચાણક્ય નીતિઃ સ્ત્રી અને પુરુષના દરેક ખોટા કાર્યોની સજા કોને મળે?


ચાણક્ય નીતિઃ સ્ત્રી અને પુરુષના દરેક ખોટા કાર્યોની સજા કોને મળે?
લગ્ન બાદ પતિ અને પત્નીના જીવન એક બીજાથી અલગ નથી રહેતા.પતિના કાર્યોની અસર પત્નીના જીવન પર પડે છે અને પત્નીના કર્મોની અસર પતિના જીવન પર પડે છે.આ જ કરણે પતિ અને પત્ની બંને ઘણા પ્રકારની સાવધાની રાખવી પડે છે.આચાર્ય ચાણકયએ ઘણી એવી પરિસ્થિતિ અંગે જણાવ્યુ છે કે પત્નીના કાર્યોની અસર પતિના જીવન પર પડે છે.
ચાણકય કહે છે કે-
राजा राष्ट्रकृतं पापं राज्ञ: पापं पुरोहित:।
भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस्तथा।।

ચાણકયએ આ શ્લોકમાં જણાવ્યું છે કે કોઈ વ્યકિતના પાપનું ફળ કોઈ બીજાને ભોગવવું પડે છે. જો કોઈ રાજય કે દેશની જનતા કોઈ ખોટું કામ કરે છે તો તેનું ફળ શાસન કે તે દેશના રાજાને ભોગવવું પડે છે.જ્યારે રાજા પોતાના રાજ્યનું યોગ્ય પાલન નથી કરતો પોતાના કર્તવ્ય પૂરાં નથી કરતો ત્યારે રાજ્યની જનતા વિરોધી થઈ જાય છે અને તે ખોટાં કાર્યો તરફ જાય છે. આવી સ્થિતિમાં રાજા જ જનતા દ્વારા કરવામાં આવેલ ખોટા કામ માટે જવાબદાર હોય છે.
જ્યારે શાસનમાં મંત્રી કે પુરોહિત અથવા સલાહકાર પોતાના કર્તવ્યને યોગ્ય રીતે પુરાં નથી કરતા અને રાજા સાચા ખોટા કાર્યોની જાણકારી ન આપે તો તે ઉચિત સલાહ નથી આપી શકતો અને જેને કારણે રાજાના ખોટા કાર્યો માટે જવાબદાર પુરોહિત વગેરે બને છે. પુરોહિતનું કર્તવ્ય છે કે રાજાને સાચી સલાહ આપવી એન ખોટા કાર્યો કરતા રોકવા.

આચાર્ય કહે છે કે લગ્ન બાદ જો કોઈ પત્ની ખોટા કાર્યો કરે છે, સાસરીયામાં કોઈનું ધ્યાન નથી રાખતી,પોતાના કર્તવ્યોનું પાલન યોગ્ય નથી કરતી તો તેવા કાર્યોની સજા પતિને ભોગવવી પડે છે. આ જ રીતે જો કોઈ પતિ ખોટા કામ કરે તો તેની અસર પત્નીને થાય છે.
આ નીતિના અંતમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ શિષ્ય આધાર્મિક કાર્યોમાં લિપ્ત થઈ જાય તો તેનું ખરાબ ફળ ગુરુએ ભોગવવું પડે છે. ગુરુનું કર્તવ્ય છે કે શિષ્યને ખોટા રસ્તે જતા રોકવા અને સાચા કાર્યો માટે પ્રેરણા આપવી. જો ગુરુ આમ નથી કરતા અને શિષ્ય ખોટા માર્ગો વળી જાય છે જેનો દોષ ગુરુને પણ લાગે છે.





કેવી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ અને કેવી કન્યા સાથે લગ્ન કરવા જોઈએ તે અંગે આચાર્ય ચાણકય કહે છે કે-
वरयेत् कुलजां प्राज्ञो विरूपामपि कन्यकाम।
              रूपशीलां न नीचस्य विवाह: सदृशे कुले।।

સમજદાર મનુષ્ય એ છે કે જેણે લગ્ન માટે નારીની બાહ્ય સુંદરતાને ન જોઈ મનની સુંદરતાને મહત્વ આપ્યુ હોય. જો કોઈ ઉચ્ચ કુળની કે સારા પરિવારની કુરૂપ કન્યા સુંસ્કારી હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ.જ્યારે કોઈ સુંદર કન્યા જો સંસ્કારી ન હોય,અધાર્મિક હોય,નીચ કુળની હોય અથવા જેનો પરિવાર સારો ન હોય,જેનુ ચરિત્ર સારુ ન હોય તેવી સ્થિતિમાં તે કન્યા સાથે લગ્ન ન કરવા જોઈએ.વિવાહ હંમેશા સમાન કુળની કન્યા સાથે કરવા શુભ માનવામાં આવે છે.

આચાર્ય ચાણકય દ્વારા કહેવામાં આવેલી ચાણકય નીતિઓ આજે પણ આપણા માટે ઘણી કારગર છે. આ નીતિઓથી દરેક સમસ્યા દૂર કરી લક્ષ્ય સુધી પહોચી શકાય છે.તમામ નીતિઓમાં ચાણકયએ સ્ત્રી-પુરુષ વિશે પણ અનેક વાતો કહી છે.
बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली।
रूप-यौवन-माधुर्यं स्त्रीणां बलमनुत्तमम।।
કોઈ પણ રાજાની શક્તિ તેનુ સ્વંય બાહુબળ છે.બ્રાહ્મણોની તાકાત તેમનુ જ્ઞાન છે.સ્ત્રીઓની તાકાત તેમનુ સૌંદર્ય,યૌવન અને તેમની મીઠી વાણી છે.
अनल विप्र गुरु धेनु पुनि, कन्या कुंवारी देत।
बालक के अरु वृद्ध के, पग न लगावहु येत।।
અગ્નિ,ગુરૂ,બ્રાહ્મણ,ગૌ,કુમારી કન્યા,વૃધ્ધ અને બાળક આ સાતને કયારેય આપણો પગ ન અડાડવો જોઈએ. શાસ્ત્રમાં આ સાત વસ્તુને પગ સ્પર્શ કરવાની મનાઈ છે.
द्वारपाल, सेवक, पथिक, समय क्षुधातुर पाय।
भंडारी विद्यारथी, सोवत सात जगाय।।
દ્વારપાલ,નોકર,રાહદારી,ભુખી વ્યકિત,ભંડારી,વિદ્યાર્થી અને ડરેલી વ્યકિતને ઉંઘમાંથી તુરંત જગાડી દેવી જોઈએ.




કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આપણે પોતાની જાતને આટલા સવાલ પૂછી લેવા જોઈએ.આ ત્રણ સવાલ જ લક્ષ્ય પ્રાપ્તીમાં આવતી અડચણ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.આ સાથે કાર્યની સફળતા સુનિશ્ચિત કરો.ત્રણ પ્રશ્નો નીચે પ્રમાણે છે.
-હું આ શા માટે કરુ છુ?
-મારા દ્વારા કરવામાં આવતા આ કાર્યનુ પરિણામ શું હોઈ શકે?
-હું જે કાર્ય કરવા જઈ રહ્યો છુ તેમાં સફળ થઈ શકીશ ખરો?
આચાર્ય ચાણકય કહે છે કે-
लुब्धमर्थेन गृह्णीयात् स्तब्धमंजलिकर्मणा।
मूर्खं छन्दानुवृत्त्या च यथार्थत्वेन पण्डितम।।

જે વ્યકિત ધનની લાલચી હો તેના પૈસા આપી,ઘંમડી કે અભિમાની વ્યકિતને હાથ જોડી,મુર્ખને તેની વાત માની અને વિદ્વાન વ્યકિતને વશ કરી શકાય છે.
શારીરિક બીમારીઓનો ઉપચાર ઉચિત દવાઓથી કરી શકાય છે પણ માનસિક કે વૈચારિક બીમારીઓનો ઉપચાર કોઈ દવાથી શકય નથી.આ સંબંધમાં આચાર્ય ચાણકયને સૌથી મોટી બીમારી બતાવી છે લોભ.લોભ એટલે કે લાલચ.જે વ્યકિતના મનમાં લાલચ જાગે તે નિશ્ચિત જ પતન તરફ દોડવા લાગે છે.લાલચ એક એવી બીમારી છે જેનો ઈલાજ આસાનીથી નથી થઈ શકતો.આ જ કારણે આચાર્યએ આ વાત સૌથી મોટી બીમારી ગણાવી છે.








No comments: