ઓમને
અનાહત નાદ કહે છે, જે પ્રત્યેક વ્યક્તિની ભીતર
અને આ બ્રહ્માંડમાં સતત ગૂંજ્યા કરે છે. તે સતત ગૂંજ્યા કરે છે તેનું કોઈ કારણ
નથી. સામાન્ય રીતે નિયમ છે કે ધ્વનિ કોઇક સાથેના ઘર્ષણથી કે કોઇકની સાથે અથડાવાથી
ઉત્પન્ન થાય છે, પણ અનાહતને ઉત્પન્ન નથી કરી શકાતું.
ઓ, ઉ અને મ. ત્રણ અક્ષરોવાળા આ શબ્દના બધા ગુણોનું વર્ણન સંભવ નથી.
એટલે કે આ શબ્દનો મહિમા અવ્યક્ત છે. ઓમ નાભિ, હૃદય અને આજ્ઞાચક્રને જગાડે
છે. આને પ્રણવ સાધના પણ કહી શકાય છે. તેના અનેક ચમત્કારો છે. પ્રત્યેક મંત્ર પહેલા
તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે.
યોગ સાધનામાં તેનું વધારે મહત્વ છે. તેના સતત
ઉચ્ચારણથી અનાહતને જગાડી શકાય છે. વ્યર્થ માનસિક દ્વંદ્વ, તણાવ અને નકારાત્મક વિચારો
દૂર થાય ત્યારે મનની શક્તિમાં વધારો થાય છે. મનની શક્તિ વધવાથી સંકલ્પ અને
આત્મવિશ્વાસ વધે છે. સંમોહન સાધકો માટે આના સતત જાપ લાભદાયક છે.
No comments:
Post a Comment