Well come My friends to my Page

Tuesday, July 15, 2014

જીવન — મૃત્યુ...સંકલન જગદીશ રાવળ


જીવન મૃત્યુ
                          

આજે મૃત્યુવિષે વાચેલું અને વિચારેલું પ્રસ્તુત કરું છું.
મહાભારતમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે જેમાં  યક્ષ પ્રશ્ન પૂછે છે કે દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ?

अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम्।
शेषा: स्थावरमिच्छन्ति किमाश्चर्यमत: परम्॥

મહાભારત, વનપર્વ
ત્યારે યુધિષ્ઠિર ઉત્તર  આપે છે કે સંસારમાં રોજરોજ પ્રાણીઓ યમલોકમાં જાય છે ( મૃત્યુ પામે છે ). છતાં બાકીના મનુષ્યો એવી આશા સાથે વર્તે છે કે પોતે અમર છે અને શાંતિથી જીવે છે એથી બીજું આશ્ચર્ય શું હોઇ શકે ? “
વિચાર કરી જુઓ કે દુનિયામાં બધું અનિશ્ચિત છે. તમે ક્યાં અને ક્યારે જન્મ લેશો. તમે કઈ યોનિમાં (મનુષ્યજાતિ, પક્ષી જાતિ, પશુજાતિ વગેરે) હશો, તમે કયા ધર્મને અનુસરશો, તમે સુખી-સમૃદ્ધ હશો કે દુ:ખી તથા ગરીબ હશો, તમે આનંદથી જીવશો અને શાંતિથી મરશો કે  નહીં…. દરેક વસ્તુ જે હું વિચારું છું તે બધી અનિશ્ચિત છે સિવાય એક વસ્તુ – “મૃત્યુ“.  હર પળ મૃત્યુદુનિયામાં આપણા જાણીતા અને , અનેક અજાણ્યા  લોકોનેઅસંખ્ય કારણોથી નાશ કરે છે. જીવનના અંત સમય સુધી મૃત્યુ માથા ઉપર નાચે છે. દરેક મનુષ્ય જાણે છે કે મૃત્યુએક અનિવાર્ય અંત છે પણ સમજીને કયારે કોઈ વિચાર કરતું નથી.
ગરુડ પુરાણમાં વર્ણન  છે કે 
जातस्य हि र्ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च|| ६ (अ) – (અગિયારમો અધ્યાય)
અર્થાત : જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ નિશ્ચીત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ અવશ્ય છે. કાળ કોઈને છોડતું નથી.
અને કડવું સત્ય છે કે જીવનની ક્ષણ સાચવવી બહુ કઠીન છે.  જો વિશ્વાસ થતો હોય તો સ્થિતિનો વિચાર કરી જુઓ. જયારે તમારું શરીર તાવથી ધગમગતું  હોય, તમારું માથું ગરમીથી ફાટતું હોય, દરેક અંગ અકારણસર શિથિલ થયું હોય અને તમને  કોઈ તુરંત સારવાર ના મળી હોય ત્યારે ક્ષણે સતત ભગવાનનું નામ લેવાનો પ્રયત્ન કરજો. મારી ખાતરી છે કે તમે બે  મિનીટ સુધી  પણ નહીં લઇ શકો. તમારું મન આંતરિક ગભરામણથી અસ્વસ્થ હશે. કોઈ પણ રીતે તમને પરિસ્થિતિમાંથી મુક્ત થવું હશે.  તમારા પત્ની , પુત્ર , દાકતર સહુને આગ્રહ, કોપ અને આજીજી કરી  તાત્કાલિક દવા લાવાનું કહેશો. શાસ્ત્રવેત્તોમાં શ્રેષ્ઠ અરિષ્ટનેમી  સગર રાજાને ઉપદેશ આપતાં કહે છે:
स्वजनं हि यदा मृत्युर्हन्त्येव भुवि पश्यतः।
कृतेऽपि यत्ने महति तत्र बोद्धव्यमात्मना।।
અર્થાત: મનુષ્ય પોતાના સ્વજનને મૃત્યુથી બચાવવાના ભારેમાં ભારે યત્ન કરે છે પરંતુ મૃત્યુ તમારા સ્વજનને છોડતું  નથી.”  સમયે તમારી  વાણી ,વર્તનમાં સુઝબુઝ ગુમાવી બેસો છો. ભગવાન તો બાજુએ ગયા. અંતરના જ્ઞાનચક્ષુ બંધ હોવાથી પીડાથી (કાળ) બચવાનો આપણે નિષ્ફળ પ્રયત્નો કરીએ છીએ , અનેક પ્રકારની દવા, બાધાપ્રાર્થના, ઉપાયો તથા ઉપચાર કરે છે. બધું વ્યર્થ છે.
શ્રીમદ ભાગવતમહાપુરાણમાં રાજા બલિ પોતાના સેનાપતિઓને સમજાવતા કહે છે કે:
बलेन सचिवैर्बुद्धय दुर्गैर्मन्त्रौषधादिभिः ।
सामादिभिरुपायैश्च कलं नात्येति वै जनः ॥२२॥
–  સ્કંધ  , અધ્યાય ૨૧
અર્થાત: બળ , મંત્ર , બુદ્ધિ , દુર્ગ , મંત્રી , ઔષધી વગેરેમાંથી કોઈ પણ સાધન  દ્વારા અથવા બધા દ્વારા મનુષ્ય કાળપર વિજય નથી મેળવી શકતો. પણ કોઈ મંત્ર , તંત્ર , કથા તમને હંમેશ માટે બચાવી ના શકે.
પણ બુદ્ધિ જે ભગવાનમાં મન પરોવે સાથ નથી આપતીઅને ચિત્ત દુન્યવી માયામાં પ્રવેશે છે .  તે વખતે તમને અનેક વિચાર આવશે: શું થવા બેઠું છે ? સવાર સુધી તો તબિયત સારી હતી , આમ અચાનક શું થયું ? હવે દવા  મળે તો  સારું અને જેવું સારું લાગશે તો  ઠાકોરજીનાં દર્શન કરવા જઈશ અને રાજભોગ જરૂરથી લખાવીશ. હવે તબિયતનો ભરોસો નહીં, જેવો બેઠો થાઉં કે તરત  દીકરાને સમજાવી દઉં કે ક્યાં , કોની પાસે કેટલું લેવાનું નીકળે છે. સ્ત્રીઓ પોતાની દીકરી અને વહુ માટે શું આપવાનું છે તે બધા વિચારમાં વ્યસ્ત થાય છે. પેલા લોકરમાં રહેલા ઝવેરાતનું દીકરીને કહેવાનું છે.  અને એક વિચારમાંથી અનેક આવવા લાગે છે. છેવટે દવા મળે છે.  ઊંઘની ગોળીને લીધે વિશુદ્ધિ આવે છે  કલાકની વ્યવસ્થિત આરામ , અને સાત્વિક ભોજન પછી આરોગ્ય ઠીક બંને છે. બે દિવસ પછી સવારે મંદિરે જઈ ભગવાનનો આભાર માનીએ છીએ. અને ફરી જીવનના કકળાટમાં ડૂબી જઈએ છીએ.
नौषधानि न शस्त्राणि न होमा न पुनर्जपाः।
त्रायन्ते मृत्युनोपेतं जरया चापि मानवम्।।
મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય 27
અર્થાત: સત્ય છે કે ” જયારે મનુષ્ય ઉપર મૃત્યુ કે વૃદ્ધાવસ્થા આવી બેસે છે ત્યારે ઔષધી , મંત્ર , હોમ , કે જાપ કોઈ પણ એને બચાવી શકતું નથી “
હરે-ફરે-ચરે-રતિ કરે-ગર્ભને ધરે-મરે-ફરી અવતરેઅર્થાત, ખાવું , પીવું, ફરવું, ક્રીડા કરવી , નવા જીવને જન્મ આપવો , ભરણ અને પોષણ કરવું, મરવું અને ફરી જન્મ લેવો.  બસ કામ કરીએ છીએ.  દરરોજ વૃદ્ધ થઇએ છીએ. પ્રતિદિન કાળનાં મુખ તરફ  વધી રહ્યા છે. પણ સમજવા , વિચારવા સમય કોની પાસે છે ઉદાહરણ છે :
વર્ષ નો બાળક રમતમાં જીવ હોય છે.
૧૫ વર્ષનો કુમાર ભણવામાં મશગુલ છે.
૨૫ વર્ષનો યુવાન કમાવામાં પડ્યો છે.
૩૫ વર્ષનો જુવાન મોજ-શોખ અને ક્રીડામાં ઉતર્યો છે.
૪૫ વર્ષનો પુરુષ પરિવારની જંજાળમાં જજુમે છે.
૫૫ વર્ષનો પ્રૌઢ પોતાની આગલી પેઢીને ઠરીઠામ કરવામાં યત્ન છે.
૬૫ વર્ષનો વડીલ શારીરિક વ્યાધિઓના ઉપચારમાં વ્યસ્ત છે.
૭૫ વર્ષનો વૃદ્ધ માનસિક ઉપાધીઓથી થાકી ગયો છે.
છેવટે સંસારમાંથી મન વાળી લઇ મૃત્યુની રાહ જોતો મંદિરના ધક્કા  ખાય છે.
શંકરાચાર્યે भज गोविन्दं માં ઉપરના ઉદાહરણને માત્ર એક શ્લોકમાં સમજાવતા કહે છે:
बालस्तावत् क्रीडासक्तस्तरुणस्तावत्तरुणीसक्तः वृद्धस्तावच्चिन्तासक्तः
અર્થાત : બાળક રમતની જોડે  વશ છે, યુવાન પ્રેયસીમાં અને વૃદ્ધ ચિન્તાજોડે બંધાયેલો  છે.
અંત સમયે સ્પષ્ટ થાય છે કે વર્ષોનાં કરેલ કાર્યો અને તેની પાછળનાં કારણ નિરર્થક છે . કાળ ક્યારે, કોને પોતાનો કોળિયો  બનાવી લેશે તે કોઈ આગાહી  કરી શકતું નથી.
પણ અનુભવમાં એક વસ્તુ ભૂલી જવાય છે અને જે વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ રીતે જણાવી છે કે:
जातस्य नियतो मृत्युः पतनं च तथोत्रतेः |
विप्रयोगावसनास्तु संयोगः संचय क्षय || ८७
અર્થાતજે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ નિશ્ચિંત છે. દરેક ઉન્નતિનું પતન અવશ્ય છે. સંયોગનો અંત વિયોગ છે અને જે સંગ્રહ કરે છે તેનો ક્ષય સર્વથા નક્કી છે.
ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે :
यज्युते वेष्टनं वायोराकाशस्य च खण्डनम् |
ग्रंथन च  तरंगा णा मा स्थाना युषि युज्यते || ३७
ગરુડ પુરાણ , સોળમો અધ્યાય
અર્થાત:  વાયુને વીંટીમાં લેવાનું , આકાશને  ખંડિત કરવાનું અને પાણીના તરંગોને એકઠા કરવાનું કદા શક્ય છે. પરંતુ મૃત્યુનું નિવારણ કરવાનું સંભવ નથી.
આનો અર્થ એમ નથી કે મૃત્યુને ટાળી ના શકાય. ભગવાન શંકરે મૃત્યુ પર વિજય પામવા એક સૂત્ર બનાવ્યું છે. જે સુત્રને સાંભળે છે  તે અમર બને છે. તેને અમર કથાતરીકે પણ ઓળખાય છે. પરંતુ કથા અતિ ગુઢ , અત્યંત ગુપ્ત અને સમજવી અઘરી છે. આથી શ્રીમદ ભાગવતમહાપુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે
यदि प्राप्तिं विधातं च जानन्ति सुखदु:खयोः |
तेडप्य्द्वा न विदुर्योगं मृत्युर्न प्रभवेघथा || १९ ||
–  સ્કંધ ૧૦ ,અધ્યાય ૧૧
અર્થાત: સુખ અને દુ:ખની પ્રાપ્તિ અને નિવારણ જો કદાચ જાણી શકાય પણ મૃત્યુને અગાઉથી જાણવું શક્ય નથી. અને કદાચ કોઈ જાણી પણ લે તો પણ મૃત્યુને ટાળવું શક્ય નથી.
અને વધુ સ્પષ્ટ કરતાં કહે છે :
लोकानां  लोकपालानां  मद्भयं कल्पजीविनाम्  
ब्रह्मणोडपि भयं मत्तो द्विपरार्धपरायुषः   || ३०  ||
(
સ્કંધ ૧૧ , અધ્યાય ૧૦)
અર્થાત : ” સર્વ લોક અને લોકપાલોનું આયુષ્ય મર્યાદિત છે. અર્થાત માત્ર એક કલ્પ પર્યંત છે. સ્વયં બ્રહ્માની આયુ પણ બે પરાર્ધ સુધી સીમિત છે.  આથી તે સર્વ  મારાથી (કાળ સ્વરૂપ) ભયભીત રહે છે.
ભગવાન (તેમનાં ભક્તો માટે) અને તેમનાં ભકત  સિવાય  જગતમાં કોઈ મૃત્યુને ઉત્થાપી શકતું નથી.
मृतस्यानयनं सूनोः पुनः सान्दीपनेर्गुरोः 
ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ગુરુ સાંદિપની ઋષિનાં મૃત પુત્રને વરુણ લોકમાંથી પાછો લાવ્યા હતાં.
ભગવાન માતા દેવકીની ઈચ્છાથી પોતાના સાત મૃત ભાઈઓને સુતલ લોકમાંથી બલિ રાજા પાસેથી પાછા લાવ્યા હતાં.
માર્કંડેય ઋષિનું આયુ અલ્પ હતું , માત્ર ૧૬ વર્ષની ઉમરમાં વિધાતાએ મૃત્યુનિશ્ચિત કર્યું હતું પણ તેઓ ભગવાનના ભક્તોની નિ:સ્વાર્થ  સેવા કરી કલ્પ પર્યંતનું આયુ પ્રાપ્ત કર્યું હતું.
વિભીષણે રામજીની સેવા કરી અને સાથ આપી લંકાનું કલ્પ સુધીનું રાજ પ્રાપ્ત કર્યું હતું.
જોકે કહેવાય છે કે અણી ચુક્યો સો વર્ષ જીવેપણ તો ભાગ્યમાં લખાયેલું હોય તો બને. ગરુડ પુરાણમાં લખ્યું છે કે
यस्मिन वयसि यत्काले यदिवा यच्च व निशि |
यन्मुहूर्ते  क्षणे वापि  तत्तथा   न तदन्यथर ||
गरुड पुराण  ११३ २२
અર્થાત : જે અવસ્થામાં , જે સમયે , જે દિવસે , જે રાતે , જે મુહૂર્તમાં અથવા જે ક્ષણે જેનુ મૃત્યુ થવાનું નિશ્ચિત છે તે થઈને રહેવાનું છે. અન્યથા એવું થવું અસંભવ છે.
જે ભક્ત છે. સંત છે, નિર્લેપ છે , તેનું મૃત્યુ નથી. તે આત્મા તો ભગવાનમાં લીન થાય છે કારણ તેને પોતાના મનને વર્ષોની કેળવણીથી સંસારમાંથી અનાસક્ત કર્યું છે અને ભગવાનમાં પરોવતા શીખવ્યું છે . તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
 कौन्तेय ! प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति |” – હે અર્જુન , તું નિશ્ચયપૂર્વક જાણજે કે મારા ભક્ત કડી નાશ પામતા નથી .
જે અધમ છે, અજ્ઞાની છે અને પાપી છે તેની અધો:ગતિ થાય છે અને મૃત્યુને પામે છે  તે અંત સુધી અનેક સંસારની માયામાં રચ્યોપચ્યો  રહે છે. અરે અંત સમયે પણ તેના મનમાં અનેક વિચારોની ઘટમાળા સતત ચાલુ રહે છે કે
 इमे मया विनाभूता भविष्यन्ति कथं त्विति  મારા પછી મારા પરિવાર, સંપત્તિ, પ્રતિષ્ઠાનું શું થશે? મારું શું થશે? હું કયાં જઈશ? કોની સાથે જઈશ ? મેં કરેલા પાપોની સજા શું હશે? આટલા વર્ષો અનેક મિત્ર, સગા-સંબધીઓ વચ્ચે આનંદ અને ખુશીથી ગાળ્યા તો મૃત્યુ પછી કોની સાથે કાઢીશ અને પ્રશ્નોની પરંપરા ચાલુ રહેશે  અને અનેક સંતાપ સાથે પ્રાણ છુટે છે. વિચાર કરો શરીર શું છે ?
त्वङ्मांसरुधिरस्नायु मेदोमज्जास्थिसंहतौ
અર્થાત: “ શરીર તો ચામડી,ચરબી, લોહી , હાડકાં, પસીનો , મળ , મૂત્ર, પરુ અને વીર્યથી ભરેલું છે.”  પછી એનો મોહ શું અને એની સાથે જોડાયેલા સંબંધોની માયા કેવી ?
મહારાજ પુરુરૂવા તેમની પત્ની ઉર્વશીનાં વિરહમાં  આત્મગ્લાની વ્યક્ત કરતા કહે છે:
पित्रोः किं स्वं नु भार्यायाः स्वामिनोऽग्नेः श्वगृध्रयोः
किमात्मनः किं सुहृदामिति यो नावसीयते || १९ ||
અર્થાત: શરીર માતા-પિતાનું સર્વસ્વ છે કે પત્નીની સંપત્તિ  છે? એના પર સ્વામીનો હક્ક છે ? કે અગ્નિ પ્રજળવા માટેનું ઇંધણ છે ? કે પશુ પક્ષીઓ માટેનું ભોજન છે ? એને આપણું કહીએ કે સગા સંબંધીનું ? મારા મત મુજબ શરીર કોઈનું નથી.
સત્ય છે કે 
 नायमत्यंतसंवासः કોઈનો કોઈ સાથે નિરંતર સહવાસ નથી રહેતો.  સિકંદર જયારે મરણ શૈયા પર હતો ત્યારે તેણે પોતાના અમલદાર અને સેનાપતિને ઉદેશીને કહ્યું કે મારા મૃત્યુ પછી મારા બંને હાથ ખુલ્લા અને મુઠ્ઠી ખાલી રાખી સવારી કાઢજો આથી દુનિયા જાણે કે આખા વિશ્વને જીતનાર સિકંદર પણ ખાલી હાથે ગયો હતો.આથી કેહ છે કે “ एवं विजानँल्लोकेऽस्मिन्कः “,  સંસારમાં કોણ કોનું છે ?
હવે એમ વિચાર આવે કે જાગ્યા ત્યારથી સવારઅને રોજ સવાર અને સાંજ સતત ભગવાનનું નામ લેશું તો આપણો બેડો પાર“. વાત ૧૦૦ ટકા સાચી કે જીવનના છેલ્લા શ્વાસે પણ ભગવાનનું નામ લેવાય તો  મુક્તિ જરૂરથી મળે. ભાગવતમાં અજામિલ નામના બ્રાહ્મણની કથા છે તેણે આખું જીવન અધમ પાપ અને નીચ કર્મ કર્યા  હતા. પણ પૂર્વ જન્મના કોઈ સત્કર્મને લીધે તેણે અજાણતા થોડા સંતોની સેવા કરી. તે સંતોએ તેના પર કૃપા કરવા તેને કહ્યું કે તારું  જે  હવે બાળક થાય તેનું નામ નારાયણ”  રાખજે. અજામિલને તે બાળકમાં બહુ પ્રીતિ હતી તેથી સવાર સાંજ તેનું નામ લઇ બોલાવતો રહેતો,. જયારે અંત-કાળ આવ્યો ત્યારે સમયે પણ તે નારાયણ”  અર્થાત તેના પુત્રને યાદ કરતો હતો પણ તે નામ ભગવાનનું હતું તેથી તેના દરેક પાપનો તત્કાલ નાશ થયો અને તે મુક્તિ પામ્યો.
नामोच्चारण  महात्म्यं हरेः पश्यत पुत्रकाः |
अजामिलोऽपि  येनैव मृत्युपाशाद मुच्यत २३ |
श्रीमद भागवत् महापुरणम्   ( स्कंध ६ , अध्याय ३)
અર્થાત:  યમરાજ પોતાના દૂતોને ઉપરના શ્લોકમાં કહે છે કેભગવાનના નામ ઉચ્ચારણનો મહિમા તો જુઓ કે પોતાના પુત્રનું નામ લઇ રહેલો મહા-પાપી અજામિલ  મૃત્યુ-પાશથી  છુટકારો પામ્યો”.
આથી આપણા પૂર્વજોનાં નામ ભગવાનના નામની પાછળ  હોય છે જેવા કે  “રામદાસ” “રણછોડદાસ” “દામોદરદાસ” “નારાયણદાસ” પણ   યાદ રાખો અંત સમયે  એક ક્ષણવધારે નથી મળતી. આખો પરિવાર આંખ સામે ઉભો છે પણ કહેવા, કાઈ કરવાવિચારવા માટે કોઈ શક્તિ  નથી બીજી પળ નથી. અંતર વિહ્વળ છે , હૃદયમાં ગ્લાનિ છે. મન અનેક અતૃપ્ત ઈચ્છાઓથી ભારે છે પણ બધું છુટી રહ્યું છે અને સંજોગોથી  વિવશ છો.  હવે વિચારો સ્થિતિમાં  ભગવાન કેવી રીતે યાદ આવે? અને આવે તો કેટલા સમય સુધી આવે?
ભાગવતમાં  ભરત નામનો એક મહાન રાજાનાં ચરિત્રમાં જણાવ્યું છે તે મહા પ્રતાપી ,ધર્મિષ્ઠ અને ભગવદ ભક્ત રાજા હતો.  અનેક યજ્ઞ, દાન કરી એણે સ્વેછાએ રાજયનો ત્યાગ કરી સંન્યાસ લીધો હતો. જેના નામ પરથી આપણાં દેશનું નામ ભારતપડ્યું. તે એક મૃગમાં (હરણ) આસક્તિને કારણે એક સાધારણ મનુષ્યની જેમ બીજા જન્મમાં મૃગશરીર ધારણ કર્યું.
लोकमिमं सह मृगेण कलेवर मृतमनु न मृतजन्म- ત્રણ જન્મ પછી તેમને મુક્તિ પ્રાપ્ત થઇ.એનો મતલબ થાય કે અંત સમય બહુ કપરો છે. તે પળ જીતવી  અતિ  દુષ્કર છે.
ભગવાન તો ત્યાં સુધી છુટ આપે છે કે જો મરતી ક્ષણે મારું આખું નામ ના લઇ શકો પણ નામ નો અંશ લો , અર્થાત રામની જગાએ માત્ર રા”  પણ  બોલો તો હું એને સંપુર્ણ માનીશ. ઋષિ , મુની , સંત , ભક્ત , સહુ વિનંતી કરે છે  કે સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.અંત સમય મારો આવે ત્યારે નહીં રહે દેહનું ભાન” . જે જીવનભર ઈશ્વરના નામનું રટણ કરી પણ પ્રભુ પાસે આવી વિનંતી કરે છે તો આપણાં જેવા બે બદામનાં માણસની શું વિસાત, જે સંસારની જંજાળમાં અને અનેક ભોગોમાં જીવનભર રચ્યાંપચ્યા રહે છે ?
અંતમાં મારે એટલું કેહવું છે કે:
કોઈ પણ જાતના આત્મવિશ્વાસમાં કે ઉત્સાહમાં ના રહો કે અંત સમયે તમે શરીર અને મન પાસેથી કાઈ કરાવી શકશો.  અંધશ્રદ્ધામાં પણ ના રહો કે તમારું પોતાનું તમને મદદ કરશે.  પ્રકૃતિના નિયમ અતૂટ હોય છે. તેમાં દરેક પ્રાણી બંધાયેલો છે.
स्वयमुत्पद्यते जन्तुः स्वयमेव विवर्धते।
सुखदुःखे तथा मृत्युं स्वयमेवाधिगच्छति।।
મહાભારત , શાંતિપર્વ , અધ્યાય ૨૯૨
અર્થાત: મનુષ્ય સ્વંય જન્મ લે છે .સ્વંય  આગળ વધે છે , સ્વંય સુખ , દુ:  અને મૃત્યુ પ્રાપ્ત કરે છે . અને સનાતન સત્ય છે.
गतानृषींस्तथा देवानसुरांश्च तथा गतान्
प्रभावैरन्वितास्तैस्तैः पार्थिवेन्द्राः सहस्रशः ये गताः पृथिवीं त्यक्त्वा
મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૯૪
અનેક સુર , અસુર, દાનવ , માનવ પ્રભાવશાળી રાજા , રજવાડા , મહારાજા , ધર્માત્મા , મહાત્મા , જ્ઞાની , સંત , સુફી , અને યોગી,  સહુ  સંસારમાં આવ્યા , અવિચળ કીર્તિ , સત્તા કે ધન પ્રાપ્ત કર્યું અને છતા તે સહુ સંસારમાંથી વિદાય થયા . જગતમાં  ઉત્પન્ન થયેલી દરેક જડ અને ચેતન વસ્તુ નાશવંત છે , કશું પણ શાશ્વત નથી.
न कालस्य प्रियः कश्चिन्न द्वेष्योऽपि कपीश्वर।
कालः कालयते सर्वान्सर्वः कालेन बध्यते॥
(।।६५३।। [रा. ४.२७.७] ,समाप्तोऽयं ग्रन्थः )
કાળને માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. કાળ બધાને ખાઈ જાય છે. બધા લોકો કાળના બંધનમાં બંધાયેલા છે. એથી દરેક સંબંધ કાળનાં પ્રવાહમાં વહી જાય છે.
સારા કર્મ કરો . ભક્તિમાં મન રાખો , નિર્લેપતાથી જીવો અને અંત:કરણથી સંસારને ત્યાગો. મૃત્યુ બહુ આકરું નહિ લાગે.


No comments: