Well come My friends to my Page

Tuesday, March 11, 2014

ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણ દેવનું આગવું સ્થાન છે.


ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણ દેવનું આગવું સ્થાન છે. જે ત્રિદેવ તરીકે પૂજાય છે. આ ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રણ દેવની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવનો જન્મ કેવીરીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા તો તેનો જન્મ થયો કઈ રીતે
આ ત્રણ દેવ મુખ્ય છે જેમાં પુરાણ કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રોનં રટણ કરવું પડે છે. તો વળી, બ્રહ્માજીને પણ મનાવવા માટે ઘણું તપ કરવું પડે છે પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પુજા શ્રદ્ધા ભાવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે.
આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવે છે. જાણો ત્રિદેવના જન્મ સાથે જોડાયેલી વિજ્ઞાનની રસપ્રદ વાતો, જે ખોલશે અનેક રહસ્ય પરથી પડદો

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું. તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)
બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નિલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.





મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સોવર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બન્નેનો વાદ-વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બન્નેના જન્મની કથા કરી બન્નેને શાંત કર્યા.




બ્રહ્મા-વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો, બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર-નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા, આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય 6 થી 9માં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.
 આ વાંચીને પછી તમે સૃષ્ટિ ઉત્પત્તિ વિશે વિજ્ઞાન પાસે જઈને વાત મેળવશો તો તમને ખબર પડશે કે વિષ્ણુ એટલે સમગ્ર અવકાશ કે જેની નાભિ એટલે બ્લેકહોલ અને કમળ એટલે આપણી આકાશગંગા અને બ્રહ્મા એટલે આપણું સૂર્યમંડળ, રૂદ્ર એટલે વિનાશના કારક એવું હાઈડ્રોજન તત્વ જે હિલિયમમાં રૂપાંતર થઈ અને નાશનો કારક બનશે. આ ઉપરાંત પરાઅંબા એ આ સમગ્ર સૃષ્ટિનું શક્તિ તત્વ છે જેને આપણે વિજ્ઞાનના દ્રષ્ટિ કોણથી ઉર્જા કહી શકીએ છીએ, જે સ્ટિફન હોકિંગ્સના મતે અને દેવિભાગવતના મતે સ્પેશમાં રહેલ છે.
તમને પ્રશ્ન થશે કે તો પછી, શિવતત્વનો આ ત્રિદેવમાં સમાવેશ નથી થતો તો તેનો જવાબ છે કે રુદ્ર અને શિવ સુક્ષ્મતમ રીતે વિજ્ઞાનની નજરે અલગ પડે છે એટલા માટે કે રુદ્ર તેમાંથી અલગ પડે છે અને શિવતત્વ એટલે જ્યારે કયારેય ક્યાંય કશું ન હતું ત્યારે જે તત્વ હતું તે પરમ નિરાકાર તત્વ અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્રસૃષ્ટિનો સમય જેમાંથી છુટો પડ્યો છે તે મહાસમય જેને આપણે મહાકાળ કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ મુશ્કેલ પડ્યું ત્યારે આપણા ઋષીએ તે તત્વોના પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી ત્યારે આજે આપણે કહી શકીએ છીએ કે આ થીયરી તો આપણી પાસે પણ છે.





No comments: