Well come My friends to my Page

Thursday, April 3, 2014

રાઈટ બંધુ પેહલા ભારતમાં વિમાનનો અવિસ્કાર થઇ ચુક્યો હતો !!!!

      હિંદુ ધર્મથી સબંધિત વિભિન્ન માન્યતાઓ અનુસાર આપણા દેવી દેવતાઓ , ઋષિ મુનીઓ વગેરે વિભિન્ન પ્રકારના વિમાનથી યાત્રાઓ કરતાં હતા જેમ કે રામાયણમાં પુષ્પક વિમાનનું વર્ણન આવે છે, મહાભારતમાં પણ શ્રી કૃષ્ણ ,જરાસંઘ વગેરેના વિમાનનું વર્ણન આવે છે આવી જ રીતે શ્રી મદ ભાગવતમાં પણ કર્દમ ઋષિની એક કથા આવે છે કે તપસ્યામાં લીન હોવાને કારણે તે તેમની પત્ની તરફ ધ્યાન આપી સકતા નથી પરંતુ થોડાક સમય પછી તેને સમજાયું અને ત્યાર પછી તેમની પત્ની ને તેમના વિમાન દ્વારા સંપૂર્ણ વિશ્વનું ભ્રમણ કરાવ્યું .....



આ તમામ પૌરાણિક ઘટનાઓ આપણને વિમાનનાં સંશોધન વિશેની માન્યતાઓ વિષે વિચારવા માટે મજબુર કરે છે.અને કોઈ પ્રયોગશીલ વ્યક્તિ આ વાતને કદાચ નહિ માને પણ આપણા ઋષિ મુનીઓ દ્વારા લિખિત ગ્રંથ  આ તમામ વાતો સાબિત કરે છે માટે પ્રાચીન ભારત વિમાન શાસ્ત્ર પર આ લેખ પ્રસ્તુત કરૂ છું..

 ભારતના ઋષિઓમાં વ્યાસ, આર્યભટ્ટ ,વશિષ્ઠ,વિશ્વામિત્ર,પરાશર,યાજ્ઞવલ્કય,જૈમિની,અત્રી,વત્સ,નારદ,ભારદ્વાજ,બાગ્ભટ્ટ,ચરક,સુશ્રુત વગેરેએ પોતાનાં દ્વારા લિખિત ગ્રંથોમાં વિશેષ વિજ્ઞાન નાં અવીસ્કારોની માહિતી  આપી છે .

પૂરી દુનિયા માં આજે કોઈ ને પૂછવામાં આવે કે સૌથી પહેલું હવાઈજહાજ કોને બનાવ્યું?ત્યારે આપને વિચાર્યા વગર એક નામ આપીએ છીએ કે રાઈટ બ્રધેર્સે બનાવ્યું અને તેના નામથી આ અવિસ્કાર દર્જ છે ૧૭-ડીસેમ્બરમાં ૧૯૦૩ માં અમેરિકાના સાઉથ કેરોલીનાના સમુન્દ્ર તટ પર રાઈટ બ્રધેર્સે સૌથી પહેલું હવાઈ જહાજ ઉડાડ્યું જે ૧૨૦ ફૂટ ઉડ્યું અને પછી પડી ગયું

અને અહીંથી હવાઈ જહાજ ની કહાની શરૂ થાય છે
તો આપણે આ વાત નાનપણથી સાંભળતા આવ્યા છીએ પરંતુ અત્યારે દસ્તાવેજ મળ્યા છે અને તે એ બતાવે છે કે ૧૯૦૩ થી કેટલાય વર્ષો પહેલા ઈ.સ ૧૮૯૫ માં આપણા દેશના એક મોટા વિમાન વૈજ્ઞાનીકે હવાઈ જહાજ બનાવ્યું અને મુંબઈની ચોપાટીનાં પર ઉડાડ્યું અને તે ૧૫૦૦ ફૂટ ઉપર ઉડ્યું અને આ જે ભારતીય વૈજ્ઞાનીકે કરામત કરી તે વૈજ્ઞાનિકનું નામ હતું શિવકર બાપુજી તળપદે તે મરાઠી વ્યક્તિ હતા જો તમે મુંબઈ થી પરિચિત છો તો એક નાનકડો પ્રદેશ છે જેને ચીરા બજાર કહે છે ત્યાં તેમનો જન્મ થયો અને અભ્યાસ કર્યો એક ગુરૂ નાં સાનિધ્યમાં રહીને સંસ્કૃત સાહિત્ય નું અધ્યન કર્યું.


આપણા દેશમાં વિમાન શાસ્ત્ર ના જે  સૌથી મહાન વૈજ્ઞાનિક  જે માનવામાં આવે છે તે છે મહર્ષિ ભારદ્વાજ.

મહર્ષિ ભારદ્વાજને વિમાન શાસ્ત્રની સૌથી પહેલી પુસ્તક લખી તે પુસ્તકના આધાર પર ઘણી બધી પુસ્તકો લખવામાં આવી વિમાન શાસ્ત્રની અને ભારતમાં જે પુસ્તક ઉપલબ્ધ છે તે સૌથી જૂની છે તે ૧૫૦૦ વર્ષ જૂની છે અને મહર્ષિ ભારદ્વાજ તો  તેનાથી પણ ઘણા વર્ષો પહેલા થઇ ગયા તો મહર્ષિ ભારદ્વાજે વિમાનશાસ્ત્ર પર સૌથી વધુ શોધ કરી આ જે શિવકર બાપુજી તલપદે હતા તેમના હાથમાં મહર્ષિ ભારદ્વાજની વિમાનશાસ્ત્ર પુસ્તક આવી ગઈ અતે તે પુસ્તકને તેમને વાચી અને અધ્યન કર્યું અને તે પુસ્તક વિષે તેમને કેટલીક અદભુત વાતો કરી છે એક વાત તેમને કરી કે આ પુસ્તકના  આઠ અધ્યાયમાં વિમાન બનાવવાની ટેકનોલોજીનું જ વર્ણન છે અને તે કહે છે કે આઠ અધ્યાયમાં ૧૦૦ ખંડ છે જેનામાં વિમાન બનાવવાની ટેકનોલોજીનું જ વર્ણન છે પછી આગળ તે કહે છે કે મહર્ષિ ભારદ્વાજે તેમની પુસ્તકમાં વિમાન બનાવવાના ૫૦૦ સિધ્ધાંત લખ્યા છે તમે આ વાતને ફરીથી સાંભળો એક વિમાન પર એક સંપૂર્ણ વિમાન તૈયાર થઇ જાય છે એટલેકે ૫૦૦ પ્રકારના વિમાન બનાવી શકાય છે દરેક સિધ્ધાંત પર.અને તે પુસ્તક વિષે તળપદેજી લખે છે કે આ ૫૦૦ સિદ્ધાંતના ૩૦૦૦ શ્લોક છે અને તે કહે છે કે તેમાં ૩૨ વિમાન બનાવવાની રીતનું વર્ણન છે એટલે કે એક વિમાન બનાવવાની ૩૨ રીતો છે આવી રીતે ૫૦૦ વિમાન બનાવવાની ૩૨ રીતો તે પુસ્તક માં છે વિચારતો કરો કેટલો મોટો ગ્રંથ હશે આ ગ્રંથને શિવકર બાપુજી તળપદેએ વાંચી અને અધ્યન કરી પરીક્ષણ કર્યા અને પરીક્ષણ કરતાં કરતાં ૧૮૯૫ માં તે સફળ થયા અને તેમને પેહલું વિમાન બનાવી લીધું અને તેમને ઉડાવી ને પણ બતાવ્યું અને તેમને જોવા માટે ભારતના મોટા મોટા વ્યક્તિ ગયા અને તે સમયે એક મહાન વ્યક્તિ હતા મહાદેવ ગોવિંદ રાનાડે જે અંગ્રેજી ન્યાય વ્યવસ્થામાં જજની પદવી પર કામ કરતાં હતા મુંબઈ હાઇકોર્ટમાં . રાનાડેજી ગયા તેમને જોવા ,વડોદરાના રાજા હતા ગાયકવાડ કરીને તે  ગયા તે વિમાનને જોવા માટે આમ હજારો લોકોની ઉપસ્થિતિમાં શિવકર બાપુજી તળપદેએ તેમનું વિમાન ઉડાવ્યું. અને આશ્ચર્યની વાત એ હતી કે તે વિમાનમાં તે પોતે બેઠા નથી વગર પાયલોટે ઉડાડ્યું અને તે વિમાનનું સફળ ઉતરાણ કર્યું અને તમામ લોકોએ બાપુજી ને ઉપર ઉચકી લીધા મહારાજ ગાયકવાડે તેમના માટે ઇનામની જાહેરાત કરી એક જાગીર તેમને આપવામાં આવિ તડપદે જી નું  કહેવું  હતું કે હું આવા કેટલાય વિમાન બનાવી શકું છું પણ મને આર્થીક મદદ જોઈએ છે ત્યારે કેટલાય લોકોએ તેમણે બહુ મદદ કરી હતી પણ તે સમયમાં
           તેમની સાથે એક વિશ્વાસઘાત થયો કે અંગ્રેજોની એક કંપની હતી રેલી બ્રધર્સ . તે આવી તેમની પાસે અને તળપદેજી ને કહયું કે આ જે વિમાન તમે બનાવ્યું છે તેમનું ડ્રોઈંગ અમને આપો ત્યારે તળપદેજી એ કહયું કે તેમનું કારણ બતાવો ત્યારે તેમણે કહયું કે અમે તમારી મદદ કરવા માંગીએ છીએ અને તમે જે વિમાન બનાવ્યું છે તેમણે અમે પૂરી દુનિયાની સામે લાવવા માંગીએ છીએ તમારી પાસે પૈસાની ખુબ મુશ્કેલી છે અમારી કંપની ઘણા પૈસા આ કામમાં લગાવી શકે છે માટે તમે અમારી સાથે સમજુતી કરી લો અને આ વિમાનની ડીઝાઈન અમને આપો ત્યારે તળપદેજી સીધા સાદા વ્યક્તિ હતા તેઓ સમજુતી માટે માની ગયા અતે સમજુતી કરી તે સમજુતીમાં રેલી બ્રધર્સ જે કંપની હતી તેમણે શું કર્યું તળપદેજી પાસેથી વિમાની ડ્રોઈંગ લઇ લીધું અને તેમણે લઈને આ કંપની લંડન ચાલી ગઈ અને લંડન ગયા પછી આ કંપની તળપદેજીને ભૂલી ગઈ ત્યારબાદ આ ડીઝાઈન અમેરિકા પહોચી ગઈ અને રાઈટ બ્રધર્સના હાથમાં આવી ગઈ અને રાઈટ બ્રધર્સે વિમાન બનાવી લીધું અને પૂરી દુનિયા માં વિમાનનો અવિસ્કાર પોતાનાં નામથી રજીસ્ટર કરવી લીધો અને તળપદેજી નું નામ દુનિયા ભૂલી ગઈ
        તળપદેજી ની ભૂલ શું હતી તેમણે ચાલાકી આવડતી ન હતી જ્ઞાન તો ખુબ હતું તેમની પાસે અને અંગ્રેજો અને અમેરિકા વાળા ને કંઈ જ નથી આવડતું માત્ર ચાલાકી જ આવડે છે તેમની પાસે ન જ્ઞાન છે અને ન તો  તેમની પાસે આધાર છે તેમણે એક જ ચીજ આવડે છે ચાલાકી ! ચાલાકીમાં તે નંબર વન છે ! જો દુનિયા માં કોઈની પાસે નવું કંઇક જોવા મળે તો તેમની પાસેથી લઇ લેવું અને પોતાનાં નામે પ્રકાશિત કરવું આ જ આવડે છે
આ થયું તળપદેજી ની સાથે તેમને ૧૮૯૫ માં બનાવેલું વિમાન પૂરી દુનિયા માં જણાવવામાં આવે છે કે ૧૭ ડીસેમ્બર ૧૯૦૩ માં વિમાન રાઈટ બ્રોધેર્સ બનાવ્યું જયારે વિમાન ભારતમાં તેનાથી ૮ વર્ષ પહેલા બની ચૂક્યું હતું
અને હવે આપણે આ વાત માટે લડાઈ કરવી પડશે યુરોપિયન લોકોથી અને આ અવિસ્કારતો અમારા નામે જ રજીસ્ટર થવો જોઈએ ..

No comments: