Well come My friends to my Page

Wednesday, December 11, 2013

એસિડિટીને કાયમ માટે દૂર કરવા માટેના આયુર્વેદ ઉપચારો....


આજકાલ ફાસ્ટ ફુડના જમાનામાં એસિડિટીની સમસ્યા સર્વ સામાન્ય થઈ ગઈ છે.આ સમસ્યાનુ પ્રમાણ યુવાનોમાં પણ એટલું જ જોવા મળે છે.વધારે પડતી સ્પાઈસી વસ્તુ,જંક ફુડ,ઠંડા પીણા,ગરમ પદાર્થના સેવનને કારણે આ સમસ્યા વકરે છે.આયુર્વેદમાં આ સમસ્યાથી કાયમી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે.જે અજમાવવાથી તમને મળી શકે છે કાયમી રાહત.તો આજે જાણી લો ઘરગથ્થુ એવા કેટલાક નુસખા જે એસિડિટીને કાયમી કરશે બાય-બાય.
એસિડિટીને કાયમ માટે દૂર કરવા માટેના આયુર્વેદ ઉપચારો....
-અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
-
આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
-
એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
-દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી સાકર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
-
કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
-
સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
-
અર્ધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.  


-ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
-
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા - નંગ કાળાં મરચીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
-
સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- થી ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરાના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
-
તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
-
આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.
-
લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
-ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
-
કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
-
સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
-
સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે

-ભોજનમાંથી ખારા,ખાટા,તીખા,વાસી પદાર્થો દૂર કરવા.આવા પદાર્થો અસિડિટી થવામાં ખુબ મોટો ભાગ ભજવે છે.
-
નારીયેળ,ખંડપાકનુ સેવન કરવાથી પણ એસિડિટી મટે છે.
-
આમળાના રસ સાથે ભોજન એસિડિટી થતી અટકાવે છે.
-
અવિપિત્તીકર ચૂર્ણ ભોજન પહેલા આઠમાસા ઠંડા પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.

No comments: