Well come My friends to my Page

Friday, August 23, 2013

આયુર્વેદ..એટલે શું


આયુર્વેદ

Ayurveda
Ayurveda











સૌથી પ્રાચીન,વ્યાધિને મટાડતાં શાસ્ત્ર તરીકે આયુર્વેદને ઓળખવામાં આવે છે. આ એક "જીવન જીવવાનું શાસ્ત્ર" છે. આ શાસ્ત્રનો ઉદભવ ભારતમાં ૫૦૦૦ વર્ષ પુર્વે થયો હતો. ઘણાં શતકથી પાંપાકિ મૌખિક પધ્ધ્તિથી વિવિધ ઋષી/મુનીઓએ આપણા શિષ્યો માટે આ શાસ્ત્ર લખીને કે છાપીને રાખવામાં આવ્યો. પરંતુ તેના કેટલાક વિભાગો આપણી પાસે ઉપલ્બધ નથી. પરદેશોમાં વપરાતો નૈસર્ગિક ઉપચાર મૂળ આયુર્વેદનો છે. આ પહેલુ શાસ્ત્ર છે જેમાં શરીરના અને આત્માના સહાયથી વ્યાધિને દુર કરવામાં આવેં છે. આયુર્વેદને જીવનનું શાસ્ત્ર છે. જે વેદ અને વિદ્વાન, યોગી અને ગુરુઓએ સંભાળીને રાખેલ આ શાસ્ત્ર વનસ્પતી વર્ગ, પ્રાણિવર્ગ અને પર્યાવરણ પર આધારિત છે. 




આયુર્વેદનો સાચો અર્થ

વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર આયુર્વેદ આ શબ્દ બે મુળભૂત કલ્પના પરથી તૈયાર થયો છે - આયુ અને વેદ. આયુ એટ્લે આયુષ્ય અને વેદ એટ્લે જ્ઞાન કે શાસ્ત્ર. આયુર્વેદમાં બીમારી/રોગ થવાથી બચવા તથા યોગ્ય અને સારો વનૌષધોનો ઉપયોગ કરવાં ઉપર મહત્વ આપે છે. આ શાસ્ત્ર આરોગ્યને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર જીવન એટલે જ્ઞાન, મન, શરીર તથા આત્માનું એકત્રીકરણ છે આના ઉપરથી એવું સિધ્દ થાય છે કે આયુર્વેદ એ ફક્ત શરીરના લક્ષણો પૂરતો મર્યાદીત નથી. આધ્યાત્મિક, માનસિક, તથા સામાજિક સ્તરનું શાસ્ત્ર છે. જે તંદુરુસ્તી તથા આરોગ્યપૂર્ણ જીવન જીવવાનું આ એક સૌથી સુંદર/સરળ માર્ગ છે. 
Ayurveda
Ayurveda
આયુર્વેદ (ઉચ્ચાર-aa-yoor-vey-da) એક પ્રાચીન ભારતીયનું વૈદય શાસ્ત્ર છે. આ એક નૈસર્ગિક આરોગ્યનું લાક્ષણિક પધ્ધતી છે. આ શાસ્ત્ર શારીરિક, માનસિક અને ભાવનાશીલ આરોગ્યને નિસર્ગ (પ્રક્રુતિ) ના સહાયથી ટકાવી રાખવામાં મદદ કરે છે. આ એક પરીપુર્ણ શાસ્ત્ર છે. જે ફક્ત રોગથી પીડાતા લોકોને માર્ગદર્શન આપે છે એવું નથી સુદ્ર્ઢ લોકો માટે પણ ઉપલબ્ધ છે. આમાં વિવિધ શાસ્ત્રોનો સમાવેશ થયો છે. ઉ.દા. ઔષધોપચાર, સ્ત્રીરોગ, બાળરોગ, શસ્ત્રક્રિયા, શાસ્ત્ર પદાર્થ અને તારૂણ્ય ટકાવી રાખતા ઔષધો (જિયુવ્હેનેશન), આધુનિક વૈધકિય શાસ્ત્ર એ જે રિતે રોગના લક્ષણોને ભાન આપે છે. તેમ આયુર્વેદ એ રોગના મૂળને નૈસર્ગિક ઉપચારના મદદથી રોગ અને રોગના મુળને નષ્ટ કરી દર્દીની પ્રતીકારક શક્તિ વધારે છે. 

આયુર્વેદમાં પ્રત્યેક દર્દીની પ્રક્રુતિ અનુસાર ઉપચાર કરવામાં આવે છે. જયા શરીરમાં થોડા પ્રમાણમાં તણાવ અને ઉર્જાસ્ત્રોત સમતોલ હોય ત્યા શરીરની નૈસર્ગિક સંરક્ષણ વ્યવસ્થા પણ કાર્યક્ષમ હોય છે. અને સહજ રિતે તે રોગ પ્રતિકાર કરિ શકે છેં. આમાં નૈસર્ગિક વનઔષધો અને ખનિજ પદાર્થોનું રિફાઈન્ડ સ્વરુપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણને લીધે તેમાં કોઇ જાતનો ભય કે આડ અસર થતી નથી. ઘણાં લોકોનું કહેવૂં છે કે આયુર્વેદ અતિપ્રાચીન અને પ્રગતિશીલ નૈસર્ગિક શાસ્ત્ર છે.

No comments: