અનુકૂળ શુભ કાળમાં પવિત્ર તીર્થમાં કે જલાશયના કિનારે જયાં નિત્ય પૂજન થઈ શકે, ત્યાં ઈચ્છા પ્રમાણે શિવલિંગ સ્થાપવું. તે લિંગ પથ્થર, માટી કે ધાતુનું બનાવવું.
શાસ્ત્રવિધિથી તેનું પૂજન કરવાથી તેનું ફળ અધિક મળે છે.જો શિવલિંગ ચર હોય તો નાનું બનાવવું અને જો સ્થાવર હોય તો જ એટલે કે અચર હોય તો તે મોટું બનાવવું એ લિંગાકાર શિવને માટે જ પીઠ હોય તે શુભ લક્ષણવાળું સ્થાપવું જોઈએ.
જેનું મંડળ ત્રિકોણ હોય કે ચતુષ્કોણ હોય તો તેને મધ્ય ભાગના પલંગના અવયવ વચ્ચે પાતળો હોય એવા પ્રકારનું લિંગની પીઠ હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
મહાદેવનું ધ્યાન ધરી, નાદની ઘોષણાપૂર્વક મહામંત્ર ૐ કારનો ઉચ્ચાર કરી ત્યાં (મંદિરમાં) લિંગની સ્થાપના કરીને તે લિંગને પીઠ સાથે જોડી દેવું પછી ત્યાં જ ઉત્સવાદિ પ્રસંગો માટે બહારના ભાગમાં પરમ સુંદર મૂર્તિની પણ પંચાક્ષર મંત્રથી સ્થાપના કરવી.
શિવલિંગ તથા મૂર્તિપૂજા શિવપદ આપનારી છે.
શિવલિંગના બે પ્રકાર છે – સ્થાવર અને જંગમ. વૃક્ષ તથા વેલા આદિના ઝુંડને સ્થાવર કહે છે અને કૃમિ – કીડા વગેરેને જંગમ લિંગ કહે છે.
સ્થાવરની સેવા તથા જંગમની તૃપ્તિ કરાય છે. મહાલિંગની સ્થાપના કરી તેની નિત્ય પૂજા કરવી અને ત્યાં ધજા,તોરણ વગેરે બાંધવાં એ શિવલિંગ સાક્ષાત્,શિવપદ આપનાર છે.
આહ્વાન, આસમ, અર્ધ્ય, પાદ્ય, આચમન, અભ્યંગ સ્નાન વસ્ત્ર, ગંધ, ધૂપ,નૈવેદ્ય,આરતી,પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આમ ષોડ્શોપચારથી પૂજન કરાય છે અથવા અર્ધ્યથી માંથી નૈવેદ્ય સુધીનુ વિધિ પ્રમાણે પૂજન કરવું. પવિત્ર શિવભકિતને લિંગ કે તેના મૂલ્યનું દાન શ્રદ્ધાપૂર્વક કરવું. તે દાન શિવપદ આપનાર થાય છે.
જે બ્રાહ્મણ સત્યથી પવિત્ર આત્માવાળો અને જ્ઞાની હોય તે જ ઉત્તમ ગુરુ તરીકે ગણવા યોગ્ય છે તે પંચાક્ષર મંત્ર બ્રાહ્મણોએ (ૐ નમઃશિવાય) એમ નમઃ પહેલાં લઈ જપવો અને બીજા વર્ણોએ નમઃ અંતમાં લઈ વિધિ પ્રમાણે જપવો.
કેટલાક વિદ્ધાનો કહે છે કે બ્રાહ્મણોની સ્ત્રીઓએ તો, નમઃ પદને પહેલાં લઈને જ તે મંત્ર જપવો. આ પંચાક્ષરના પાંચ કરોડ જપ કરીને ભકત સદાશિવ તુલ્ય થાય છે. ૐ કારનો એક હજાર જાપ રોજ કરવા, જે જે કામનાથી તે કર્મ કર્યું હોય તો તેનું ફળ તુરત જ મેળવે છે. કળિયુગમાં તો ખાસ કરીને કર્મથી જ ફળસિદ્ધિ થાય છે. હર કોઈ મનુષ્ય અધિકારના જુદા જુદા ભેદ પ્રમાણે કર્મથી સદ્ વર્તન કરે અને પાપથી જ કરે તે મનુષ્ય તે તે ફળ પામે છે.
No comments:
Post a Comment