Well come My friends to my Page

Tuesday, April 23, 2013

આયુર્વેદ અને પંચકર્મ........સંક્ષિપ્ત માહિતી


આયુર્વેદ અને પંચકર્મ
લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવા     આયુર્વેદના પ્રદાનને ઓછું આંકો "
"હોય નિરામય તંદુરસ્ત  જીવનની  જો અપેક્ષા તો શાને કરીએ આયુર્વેદની ઉપેક્ષા"
     આયુર્વેદ વેદ છે. બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું તેમાં તેમનું પ્રીતિપાત્ર સર્જન એટલે મનુષ્ય. મનુષ્ય નિરામય અને તંદુરસ્ત શરીર તથા આત્મા મન અને ઇંદ્રિયોની સાથે  સો વર્ષ સુખેથી જીવી શકે માટે  તેના માર્ગદર્શન માટે ખુદ બ્રહ્માજીએ મનુષ્ય ઉપરના અતઃકરણ ના પ્રેમથી આયુર્વેદનું સર્જન કર્યું.
બ્રહ્મા     
સૃષ્ટિ  

આયુર્વેદ
મનુષ્ય જીવનનો ઉદેશ્ય
આયુર્વેદની ઉત્તપતિનો ઉદ્દેશ્ય
स्वस्थस्य स्वास्थ्य रक्षणम ।
आतुरस्य विकार प्रशमन च ॥
સ્વસ્થ વ્યક્તિના
સ્વાસ્થયનું રક્ષણ કરવું
અને તે
પછી જો રોગ
થાય તો રોગની
સારવાર કરવી
 હવે આયુર્વેદના મતે સ્વસ્થ કોણ
समदोषा समाग्निश्च
         समधातु मलक्रिया ।
प्रसन्नात्मेंद्रिय मनः
         स्वस्थ इत्यभिधियते॥  જેના ત્રણેય દોષો એટલે = વાત, પિત્ત, કફ સમ હોય,
અગ્નિ એટલે= જઠરાગ્નિ, ધાત્વગ્નિ, મલાગ્નિ વગેરે સમ હોય  .
 સાતેય ધાતુઓ એટલે = રસ, રક્ત,માંસ,મેદ, અસ્થિ, મજ્જા, અને શુક્રસમ હોય ,
 ત્રણ મલ એટલે = સ્વેદ, મૂત્ર,, પુરીષ વિગેરે(સૌચાદી) ક્રિયાઓ સમ હોય ,
 જેના ત્મા, ઇન્દ્રિયો અને મન પ્રસન્ન છે,તેને આયુર્વેદના મતે સ્વસ્થ મનુષ્ય કહી શકાય.



શરીરની સ્વસ્થતા જાળવવા માટે સ્વસ્થવૃત
તે માટે યોગ,-આસન-પ્રાણાયામ વગેરે કરવા. યોગમાં આઠ અંગોનો સમાવેશ થાય છે . યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ.
મનની સ્વસ્થતા જાળવવા માટે સદવૃતનું વર્ણન આયુર્વેદમાં જોવા મળે છે.
              આમ મનના સ્વાસ્થ્ય માટે આપણાં ઋષિઓએ સદવૃત એટલે કે સદાચાર,જરૂરિયાતમંદની નિસ્વાર્થ,નિરપેક્ષ સેવા કરવી વગેરે બાબતો બતાવી છે 
યમનું આચરણ કરવું એટલે જીવનમાં સત્ય,અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય  અને અપરિગ્રહ જેવા ગુણો લાવવા.
નિયમમાં શૌચ, સંતોષ તપ, સ્વાધ્યાય, અને ઈશ્વરપ્રણિધાન  જેવા ગુણો જીવનમાં લાવવા.
આમ આપણાં વૈદિક વગ્મયમાંખુબજ ઝીણવટભરી રીતે  આપણાં તન, મનના સ્વાસ્થ્યની જાળવણી માટેની પ્રક્રિયા બતાવેલ  છે


આયુર્વેદ
આયુષ્ય માટે પથ્ય અને અપથ્ય હિતકર અને અહિતકર તથા તેના પરિણામ સ્વરૂપ લાંબુ   તંદુરસ્ત જીવન જીવવા માટેનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે આયુર્વેદ.
આયુર્વેદને, શબ્દને આધારે નીચે પ્રમાણે મુલવી શકાય
આયુષ્ય વધારનાર
યુ   યુવાની ટકાવનાર
ર્વે   વૈદિક સંસ્કારોનું સિંચન કરનાર
  -  દવાથકીરોગનેજડ મૂળમાથી        
        મટાડનાર




આયુર્વેદમાં આઠ અંગોછે જે નીચે પ્રમાણે છે.
() કાયચિકિત્સા-
શરીરના રોગો સબંધી   સમજ આપતું શાસ્ત્ર
() સ્ત્રીરોગોઅનેપ્રસૂતિતંત્ર
સ્ત્રીરોગો અને પ્રસૂતિતંત્ર વિષે સમજ આપતું શાસ્ત્ર
()કૌમારભૃત્ય-
બાળકોના રોગો વિષે
() શલ્ય તંત્ર
વાઢકાપને  લગતું શાસ્ત્ર
() શાલકય તંત્ર
આંખ કાન અને ગાળાના રોગો સબંધી
() રસાયન  ચિકિત્સા
વૃદ્ધાવસ્થા રોકનાર
() વાજીકરણ ચિકિત્સા
કામશક્તિ વધારનાર
() વિષતંત્ર
વિષને  લગતા રોગો

પંચકર્મ સારવાર

           પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ શરીરના શુદ્ધિકરણની શ્રેસ્ઠપ્રક્રિયા છેઅને તેમાં વિકૃત થયેલા દોષોને ઔષધિયુક્ત દ્રવ્યોની મદથી નજીકના માર્ગેથી બહાર કાઢી નાખવામાં આવે છે પાંચેય કર્મોને દોષ, ઋતુ, તથા રોગ પ્રમાણે અલગ-અલગ અથવા એકીસાથે નિષ્ણાત પંચકર્મ વૈધની સંપૂર્ણ દેખ રેખ નીચે કરવામાં આવે છે.







             પંચકર્મ
એટલે પાંચકર્મ જે નીચે પ્રમાણે છે.
  ()  વમન
 ()  વિરેચન
 ()  અનુવાસન /આસ્થાપનબસ્તિ 
 ()  નસ્ય
 ()  રક્ત્મોક્ષણ        







વમનકર્મ
ક્રિયામાં નિષ્ણાત વૈધ દ્વારા ઔષધિયુક્ત દ્રવયોનિ મદદથી ઉલ્ટી કરવી શરીરના દોષોને બહાર કાઢવામાં આવે છે.
ફાયદા
   () ક્રિયાથી કફ તથા કફ પિત્ત દોષોને    
     લગતા  રોગોમાં વિશેષ ફાયદો થાય છે  
    જેમકે શરદી (સાઈનોસાયટી ) રોગો જેવા કે   
    ખરજવું, સોર્યસિસ, વગેરે  દમ શ્વાશ  
    દાયડીટીસ, કેન્સર, મદોવૃદ્ધિ, આંખ, નાક,
    ગાળાના, માનસિક રોગો વગેરે.
()  સ્વસ્થ વ્યક્તિ પણ જો વસંત ઋતુમાં વમન   
    કર્મ કરાવે તો વર્ષ દરમ્યાન તેને કાફને     
    લગતા  રોગોની ફરિયાદ રહેતી નથી તથા    
     રોગપ્રતિકારક શક્તિ વધે છે.


વમનવિધિ
 વમન કર્મ કરાવતા પહેલા પૂર્વકર્મ અને પછી પશ્ચાત કર્મમાં સંસર્જનક્રમ ક્રવવાનો હોય છે.
પૂર્વ કર્મ
પ્રથમ ત્રણ દિવસ માટે દીપન-પાચન ઔષધો આપીને ક્ષુધા પ્રદીપ્ત કરવામાં આવે છેતે પછીથી સાત દિવસ સુધી ચડતા ક્રમમાં (ઉદાહરણ તરીકે પ્રથમ દિવસે ૨૫ ગ્રામ  બીજા દિવસે ૫૦ગ્રામ  તેમ સાતમા દિવસે ૧૭૫ગ્રામ) ઔષધયુક્ત ઘી પીવાનું હોય છે.
        પછી ધૃતપાન ના સાતમા દિવસે સાંજે  આઠમા  દિવસે સવારે અને સાંજે  અને નવમા દિવસે સવારે આખા શરીરે ઔષધ સિદ્ધ તેલથી માલિશ કરી સ્વેદન પેટીમાં ઔષધ સિદ્ધ ક્વાથથી સાવંગ સ્વેદ આપવામાં છે. સ્નેહપાન આઠમા દિવસે એટલે કે વામન કર્મના આગલા દિવસે તલ-અડદની ખીચડી ડાહી તથા ગોળ સાથે ખાવાની હોય છે.



પ્રધાન કર્મ
નવમા દિવસે સવારે સર્વાંગ અભ્યંગ સ્વેદન પછી દર્દીએ આકંઠ દૂધ શેરડીનો રસ પીવાનો હોય છે. "ઔષધ આપતા પહેલા શ્લોકનું ઊંચારણ  કરવાનું હોય છે.
બ્રહ્મ દેવ,દક્ષ, અશ્વવિનો કુમાર, રુદ્ર, ઇન્દ્ર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય,વાયુ, અગ્નિ, ઋષિ, અને ઔષધીઓનો સમૂહ, અને ભૂત સમૂહ, તમારી રક્ષા કરે. ઋષિઓ માટે જેવી રીતે રસાયણ, દેવો માટે અમૃત, નાગ દેવતા માટે ક્ષુધા,(અમૃત)ઉત્તમ છે. એવી  રીતે ઔષડી તમારા માટે પ્રશસ્ત (હિતકારી ) નીવડે."
      તે પછીથી  વામકયોગ  વમન ઔષધનું ચૂર્ણ મધ સાથે ચાટવાનું હોય છેઔષધ લીધાના અડધાથી પોણા કલાકમાં ઊલટીઓ થવાની  શરૂ થાય છે. જેમાં શરીરમાં વિકૃત થયેલા કફ, તથા પિટ દોષો બહાર આવે છેઉલ્ટી ના થાય તો (કંઠ પ્રદેશ માં )હાથની આંગળી નાંખીને  લીમડાની સળી નાંખીને ઉલ્ટી કરવાની પ્રયત્ન કરવાનો હોય છે.

પશ્ચાત કર્મ
વમન કર્મ પૂરું થયા પછી સંસર્જન ક્રમમાં સાત દિવસ સુધી ચોખાનું કે મગના પાણી યા  ભાત અને મગ ઉપરજ  રહેવાનુ હોય છે.
વમન યોગ
       મદનફળ - ભાગ -૪ગ્રામ
             વચા - ભાગ૨ગ્રામ
             સૈધવ -૧ભાગ -૧ગ્રામ
        મધ -૫ગ્રામ
         યસ્ટીમધુ ફાંટ ,
        નીમપત્ર સ્વરસ  જો જરૂર પડે તો
              દીપનપાચન
    () લસુનાદી વટી - ગોળી
       () ચિત્રકાદી  - ગોળી  ત્રણ દિવસ સુધી
         આભ્યંતર સ્નેહપાનપંચતિક્ત ધૃત
                    - પટોલદી ધૃત
                   -  ત્રિફલા ધૃત,ગુગલું તિક્ત ધૃત

સંસર્જન ક્રમસાત દિવસ
ક્રમ
તારીખ
ટંક
ખોરાકની વિગત

સાંજ /સવાર
ભાતનું ઓસામણ (૧ ભાગના ચોખા અને  ૧૪ ગણું પાણી )

સાંજ /સવાર
મગનું પાણી (૧ ભાગના મગ  અને  ૧૪ ગણું પાણી )

સાંજ /સવાર
-ભાગના ભાત (પાણી ઓછું ચોખા વધુ )

સાંજ /સવાર
મગ વધુ પાણી ઓછું

સાંજ /સવાર
ખાલી કોરા મગ +ભાત (અકૃતયુષ )

સાંજ /સવાર
ખાલી કોરા મગ +ભાત (કૃતયુષ )

સાંજ /સવાર
મગ + ભાત + શાક
    સાંજથી મૂળ ખોરાક દાળ, ભાત, રોટલી શાક

વિરેચનકર્મ
ક્રિયામાંનિષ્ણાત વૈધ દ્વારાઔષધિયુક્ત દ્રવયોનિ મદદથી ઝાડા કરાવીશરીરના                     દોષોને  નીચેના ગુદ માર્ગેથી શરીરની બહાર કાઢવામાં આવે છે.
ફાયદા
   () ક્રિયાથી  પિત્ત  તથા  વાયુ ને લગતા  
      રોગોમાં વિશેષ ફાયદો કરે છે . જેવા કે પેટના     
      રોગો રોગો અસિડિટી, ચામડીના રોગો, રક્ત    
       દૂષ્ટિને લગતા રોગો, શ્વાસ  કમળો, લકવો,   
       નાડી સંસ્થાનનેલગતા રોગો વગેરે.
  (સ્વસ્થ વ્યક્તિ પણ જો શરદ ઋતુમાં વિરેચન   
       કર્મ કરાવે તો વર્ષ દરમ્યાન પિત તથાવાયુને   
      લગતા રોગોની ફરિયાદ રહેતી નથી તથા    
        રોગપ્રતિકારક શક્તિ વધે છે.









વિરેચન વિધિ
વમનકર્મમાં દર્શાવ્યા મુજબ કરવાની હોય છેસાતમા દિવસના ધૃતપાન  પછી  વચ્ચે  બે દિવસ સર્વાંગ અભ્યંગ સ્વેદન કરવી ચોથા દિવસે વિરેચન કર્મ કરવવામાં આવે છે. જેમાં વિરેચક યોગ ઔષધો પીવડાવીને આશરે ૧૦થી ૩૦ સુધી ઝાડા કરાવવામાં આવે છે. જેમાં વિકૃત પિટ, કફ, વાયુ વગેરે દોષો બહાર આવે છે. સંસર્જનક્રમ વમન કર્મ સમાન હોય છે.








વિરેચન યોગ
             ()   કાળી દ્રાક્ષ -૫૦ગ્રામ
                           -ગરમાળનો ગોળ -૫૦ગ્રામ
                           -એરંડ સ્નેહ -૫૦ એમ.એલ
                           -હરડે ફાંટ -૬૦ એમ.એલ
                           -ઇચ્છાભેદી રસ -,,   
                     ગોળી
                   -કટુકી /picrolexcap  2

             (   -હરિતકી -૨૦ગ્રામ
                    - દ્રાક્ષ   -૨૦ગ્રામ
                     - સોનામુખી -૪૦ ગ્રામ      
                      લિટરમાં ક્વાથ                 
                      બનાવીને
                     ચોથા ભાગનું બાકી રહે                    
                     ત્યારે  પીવડાવવું
     



બસ્તી
ક્રિયામાં નિષ્ણાત વૈધ દ્વારા ઔષધિયુક્ત દ્રવ્યોથ  સિદ્ધ તેલ તેમજ ઉકાળા   વગેરે ને  મુખ્યત્વે ગુદાના માર્ગેથી આપવામાં આવે છે.











ફાયદા

() ક્રિયાથી વાયુને લગતા રોગોમાં ફાયદો થાય  છે. જેમકે જૂની કબજિયાત, લકવો, નાડી સંસ્થાનને લગતા તેમજ મગજના રોગો સાંધના દુખાવા વધુ પડતું જાડાપણું કે વધુ પડતું દુબળાપણું મસાના રોગો, તથા આખા શરીરમાં પ્રસરેલા રોગો વગેરે.
() સ્વસ્થ વ્યક્તિ પણ જો વસંત ઋતુમાં બસ્તી કર્મ  કરાવે તો વર્ષ દરમ્યાન વાયુને લગતા રોગોની ફરિયાદ રહેતી નથી  તથા શરીર તંદુરસ્ત રહે છે.
 વિશેષમાં પુરુષોમાં મૂત્ર માર્ગે અને સ્ત્રીઓમાં યોનિ માર્ગે આપતી બસ્તીને ઉત્તર બસ્તી કહે છે, જે સ્ત્રી/પુરોષોના જાતિય રોગોમાં વિશેષ ફાયદો કરે છેતથા વંધ્યત્વ માટે આશીર્વાદ સમાન છે





         બસ્તિ પ્રકારદ્રવ્ય ભેદથી
()    નિરુહ બસ્તિ (આસ્થાપન બસ્તિ )
      મધ અને તેલની પ્રધાનતાવાળી બસ્તિ
 (૯૬૦ એમ એલ ,૨૪ પલ, પલ =૪૦ એમ મેલ )
 (        અનુવાસન બસ્તિ
            
            (તેલની પ્રધાનતાવાલી)
   ()        સ્નેહ બસ્તિશરીરમાં રહેવા છતાં    
             કોઈ દોષ કરતી નથી.
.             પ્રતિદિન આપી શકાય છે.
                     -ઉત્તમ માત્રા -૨૪૦ ,મધ્યમ માત્રા -    
              ૧૨૦ ,ક્નીશ્ક માત્રા ૬૦
   ()         માત્રા બસ્તિ    કલાકમાં પચી    
               જાય એટલો સ્નેહ ,૬૦
   ()        અનુવાસન બસ્તિ
             સ્નેહ બસ્તિના  અડધા પ્રમાણમા  સ્નેહ   
             આપવો તે અનુવાસન બસ્તિ                                      
            માત્રા ૧૨૦



અધિસ્થાન ભેદથી
પક્વાશયગતગુદમાર્ગેથી  અધિસ્થાન પક્વાશય.
 -ગર્ભાશય ગતસ્ત્રીઓમાં અપત્ય માર્ગ દ્વારા અપાય છે.
-મૂત્રાશય ગતપુરુષોમાં શિશ્ન અનેસ્ત્રીઓમાંયોનિમાં રહેલ મૂત્રમાર્ગ દ્વારા
-વ્રણગતવ્રણતલ દ્વારા શોધન/ રોપણ ઔષધો દ્વારા




કાર્મુક્તાઆધારે
() શોધનબસ્તિશોધનદ્રવ્યોથીબનેછે.
 () સ્નેહનબસ્તિસ્નેહમુખ્ય
 () લેખન બસ્તિમેદ ધાતુ ઓછી કરી
    શરીરનું   લેખન કરે છે.
  () બૃહણ બસ્તિરસાદી ધાતુઓને વધારી    
     શરીરનું બૃહણ કરે છે
  () ઉત્કલેશન બસ્તિ બસ્તિ દોષો અને   
    મલોને  ઉત્કલેશન કરી તેના પ્રમાણને  
    વધારી  તેને    દ્રવીભૂત  કરે છે. 
()  શમન બસ્તિ વાતાદી દોષોનું શમન કરે છે.
()  દોષહર બસ્તિ - શોધન બસ્તિ જેવુ કામ કરે
    છે.
 ()  રસાયન બસ્તિ/વાજીકર બસ્તિ-રસાયન
     અને વાજીકર ઔષધોથી સિદ્ધ દ્રવ્યોથી   
     અપાય છે.



સંખ્યાને આધારે
    કર્મબસ્તિ
અનુવાસન બસ્તિ 
પ્રથમ ક્રમથી  ૧૨ નિરુહ
 ૧૨ અનુવાસન 
 છેલ્લી પાંચ અનુવાસન
  કુલ -૩૦  અનુવાસન
 ૧૮,નિરુહ  ૧૨
    -નિરુહ-૧૨
  -અનુવાસન-૧૮




કાલબસ્તી
પ્રથમ અનુવાસન બસ્તિ  
ક્રમથી - નિરુહ,
અનુવાસન 
બાકીની ત્રણ અનુવાસન
    - નિરુહ -
  - અનુવાસન -૧૦
યોગ બસ્તિ
પ્રથમ અનુવાસન બસ્તિ 
 ક્રમથી - નિરુહ
અનુવાસન છેલ્લે
અનુવાસન
- અનુવાસન -
 -નિરુહ-



      તદુપરાંત જાનુંઢીચણ,કટી- કમર, ગ્રીવા-ડોક, પૃસ્ઠ- પીઠ વગેરેના ભાગે થતાં દુખાવાને દૂર કરવા જે તે સ્થાનિક ભાગો પર ઔષધિયુક્ત  નવશેકું  તેલ પુરવાની ક્રિયાને  જાનું બસ્તિ,કટીબસ્તિ,ગ્રીવાબસ્તિ, પૃસ્ઠબસ્તિ  વગેરે કહે છે. જેમ હીંચકાના કડામાં, વાહનોના પૈડાંના બોલ બેરિંગમાં તેલ પુરીને નરમાશ લાવી શકાય છે. તેમ ઉપરોક્ત સાંધાઓમાં ઔષધિ સિદ્ધતેલ પુરણ હાડકાં વચ્ચેનું ઘર્ષણ અટકાવે છેઅને સોજને ઘટાડી દુખાવાને દૂર કરવા મદદરૂપ થાય છેઅને સાંધાને મજબૂત બનાવે છે.





વાયુએ પવનપુત્ર હનુમાનનું સ્વરૂપ છેઅને લોકમાન્યતા પ્રમાણે હનુમાનજી  પર જેટલું તેલ ચડાવીએ  તેટલા પવનપુત્ર પ્રસન્ન રહે તે રીતે  ક્રિયા દ્વારા જેટલું તેલ પુરાણ કરી શકાય  તેટલો દુખાવો, સોજો વગેરે તકલીફ દૂર થાય છે.



નસ્ય
-ઊર્ધ્વ  જત્રુગતઅર્થાત શીર્ણ વિકારોમાં નાસયાની વિશેષ ઉપયોગિતા છે. કારણ કે " નાસા હિ શિરસો દ્વારમ" નાસાનાક શિરનું દ્વાર છે.
      ઔષધિ  અથવા ઔષધ સિદ્ધ સ્નેહને નાસા માર્ગેથીનાકથી  આપવાની ક્રિયાને  નસ્ય કહે છેનસ્ય ઔષધ અંદર જઈને , શિરમાં વ્યાપ્ત થઈ  શિરોગત વિકારોને નસ્ત કરે છે.
ફાયદા
જૂની શરદી, શિરશૂળ,વાળ ખરવા-અકાળે સફેદ થવા, આધાશીશી,આંખ,- કાનનાકના રોગો વિગેરેમાં લાભ મળે છે.    શિરોગત દોષોને દૂર કરે છે.




રક્તમોક્ષણ-
ક્રિયામાં નિષ્ણાત વૈધ દ્વારા શરીરના જે ભાગમાં રક્ત અને પિત્તની વિકૃતિ થયેલી જણાતી હોય ત્યાં રક્ત લઈ જતી શિરામાં વેઢ કરી અથવા ચામડી પર જળો વગેરે સાધનોની મદદથી બગડેલા લોહીને બહાર કાઢવામાં આવે છે.
ફાયદા
 () ક્રિયાથી ચામડીને લગતા તથા લોહીને    લગતા રોગોમાં વિશેષ ફાયદો કરે છેજેવા કે ખરજવુંસફેદ કોઢ , ખસરક્ત, પિત્ત,પ્લીહાવૃદ્ધિ,અમ્લપિત્ત,રાંજણ માથાનો દુખાવો, મસા, શરીર પરની ગાંઠો, કેન્સર વગેરે.
()આધુનિક મતે રુદ્ધયરોગ, હાઈબ્લડ પ્રેશર,સોજા વગેરેમાં ઉપયોગી છે.









() જાનું બસ્તિ-જાનુંઢીચણના ભાગે કરવામાં આવતું  ઔષધસિદ્ધ  તેલ પુરણ કર્મ
()શીરો બસ્તિશિરોપ્રદેશમાં કરવામાં આવતું  ઔષધસિદ્ધ  તેલ પુરણ કર્મ.
()ગ્રીવા બસ્તિકમરના ભાગે  કરવામાં આવતું  ઔષધસિદ્ધ  તેલ પુરણ કર્મ.
 () શિરોધારાઔષધસિદ્ધ  યા સાદા દ્રવની શીરો પ્રદેશ પર કરવામાં આવતી ધારા.









 ()   નસ્ય  -  રોગાનુસાર યથાવશ્યક ઔષધનું  નાસા વિવર માં પૂરણ.
() જલૌકાચરણ-દૂષિત રકતુનું  જળો દ્વારા બહિર્નિહરણ
   ()ષષ્ઠીશાલીપિંડસ્વેદ-ઔષધસિદ્ધ  દ્રવમાં રાંધેલા ચોખાની સુખોષ્ણ પોટલીથી કરવામાં આવતો 
 શેક.
આભાર

No comments: