'જીવન' એ ભગવાને આપેલી સુંદર ભેટ છે
ગરમીમાં ઠંડક અપાવનારા કેટલાક ખાસ ઉપાયો.
દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે મિશ્રઋતું ની અસર જણાઈ રહિ છે
અને ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહે છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો અનેક પ્રકારના નુસખા અપનાવે છે.
કોઈ દિવસમાં બે- ત્રણ વખત સ્નાન કરે છે, ઠંડા પીણા પીવે છે, કૂલર અથવા એ.સી.નો ઉપયોગ કરે છે. જેઓ આ ઉપકરણો
વસાવી શકતા નથી તેઓ કુદરતી રીતે ઠંડક મેળવવા માટે ખસની ટટ્ટીઓનો પણ ઉપયોગ કરે છે
આ આકરા ઉનાળા ની સામે રાહત મેળવવા આપણે સજ્જ થઈ જઈએ કઈક આવી રિતે મિત્રો..
આ આકરા ઉનાળા ની સામે રાહત મેળવવા આપણે સજ્જ થઈ જઈએ કઈક આવી રિતે મિત્રો..
આજકાલ બજારમાં કોટન મટિરિયલના ડ્રેસ વધારે જોવા
મળે છે. આ મટિરિયલ પરસેવો શોષી લેતું હોવાને કારણે દરેકને તે વધારે પસંદ પડે
છે.ઉનાળા માટે કોટન બેસ્ટ મટિરિયલ છે.ખાદીના કપડા ઉનાળા માટે એકદમ કમ્ફર્ટ હોય છે.
ગરમીમાં તે ઠંડક પણ આપે છે.
ઉનાળામા પાણીની જરૂરિયાત વધી જાય છે. તેથી
કરિને એવા ખોરાક ખાવ જે પાણી થી ભરપુર હોય..જેને ખાવાથી ડિહાઇડ્રેશન ની પરેશાની થી
છુટકારો મળે.જેમ કે, સંતરા, તરબૂચ, કોબીજ, કાકડી..
કુદરતી જ્યુસ જેવા કે નાળીયેર પાણી, ઠંડાઇ, અને બીજા સ્વાસ્થ્ય વર્ધક પીણા ..
કુદરતી જ્યુસ જેવા કે નાળીયેર પાણી, ઠંડાઇ, અને બીજા સ્વાસ્થ્ય વર્ધક પીણા ..
દિવસના સમયે ઘરને બંધ કરી દો.
સાંજના સમયે બારી બારણા ખોલી દો અને પંખા ચાલુ કરી દો.
સાંજના સમયે બારી બારણા ખોલી દો અને પંખા ચાલુ કરી દો.
ઘરમાં મની પ્લાન્ટ લગાવો અથવા તો લોબી કે
ચોતરામાં વેલ
પણ લગાવવાની આદત રાખી શકાય. તે ઠંડક આપનારી હોય છે.
ઘરમાં લગાવેલા નાના નાના ઈન્ડોર પ્લાન્ટ પણ મદદ કરે છે.
પણ લગાવવાની આદત રાખી શકાય. તે ઠંડક આપનારી હોય છે.
ઘરમાં લગાવેલા નાના નાના ઈન્ડોર પ્લાન્ટ પણ મદદ કરે છે.
એક મોટા કાચના બાઉલમાં પાણી ભરીને ફૂલોની
પાંદડીઓ નાંખીને ઘરના સેન્ટર ટેબલ પર મૂકી શકાય છે.પંખો સતત ચાલતો રહેવાથી તે
પાણીની ઠંડક ઘરમાં ફેલાય છે, સાથે
ફૂલોની મહેક પણ પૂરા ઘરમાં ફેલાયેલી રહે છે.
‘રાબ’ એક લિક્વીડ વસાણું છે.
રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે
તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.
શરીરમાં ગરમાવો પણ મળે છે
ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડી મા બનાવીએ
રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે:
રાબ બનાવવાની રિત:
1 ટી સ્પૂન
સૂઠ
1 ટી સ્પૂન ગંઠોડા
50 ગ્રામ ગોળ
1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1 ટેબલ સ્પૂન સ્પૂન ઘી
1 ગ્લાસ પાણી
સુકા ટોપરાનું છીણ
રીત
-લોટને ઘીમાં ધીમી આંચે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો
-એક તપેલીમાં પાણીની અંદર ગોળ મિક્સ કરી ઉકાળી લો
-લોટ શેકાઈ ગયા બાદ તેમાં સૂઠ અને ગંઠોડા ઉમેરો
-તેને વ્યવસ્થિત મિક્સ કરો બાદમાં તેમાં ગોળનું પાણી ઉમેરો
-આપ ઈચ્છો તો તેમાં ટોપરાનું છીણ કે ખસખસ પણ ઉમેરી શકો છો
[રિત-દિવ્ય ભાસ્કર,15/12/2011]
રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે
તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.
શરીરમાં ગરમાવો પણ મળે છે
ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડી મા બનાવીએ
રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે:
રાબ બનાવવાની રિત:
1
1 ટી સ્પૂન ગંઠોડા
50 ગ્રામ ગોળ
1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1 ટેબલ સ્પૂન સ્પૂન ઘી
1 ગ્લાસ પાણી
સુકા ટોપરાનું છીણ
રીત
-લોટને ઘીમાં ધીમી આંચે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો
-એક તપેલીમાં પાણીની અંદર ગોળ મિક્સ કરી ઉકાળી લો
-લોટ શેકાઈ ગયા બાદ તેમાં સૂઠ અને ગંઠોડા ઉમેરો
-તેને વ્યવસ્થિત મિક્સ કરો બાદમાં તેમાં ગોળનું પાણી ઉમેરો
-આપ ઈચ્છો તો તેમાં ટોપરાનું છીણ કે ખસખસ પણ ઉમેરી શકો છો
[રિત-દિવ્ય ભાસ્કર,15/12/2011]
અનિયમિત હવામાનને કારણે ઋતુચક્ર બદલાઈ ગયું છે.
આખા વિશ્વમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ છે. પણ આજકાલ ક્યારે કઈ મોસમ બદલાય તે કહેવું મુશ્કેલ છે.
છતાં કુદરત થોડી પણ આપણા ઉપર મહેરબાન છે. થોડા વાતાવરણની બદલી સાથે પણ થોડી ઘણી ઋતુઓ જળવાઈ રહી છે.
ભારતમાં જ નહીં,ં વિશ્વમાં આમ બની રહ્યું છે.
આ માટે અનેક કારણો જવાબદાર છે.
પહેલાંના વખતમાં ગાઢ જંગલો હતાં પણ આજે તો સર્વત્ર જંગલો કપાઈ રહ્યાં છે.
ઉપરાંત અનેક શહેરોમાં સિમેન્ટ ક્રોંક્રીટનાં ગગનચુંબી મકાનો બની રહ્યાં છે. એટલે આખું પર્યાવરણ ખોરવાઈ ગયું છે.
આમ છતાં થોડે ઘણે અંશે પણ ઋતુઓ જળવાઈ રહી છે.
એ હિસાબે હાલમાં શિયાળાની મોસમ ચાલે છે
શિયાળો એટલે શક્તિસંચયની મોસમ.
એમાં જે કોઈ પાક – વસાણાં, ચાટણ અને અવલેહ ખાઈ તે પચી જાય છે.
આ ઋતુમાં આમળાં પણ બજારમાં મળે છે. આમળાને આમલકી કહે છે. ધાત્રી કહે છે. વયસ્થાપક કહે છે. તે રસાયન છે, વાજીકરણ છે, શક્તિવર્ધક છે. ત્રણેય દોષો વાયુ, પિત્ત, અને કફનું શમન કરે છે. નવાં રસ, લોહી પેદા કરે છે. સપ્તધાતુ પૌષ્ટિક છે. આંખોને બળ આપે છે. આમળાં, ભૃંગરાજ, બ્રાહ્મી તેલ મગજને ઠંડક આપે છે. કેશને કાળા સુંવાળા અને રેશમી રાખે છે. લાંબા બનાવે છે.
આ મોસમમાં બાજરાનો રોટલો અને અડદની દાળ પણ પ્રચલિત છે.
કુદરત શક્તિ તો આપણને જન્મથી જ આપે છે.
પણ આપણો ઉછેર, ખાનપાન કૃત્રિમ બન્યા છે
મોટાં શહેરોમાં ફૂટપાથિયું ખાણું ખાઈને જીવન ગુજારતા માણસ તો ઔષધ અને વસાણાં માટે સાલમપાક, મેથીપાક, બદામપાક, કૌંચાપાક, અડદિયા વગેરે મીઠાઈઓની દુકાનેથી લાવે. આમાં માવો વધારે હોય, ખાંડ વધારે હોય, ઘી વધારે હોય, ઉપર બદામ, પિસ્તા, ચારોળીના ટુકડા છાંટેલા હોય, નામ પૂરતાં કેસર કે દેશી વસાણાંનું સંયોજન હોય.
ચ્યવનપ્રાશ પણ શુગરપ્રાશ બને છે. ઘરે બનાવવામાં ફેર પડે છે.
આબાલવૃદ્ધ, સ્ત્રી-પુરુષો સૌ કોઈ કરી શકે તેવા નિર્દોષ અને સરળ પ્રયોગોથી હાનિ થતી નથી.
વિવિધ સંસ્થાઓ જુદા જુદા પ્રકારના ચ્યવનપ્રાશ બનાવે છે.
ત્યારે લેનાર ગ્રાહક મૂંઝવણમાં પડી જાય છે.
આ સેવનના ઘણા લાભ છે.
એનાથી કાંતિ વધે છે.
ઓજ વધે. શકિત, સ્ફૂર્તિ અને ઉત્સાહ આવે.
રસાયન ક્રિયાનો અર્થ ઓસડ સેવન જ નથી.
જેમ મોઢેથી ઔષધ લેવાય તેમ શરીરે તેલની માલિશ થાય.
ત્વચા દ્વારા તેલ પિવડાવાય તેલનું માલિશ બહુ ઉત્તમ છે.
આપણે ત્યાં તલનું તેલ, સરસવનું તેલ કોઈ પણ ચાલે.
એની વિધિસરની માલિશ એ રસાયન વિધિ છે.
બળની રક્ષા કરો, બળની ઉપાસના કરો.
આવાં સૂત્રો પાયામાંથી આયુર્વેદ શીખવે છે તેનું મહત્ત્વ સમજવા જેવું છે.
-આરોગ્ય વિજ્ઞાન – ડૉ. મલ્લિકા ચં. ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં કન્સલ્ટન્ટ)
[Source=www.bombaysamachar.com,12/05/2011]
શિયાળો પુરબહાર ખીલવવાની બધા રાહ જોઈ રહ્યા છે(ક્યા ખોવાઈ ગયો છે ?)
અને શિયાળો એટલે શાકભાજી અને ફ્રુટ ની મોસમ.
શિયાળામાં લીલા શાકભાજી અને જ્યુસ પીવાથી આખુ વર્ષ ચૂસ્તી-સ્ફૂર્તિ રહી શકે છે
આપણી “મધર નેચર” શિયાળામાં આપણને તંદુરસ્ત બનાવવા ખુબ જ લાડ લડાવે છે જેથી આપણે આખા વર્ષ દરમિયાન તાજામાજા રહી ને સ્વાસ્થયી રહી ને આપણા કાર્યો કરિ શકીએ..
અહિયા હુ Reliable Source માથી જ્યુસ વિષે થોડુ ઉમેરુ છુ જે આપણને પ્રેરણા પુરી પાડે છે કે ફળો નુ સેવન ખુબ જ ફાયદાકારક છે:
તાજા ફળ અને લીલા શાકભાજીના રસમાં પ્રચુર માત્રામાં વિટામીન,ખનીઝ,એંજાઈમ અને પ્રાકૃતિક શર્કરા હોય છે.
શરીરની ઈમ્યુન સિસ્ટમ પણ સક્રિય બને છે જેના લીધે સ્વસ્થ તેમજ તાકાતવર બનાય છે.
બજારનુ Artificial Juice પીવુ એના કરતા આપણી જ ધરે બનાવેલુ તાજા ફળ અને શાકભાજી ના રસ પીવાનુ વધારે સારુ ગણાય છે
પણ આ બધા ફાયદા સાથે
થોડી તકેદારી પણ રાખવાની જરુર છે:
ફળોના રસને સ્ટીલના વાસણમાં રાખવાથી રસાયણિક પરિવર્તન થતાં હાનિકારક તત્વો ઉત્પન્ન થતાં રસને ઝેરીલું બનાવે છે. તેથી રસ નીકળે કે તરત જ પીવો ફાયદાકારક છે.
જ્યૂસ કાઢતાં પૂર્વે જ્યૂસરને બરાબર સાફ કરવું.
રસ કાઢ્યા બાદ તરત જ જ્યૂસર ધોઇ નાખવું.
ડબા બંધ જ્યૂસનું પ્રચલન પણ છે. જ્યૂસને લાંબો સમય તાજો રાખવા માટે તેમાં પ્રિર્ઝવેટિવ નાખવામાં આવે છે. અને જ્યૂસને ડબામાં પેક કરવાની પ્રક્રિયા દરમિયાન રસમાના પૌષ્ટિક તત્વો નાશ પામે છે.
ફળ તથા શાકમાં ‘કેરોટીન’ તત્વ વિટામિન એ ના રૂપમાં હોય છે. વૈજ્ઞાનિકોના અનુસાર કોઇ પણ ફળ કે શાકનો રસ જો થોડી વાર પડ્યો રહે તો કેરોટીન તત્વ હવાના સંપર્કમાં આવી પોષ્ટિક તત્વ ગુમાવી દે છે.
એવી જ રિતે ગાજરને કાપી થોડી વાર રાખી મૂકો તો તેનામાં રહેલું વિટામિન એ નાશ પામે છે.
અને
સંતરા, લીંબુ, મોસંબી વગેરેને છોલીને અથવા રસ કાઢીને ૨૦-૨૫ મિનિટ સુધી રાખવાથી વિટામીન સી નાશ પામે છે.
એટલે જેમ બને તેમ ફળો નો રસ તૈયાર થાય કે તરત પીવાનો આગ્રહ રાખો જેથી તમે કોઈ પોષક તત્વો ને ગુમાવી ના શકો
જ્યુસ કેવી રિતે પીવો ?
બપોરના ભોજન બાદ ફળ અને શાકનો રસ પીવાનું ફાયદાકારક છે.જ્યૂસ ધીરે ધીરે પીવો જોઇેએ. એનાથી મુખમાંની લાળ ગ્રંથિઓ અધિક સક્રિય થઇને અધિક લાળ બનાવે છે. રસની સાથે અધિક લાળ પેટમાં પહોંચી ફળની શર્કરાને પચાવવામાં મદદ કરે છે. જેથી જ્યૂસ ચલદી પચી જાય છે.
Exception:
કોઇ રોગથી પીડાતી વ્યક્તિએ ફળ-શાકના રસનું સેવન કરતા પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે. દરદીની આવશ્યકતા જોઇને જ સલાહ આપે તેટલું જ સેવન કરવું.
સવારના નાસ્તો કર્યા વગર ફળ અને શાકનું સેવન ન કરવું. ખાલી પેટ ફળ અને શાકના સેવનથી નુકસાન થાય છે. જ્યૂસની માત્રા મર્યાદિત હોય છે. તેમાં સિંધવ, મરીનો ભૂક્કો અને લીંબુનો રસ ભેળવી પીવાથી અધિક લાભ થાય છે. એક સ્વસ્થ વ્યક્તિને ૨૦૦ ગ્રામ જેટલો રસ પર્યાપ્ત છે.
[SOURCE:Gujarat Samachar]
મારા વ્હાલા મિત્રો
તમે “ઓટ” વિષે તો સાંભળ્યુ જ હશે.
મોટા ભાગના
ખાદ્ય પદાર્થોમાં
એક, બે કે વધુમાં વધુ પાંચ પોષક તત્ત્વો હોય છે,
પરંતુ અમુક
ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય છે.
“ઓટ” એક આવો જ ખાદ્ય પદાર્થ છે.
ઓટ ને આપણે
વિવિધ વ્યંજન બનાવી ને ખઈ શકીયે છે.
ઈડલી,ખીચડી અને વેજીટેબલ નુ મિશ્રણ કરી ને,
તેને પ્લેન
મિલ્ક જોડે પણ લઈ શકીએ છે.
અને આ એક instant food છે
જે અત્યાર
ના વ્યસ્ત જીવન મા દસ જ મિનિટ મા બની શકે છે.
હવે તો
બજાર મા ઓટ ની Cereals આસાની થી મળી રહે છે.
જે Breakfast મા પણ લઈ શકાય છે.
હવે ઓટ ના
ફાયદા જાણી લઈએ
ક્ષાર
ભરપૂર છે
કેન્સર
સામે લડે છે
ડાયેટિંગમાં
મદદરૃપ થાય છે.
ઓટમાં
દૂધના ગુણો પણ ભળેલા હોય છે
એટલે
એમાંથી કેલ્શિયમ ભરપૂર મળે છે.
કેલ્શિયમના
અભાવને કારણે ઓસ્ટિઓ સોરાઈસિસ થાય છે
જે
હાડકાંની ઘટ્ટતા ઓછી કરી નાખે છે અને એને તકલાદી બનાવે છે.
કબજિયાત
અટકાવે છે
ઓટ એક હાઈ
ફાઈબર ધરાવતો ખોરાક છે.
એટલે એ
પાચનતંત્રને વધુ ચેતનવંતુ રાખે છે.
એને કારણે
આંતરડાં સુધીનું હલનચલન ઝડપી બને છે.
બાળપણની
મેદસ્વીતા દૂર કરે છે
એકાગ્રતા
કેળવવામાં મદદરૃપ થાય છે.
ઇન્ફેકશન
સામે લડે છે
ચામડીને
નીરોગી રાખવા માટે મોજા કે કપડાંની થેલીમાં ઓટ નાખો
અને પછી
વીસ મિનિટ સુધી એને પાણીમાં રહેવા દો.
આ પાણીથી
નાહવાથી ચામડી નીરોગી રહે છે.
(સ્તોત્ર-ગુજરાત સમાચાર)
No comments:
Post a Comment