રુદ્રાક્ષ એ ભગવાન શિવ પ્રકૃતિની એક અનુપમ ભેટ છે.
રુદ્રાક્ષ શબ્દની નિષ્પતિ સંસ્કૃતિના બે શબ્દોથી થઈ છે. ‘
રુદ્ર અને અક્ષ’ ‘અક્ષ’ નું તાત્પર્ય આશુતોષ ભગવાન શિવની એ કલ્યાણકારી દ્રષ્ટિ સાથે છે
તે ધારણ કરનારનો માર્ગ નિબાધ અને નિષ્ટકંટક બનાવે છે.
રુદ્રાક્ષ = રુદ્ર + અક્ષ અર્થાત્ ભગવાન શિવની આંખ.
શિવપુરાણ અનુસાર રુદ્રાક્ષનો સંબંધ ભગવાન શિવના અશ્રુકણો સાથે છે.
સતી મા પાર્વતીના વિયોગ વખતે જયારે શિવનું હૃદય દ્રવિત થયું ત્યારે એમના નેત્રોમાંથી આંસુ વહી આવ્યા તે અનેક સ્થળે પડયા અને તેમાંથી રુદ્રાક્ષ વૃક્ષની ઉત્પતિ થઈ.
પદ્મપુરાણ અનુસાર સત્યયુગમાં ત્રિપુર નામનો રાક્ષસ બ્રહ્માજીના વરદાનથી પ્રબળ બનીને સર્વનાશ કરવા લાગ્યો ત્યારે ત્રાસી ગયેલા દેવાતઓએ શિવને અનુનય કરતાં શિવે પોતાની દિવ્ય દ્રષ્ટિ વડે જોતાં-જોતાં એક વિકરાળ બાણથી આ દૈત્યનો સંહાર કરી નાખ્યો.
આ કાર્ય કરવામાં વધુ પડતો શ્રમ કરવાના કારણે શિવજીના શરીરમાંથી પ્રસ્વેદના જે બિન્દુઓ આ પૃથ્વી પર ટપકયા તેનાથી રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા.
શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ત્રિપુર રાક્ષસને મારવાને માટે ભગવાનની આંખો હજારો વર્ષ સુધી ખુલ્લી રહી અને પરિશ્રમના થાકને કારણે તેમાંથી આંસુ વહ્યા જેનાથી રુદ્રાક્ષ વૃક્ષો ઉત્પન્ન થયાં.રુદ્રાક્ષના જન્મદાતા ભગવાન શિવ છે.
માટે જ તો રુદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે. તે સર્વમંગલમય છે, પાપમુકિતદાયક છે, દુઃખનાશક છે, અરિષ્ટનાશક છે, લક્ષ્મીદાયક છે, સિદ્ધિદાયક છે. દીર્ધાયુદાયક છે, અક્ષ પુણ્ય પ્રદાતા છે તેમજ મોક્ષદાતા પણ મનાય છે.
No comments:
Post a Comment