Well come My friends to my Page

Showing posts with label આયુર્વેદ. Show all posts
Showing posts with label આયુર્વેદ. Show all posts

Saturday, January 4, 2014

રોજ કરો આ 9 સરળ કામ, દૂર રહેશે ટેન્શન


રોજ કરો આ 9 સરળ કામ, દૂર રહેશે ટેન્શન


શાસ્ત્રોની વાતો પર વિચાર કરો તો કળીયુગ એવો કાળ છે, જેમાં કામનાઓ તથા અપેક્ષાઓને કારણથી માણસને આંતરિક તાણ, અસંતોષ તથા અશાંતિ અને બહારથી શારીરિક સમસ્યાઓ હાવી થઈ જાય છે. તેનાથી કોઈ નિર્લેપ નથી રહી શકતું. પણ જીવનની સફળતા તથા સાર્થકતા ખરાબને સારો અને પ્રતિકૂળને અનુકૂળ બનાવી દે છે. કારણ છે કે શાસ્ત્ર વ્યવહાર અને સ્વભાવમાં આજીવન એવી વાતોને અપનાવી સમજ આપે છે, જેના દોષથી તમામ નિષ્ફળતા, દુઃખ કે વિઘ્નોનો સામનો કરવો પડે છે. પરંતુ અહં કે સ્વાર્થના કારણે વાતોને આપણે ધ્યાન આપતા નથી. 

પરિવાર કે કાર્યક્ષેત્રમાં બોસ બનીને કે પછી નાના પદ પર રહીને પણ તમે તમારા લક્ષ્યને મેળવવામાં નિષ્ફળ રહો છો. આવું થતું હોય તો હિન્દુધર્મગ્રંથમાં જણાવવામાં આવેલી 9 વાતો પર ખાસ ધ્યાન આપો. લખકવામાં આવ્યું છે કે

तमुवाच मुनिर्धीमान् दयाधर्मप्रपोषाणम्। निर्भयस्य समं दानं न भूतं न भविष्यति। 

अनर्हान् दण्डमादद्यादर्हपूजाफलं भजेत्। मित्रता गोद्विजे नित्यं समता दण्डनिग्रहे। 

सत्यता सुरपूजायां दमता गुरुपूजने। मृदुता दानसमये संतष्टिर्निन्द्यकर्मणि।। 

વાતોને સરળ રીતે સમજો તો નીચે લખેલી 9 વાતોને દરરોજ દિનચર્યામાં જરૂર અપનાવી લો. 

- દયાભવ રાખો. સારા, જરૂરીયાતો વાળા લોકોને સાથ આપો. 

-
ખોટા કામ તથા ખોટી વાતોને ક્યારે અપનાવો. દ્વેષ રાખો. 

-
કોઈ પણ ભૂલના દંડને લઈને પક્ષપાત કરો. 

-
સ્વાર્થ, કપટ છોડીને શ્રદ્ધા, ભક્તિથી દેવ પૂજા કરો. 

-
વિદ્વાનો તથા મોટાનું સન્માન કરો. તેની સેવામાં મનને પવિત્ર, સમર્પિત અને નિર્વાર્થ રાખો. 

-
વિનમ્રતાથી દાન કરો. 

-
જાણે-અજાણે થયેલા નાના એવા ખોટા કામને પણ મોટી ભૂલ માનો, સ્વીકાર કરો તથા તે ભૂલ ફરી કરો. 

-
તમારામાં તાકાતની સાથે ક્ષમાભાવના રાખો. તાકાતનો ઉપયોગ બીજાને ભયમુક્ત કરવામાં કરો, કે ભયભીત કરવામાં

-
ધાર્મિક નજરથી ગાય તથા બ્રાહ્મણની સાથે દરેક માણસને બ્રહ્મ કે ભગવાનના રૂપમાં માન પૂરું સન્માન આપો. 





Wednesday, December 11, 2013

એસિડિટીને કાયમ માટે દૂર કરવા માટેના આયુર્વેદ ઉપચારો....


આજકાલ ફાસ્ટ ફુડના જમાનામાં એસિડિટીની સમસ્યા સર્વ સામાન્ય થઈ ગઈ છે.આ સમસ્યાનુ પ્રમાણ યુવાનોમાં પણ એટલું જ જોવા મળે છે.વધારે પડતી સ્પાઈસી વસ્તુ,જંક ફુડ,ઠંડા પીણા,ગરમ પદાર્થના સેવનને કારણે આ સમસ્યા વકરે છે.આયુર્વેદમાં આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે.જે અજમાવવાથી તમને મળી શકે છે કાયમી રાહત.તો આજે જાણી લો ઘરગથ્થુ એવા કેટલાક નુસખા જે એસિડિટીને કાયમી કરશે બાય-બાય.
એસિડિટીને કાયમ માટે દૂર કરવા માટેના આયુર્વેદ ઉપચારો....
-અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
-
આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
-
એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
-દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી સાકર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
-
કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
-
સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
-
અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.  


-ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
-
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા - નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
-
સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- થી ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
-
તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
-
આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
-
લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
-ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
-
કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
-
સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે

-ભોજનમાંથી ખારા,ખાટા,તીખા,વાસી પદાર્થો દૂર કરવા.આવા પદાર્થો અસિડિટી થવામાં ખુબ મોટો ભાગ ભજવે છે.
-
નારીયેળ,ખંડપાકનુ સેવન કરવાથી પણ એસિડિટી મટે છે.
-
આમળાના રસ સાથે ભોજન એસિડિટી થતી અટકાવે છે.
-
અવિપિત્તીકર ચૂર્ણ ભોજન પહેલા આઠમાસા ઠંડા પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.