ભારતની ધરતીને ઋષિ, મુનિ, સિદ્ધ અને દેવતાઓની જન્મભૂમિ કહેવામાં આવે છે. તે લોકોએ પોતાના સંશોધનો દ્વારા એવા એવા આવિષ્કાર આપ્યા છે કે તેના વિલક્ષણ જ્ઞાન આગળ આધુનિક વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય છે. ઘણાં ઋષિમુનિઓએ વેદોની મંત્ર શક્તિને કઠોર યોગ તથા તપબળથી સિદ્ધ કરીને એવા અદ્દભૂત કામ કર્યા છે કે તેની સામે મહાબળવાન રાજાઓએ પણ નમવું પડ્યું છે.
ભારદ્વાજ –
આદુનિક વિજ્ઞાન અનુસાર રાઈટબંધુઓએ વિમાનની શોધ કરી. એ રીતે હિન્દુ ધર્મ માન્યતાઓ અનુસાર વર્ષો પહેલા ઋષિ ભારદ્વાજે વાયુશાસ્ત્ર દ્વારા વિમાન દ્વારા એક ગ્રહથી બીજા ગ્રહ તથા એક દુનિયામાંથી બીજી દુનિયામાં લઈ જવાનું જવાનું રહસ્ય જાણતા હતા. આ રીતે ભાટરદ્વાજે વાયુયાન – વિમાનની શોધ કરેલી એવું માનવામાં આવે છે.
મહર્ષિ દધીચિ –
મહાતપોબલિ અને શિવભક્ત ઋષિ હતા. તે સંસાર માટે કલ્યાણ તથા ત્યાગની ભાવના રાખી વૃત્તાસુરનો નાશ કરવામાં પોતાના હાડકાંનું દાન કર્યું હતું. તેમાંથી ઈન્દ્રનું વજ્ર બનાવવામાં આવ્યું હતું. એવું શસ્ત્ર કે તેને હાથમાંથી છોડી દેવામાં આવે તો તે શત્રુને મારી-ભસ્મ કરીને પાછું ઈન્દ્રના હાથમાં આવી જતું આજે તેના જેવું જ શસ્ત્ર રોકેટ લોન્ટચર અને મિસાઈલના રૂપમાં જોઈ શકીએ છીએ.
ભાષ્કરાચાર્ય –
આધુનિક યુગમાં ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિની શોધનો શ્રેય ન્યૂટનને આપીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ગુરુત્વાકર્ષણનું રહસ્ય ન્યૂટનથી પણ ઘણાં વર્ષો પહેલા ભાષ્કરાચાર્યએ આ રહસ્યના સિદ્ધાંતો આપેલા હતાં. ભાષ્કરાચાર્યએ પોતાના ‘સિદ્ધાંતશિરોમણિ’ ગ્રંથમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વિશે લખ્યું છે કે, ‘પૃથ્વી આકાશીય પદાર્થોને વિશિષ્ટ શક્તિથી પોતાની તરફ ખેંચે છે. આ કારણે સરળતાથી પદાર્થ પૃથ્વી પર પડે છે.’
આચાર્ય ચરક –
‘ચરક સંહિતા’ જેવા ઉપયોગી આયુર્વેદ ગ્રંથ રચનારા આચાર્ય ચરક આયુર્વેદ વિશેષજ્ઞ તથા ત્વાચા ચિકિત્સક માનવામાં આવે છે. આચાર્ય ચરકે શરીર વિજ્ઞાન, ગર્ભવિજ્ઞાન, ઔષધિવિજ્ઞાન વિશે ગહન શોધ કરી. આજે થનારી ડાયાબિટીસ, ચામડીના રોગ, એસિડિટી વગેરે જેવી બિમારીની દવા તેમણે આપી છે.
કપિલ ભગવાન –
વિષ્ણુભગવાનના અવતાર માનવામાં આવતા કર્દમ અને દેવહુતિના પુત્ર કપિલમુનિ સૌ પ્રથમ ગાયનેકોલોજીસ્ટ હતા. તેમણે રચેલી ગર્ભ સંહિતામાં સ્ત્રી અને પુરુષને કારણે બાળકોનો જન્મ કઈ રીતે થાય છે અને કઈ રીતે ગર્ભની રચના હોય છે એ બધું તેમણે સોનોગ્રાફિના જમાનામાં ન હોવા છતાં જણાવ્યું હતું અને જ્યારે વિજ્ઞાને તે બધું તેના વર્ણન પ્રમાણે જોયું ત્યારે સૌ પ્રથમ જર્મન મેડિકલ સાયન્સ કોલેજે તેમના આ ગ્રંથને ગાયનેકોલોજી માટે જરૂરી ગણાવ્યો હતો. કારણ કે આધુનિક વિજ્ઞાનની આંખથી દૂર એવું પાંચ મહિને જીવ કેમ એક માંસના લોચામાં પ્રવેશે છે તેનું વર્ણન પણ તેમણે કર્યું છે.
આચાર્ય કણાદ –
પરમાણુશાસ્ત્રના જનક માનવામાં આવે છે. આધુનિક જમાનાના અણુના જનક જોન ડાલ્ટનથી હજારો વર્ષો પહેલા આચાર્ય કણાદે આ વાત જણાવી હતી. જેમાં તેમણે એક અણુંમાં કેટલી શક્તિ રહેલી છે તેના વિશે વાત કરી છે.
પતંજલી –
આધુનિક દ્રષ્ટિએ જીવલેણ બીમારીઓમાં એક કેન્સરનો આજે ઉપચાર શક્ય નથી. પરંતું હજારો વર્ષો પહેલા જ ઋષિ પતંજલિએ કેન્સરને રોકનાર યોગશાસ્ત્ર રચીને કેન્સરનો ઉપચાર પણ શક્ય બનાવ્યો હતો.
શૌનક –
વૈદિક આચાર્ય અને ઋષિ શૌનકે ગુરુ-શિષ્ય પરંપરા તથા સંસ્કારોને એટલો ફેલાવ્યો કે તેને દસહજાર શિષ્યોના ગુરુકૂળ વાળા કુલપતિ હોવાનું ગૌરવ મળ્યું. શિષ્યોની આ સંખ્યા આધુનિક વિશ્વવિદ્યાલયની તુલનામાં પણ ઘણી વધારે છે.
મહર્ષિ સુશ્રુત –
શલ્યચિકિત્સા વિજ્ઞાન એટલે કે સર્જરીના જનક, દુનિયામાં સૌથી પહેલા સર્જન હતા. તેણે ‘સુશ્રુત સંહિતા’ લખી છે તેનો ઉપયોગ આજે પણ વિશ્વની મહાન મેડિકલ કોલોજોમાં થાય છે. ઓપરેશન કરવા માટેના 125થી વધારે શસ્ત્રો વિશે લખ્યું છે. 300થી વધારે ઓપરેશનના પ્રકારો તેમણે જણાવ્યા છે. આધુનિક વિજ્ઞાને ઓપરેશન પદ્ધતીની શોધ ચારસો વર્ષ પહેલા જ કરી છે. તેમાં જણાવાયું છે કે મોતીયો, પથરી, હાડકા વગેરેનું ઓપરેશન સુશ્રુત કરતા હતા.
વશિષ્ઠ –
વશિષ્ઠ ઋષિ
રાજા દશરથના કુલગુરુ હતા. દશરથના કુલગુરુ હતા. તેમની પાસે કામધેનું ગાય હતી, તે ગાય તેની ઈચ્છા પ્રમાણે તેને ફળ આપતી હતી. તેમનું બ્રહ્મજ્ઞાન એટલું હતું કે બ્રહ્મા સાથે જ્યારે ચડસાચડસીમાં ઉતર્યા ત્યારે બ્રહ્માએ એક પછી એક અન્ન ઉત્પન્ન કરતાં તેમણે એક દાણામાંથી ઘઉં અને ચોખા બનાવ્યા તો વશિષ્ઠે તેની સામે મકાઈના દાણા બનાવ્યા આમ અન્ન ઉગાડવાની પ્રણાલીના પ્રણેતા પણ તેમને કહી શકાય.
વિશ્વામિત્ર –
વિશ્વામિત્ર, ઋષિ બન્યા પહેલા ક્ષત્રિય હતા. પરંતુ ઋષિ વશિષ્ઠ પાસેથી કામધેનું માટટે યુદ્ધ પછી તે તપસ્વી બન્યા. તેમણે એક એવું અસ્ત્ર-શસ્ત્ર બનાવ્યું હતું જે દૂર-દૂર સુધી માત્ર સ્થળનંહ નામ બોલવાથી ત્યાં પડીને વિનાશ કરી શકે, તમને ખ્યાલ આવી જ ગયો હશે એ રીતે આજે મિસાઈલ કામ કરે છે. આ ઉપરાંત પણ એક સંશોધનાત્મક કામ તો એ કર્યું હતું કે આજે તમે સમાચાર સાંભળ્યા હશે કે સ્પેશ સેન્ટર અવકાશમાં ઉભા થયા છે લોકો ત્યાં રહી શકે છે અલબત્ત અત્યારે તો સંશોધન માટે પણ વિશ્વામિત્રએ ત્રિશંકુ નામના રાજા માટે આકાશમાં એક સ્વર્ગમહેલ ઉભો કર્યો હતો તે ખરેખર તો સ્પેશ સેન્ટરનું પણ એક રૂપ છે.
મહર્ષિ અગત્સ્ય –
વૈદિક માન્યતા અનુસાર મિત્ર અને વરુણ દેવતાઓનું દિવ્ય તેજ યજ્ઞકળશમાં મેળવીને તે કળશમાંથી જે ઋષિ પ્રગટ થયા તે મહર્ષિ અગત્સ્ય કહેવાયા. મહર્ષિ અગત્સ્ય ઘોર તપસ્વી હતા. તેના તપોબળથી જોડાયેલી એક કથા એવી છે કે જ્યારે સમુદ્રી રાક્ષસોથી દેવો તેમની પાસે સહાયતા આપે છે ત્યારે અગત્સ્ય સમુદ્રનું બધું પાણી પી લે છે. જેનાથી રાક્ષસોનો અંત આવે છે. આજે પણ શબમરીનથી જાસુસી થાય છે અને સામુદ્રિક ચાંચીયાઓનું અસ્તિત્વ છે પણ સમુદ્રનું પાણી પી શકે તેવું કોઈ વિજ્ઞાન હજુ આવ્યું નથી તેથી તે તમને ફિક્શન લાગશે પણ તે વિજ્ઞાને શોધવું બાકી રહ્યું છે.
ગર્ગમુનિ –
ગર્ગમુનિ નક્ષત્રની શોધ કરનાર હતા. એટલે કે ગ્રહોની દુનિયાના જાણકાર ગર્ગમુનિ જ હતા, જેમણે શ્રીકૃષ્ણ તથા અર્જુન વિશે નક્ષત્ર વિજ્ઞાનના આધાર પર જે કંઈ પણ જણાવ્યું હતું તે સાચું પડ્યું હતું. કૌરવો-પાંડવો વચ્ચેનું યુદ્ધ તેમની ભવિષ્યવાણી અનુસાર એસમયનું સૌથી વિનાશક યુદ્ધ રહ્યું હતું. તેની પાછળ ગર્ગઋષિ દ્વારા એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે યુદ્ધના પહેલા પક્ષમાં તિથિ ક્ષય હોવાથી તેરમા દિવસે અમાસ આવતી હતી. તેના બીજા પંદર દિવસમાં પણ તિથિક્ષય હતી. પૂનમ ચૌદ દિવસમાં આવી ગઈ હતી અને તે દિવસે ચંદ્રગ્રહણ હતા, આ ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ જોઈએ ગર્ગમુનિ દ્વારા કહેવામાં આવ્યું હતું.
બૌદ્ધાયન –
ભારતીય ત્રિકોણમિતિજ્ઞના રૂપમાં ઓળખાય છે. ઘણાં વર્ષો પહેલા અલગ-અલગ આકાર પ્રકારની યજ્ઞવેદી બનાવતા બૌદ્ધાયને ત્રઇકોણમિતિ રચના પદ્ધતિ શોધી કાઢેલી તેમણે સમકોણ, ક્ષેત્રફળ, સમભૂજ વગેરેની આકૃતિ અને તેની રચના વિશેની ગણતરી જણાવીને એક ગણીત રજૂ કર્યું હતું.
No comments:
Post a Comment