Well come My friends to my Page

Friday, June 13, 2014

સમર્પણ ધ્યાન પધ્ધતિ

ધ્યાન ની શરુઆત પહેલાં નીચે દર્શાવેલા વિષયો સમજવા જરુરી છે.

પરમાત્મા : પરમાત્મા એટલે વૈશ્વિક ચેતના. વૈશ્વિક ચેતના એટલે એ ચૈતન્ય જે વિશ્વનાં
કણકણમાં વ્યાપ્ત છે.
તો આના ઉપરથી જાણી શકાય કે કોઇપણ શરીર પરમાત્મા ન હોઇ શકે, શરીર તો નાશવાન છે
જ્યારે પરમાત્મા તો અવિનાશી,શાશ્વત છે, કારણ શરીર તો આ ચૈતન્ય શક્તિનું માધ્યમ છે.

ધર્મ : માનવનો સાચો ધર્મ માનવતા છે. જ્યારે બાળક જન્મ લે છે
ત્યારે તે કોઇ ધર્મ લઇને જન્મ નથી લેતું
પરંતુ જે ઘરમાં જન્મ લઇએ છીએ તે ઘરનો ધર્મ તેની સાથે જોડાય જાય છે.
આ બધાં બાહરી ધર્મ છે, જેનો મુખ્ય ઉદેશ્ય તો માનવતાને જાગૃત કરવાનો છે
અને પ્રેમ કરવો એ માનવ નો કુદરતી સ્વભાવ છે.

સદગુરુ : ઘણા વર્ષો બાદ સદગુરુ જન્મ લે છે. સદગુરુ એ એક દિવ્ય માધ્યમ છે, પાઇપ છે,
કડી છે, તેઓ તો વૈશ્વિક ચેતના સાથે એકરુપ થઇ ગયા હોય છે,
અને બીજાઓને તે ચેતનાની અનુભૂતિ કરવા માર્ગદર્શિત કરે છે.
સદગુરુની મદદ વગર તો આ ચેતન્યની સાથે એકાકાર થવું શક્ય જ નથી.

સમર્પણ ધ્યાન પધ્ધતિ

સમર્પણ ધ્યાન પધ્ધતિ બિલકુલ સરળ પધ્ધતિ છે.
અર્પણનો અર્થ થાય આપણી પાસે જે હોય તેમાથી થોડું ચડાવવું,
જ્યારે સમર્પણનો અર્થ થાય સર્વસ્વ અર્પણ કરવું.
સર્વસ્વ એટલે બધું આપણા વિચારો, દોષો, ચિંતાઓ,
ઇચ્છાઓ વગેરે જે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં અડચણરુપ છે
તે બધાંને સમર્પિત કરવાં. એટલે પોતાને એક શરીર ન સમજતા
જ્યારે આત્મા તરીકે ઓળખીયે ત્યારે આધ્યાત્મિક પ્રગતિ ની શરુઆત થાય છે,
એટલેજ સ્વામીજી પણ સાધકો ને એક પવિત્ર આત્મા તરીકે જોવા કહે છે.
દરેક ધ્યાન કેન્દ્ર પર સાધક ધ્યાન ની દસ મિનિટ પહેલાં જઇ આસન પાથરી,
પોતાને જે પણ આસનમાં ફાવે તેમ બેસી, શાંત ચિત્ત રાખી ,
પૂર્ણ એકાગ્રતા થી ચિત્ત સહસ્ત્રારપર એટલે તાળવાં પર રાખીને ,
પછી બધાં એકસાથે મંત્ર ઉચ્ચારણ કરી ધ્યાન શરુ કરે છે.
પછી અડધો કલાક આંખો બંદ રાખી મૌનમાં શાંતીથી બેસી રહે છે.
અંતમાં બધા સાધકોની આધ્યાત્મિક ઉન્નતિ તેમજ વિશ્વશાંતીની પ્રાર્થના કરી ધ્યાન કક્ષમાંથી બહાર આવે છે.
આ ધ્યાનમાં બેસવાં માટે કોઇ વિશિષ્ટ પ્રકારના આસનની આવશ્યક્તા નથી.
જમીન પર આસન પાથરી સુખાસનમાં એટલે પલાઠીવાળીને બેસવું.
જ્યારે આપણે આંખો બંદ કરીએ છીએ ત્યારે અંતર્મુખી થઇએ છીએ. જેથી આપણને બહારના વિશ્વથી મનને વાળવામાં આસાની થાય છે.
ધ્યાન કરવાનો સૌથી ઉતમ સમય બ્રહ્મ મૃહ્રત એટલે સૂર્યોદય પહેલાં
સવારે 4 થી 6 વાગ્યાનો છે. કારણકે આ સમયે વાતાવરણમાં શાંતી હોય છે
તેમજ વિચારોનું પ્રદુષણ ઓછું હોય છે. જેથી ધ્યાનમાં એકાગ્રતા સારી લાગે છે.
સવારે ધ્યાન કરવાંથી જે ઉર્જાશક્તિ પ્રાપ્ત થાય છે
તે આખો દિવસ શાંતીથી કાર્ય કરવા માટે મદદરુપ થાય છે
 અને સાંજે ધ્યાન કરવાંથી આખા દિવસ દરમ્યાન કાર્ય કરવાથી લાગેલો થાક દૂર થાય છે
તેમજ મન પ્રફુલ્લિત થાય છે.

ધ્યાન પધ્ધતિનો ક્રમ નીચે મુજબ છે.

દરેક ધ્યાન પધ્ધતિ મંત્ર પર આધારિત હોય છે,
તેમ સમર્પણ ધ્યાન પધ્ધતિ પણ મંત્ર દ્વારા વિશ્વના અનેક લોકોએ અપનાવેલી છે.
આમ જોવા જઇએ તો મંત્ર એ સશક્ત શબ્દોનો સમુહ છે.
જ્યારે યોગ્ય રીતે મંત્ર ને ઉચ્ચારિત કરવાંમાં આવે
અથવા જપવામાં આવે તો  મંત્ર ની શક્તિ આપણને મનની એકાગ્રતા લાવવામાં મદદરુપ થાય છે
તેમજ પરમાત્મા સાથે એકરુપ થવામાં મદદરુપ થાય છે.
આ રીતે મંત્ર એ પરમાત્મા સુધી પહોંચવાની સીડી છે.

ગુરુમંત્ર : ગુરુ મંત્ર એ ગુરુ(આધ્યાત્મિક ગુરુ) પોતાના ગુરુ દ્વારા પ્રાપ્ત કરે છે.
યોગ્ય સમયે જ્યારે અનેક શિષ્યો, આત્મિક સ્તર પર,
પોતાની તેમજ સમાજની આધ્યાત્મિક તેમજ સર્વાંગી ઉન્નતિની ઇચ્છા કરે છે,
( ભેગા થાય છે) ત્યારે ગુરુ તેમને માર્ગદર્શિત કરે છે અને ગુરુમંત્ર (મંત્રદીક્ષા,ગુરુદીક્ષા) આપે છે.
આમ ગુરુ પોતાના તેજ શિષ્યોને મંત્રદીક્ષા આપે છે જે ગુરુ પર પુર્ણ વિશ્વાસ રાખે છે
અને નિયમિત પણે મંત્રનો આદરપૂર્વક ઉચ્ચારણ કરે છે.
જેમ જેમ આ મંત્રનો આદરપૂર્વક જાપ કરવા લાગે છે તેમ તેમ તેની શક્તિમાં વધારો થાય છે
ત્યારે મંત્ર સિધ્ધ બને છે. જ્યારે આ મંત્રની શક્તિનો અનુભવ શિષ્યોને થાય છે
 ત્યારે તે સમાજના લોકો ને આ મંત્રના પ્રભાવની જાણકારી આપે છે
જેથી અન્ય લોકોને પણ આનો લાભ થાય,અને મંત્ર સશક્ત બને, આમ મંત્ર સ્વયં સિધ્ધ બને છે.

સદગુરુ સ્વામી શિવકૃપાનંદજી નો મંત્ર : 

સદગુરુ સ્વામી શિવકૃપાનંદજીએ તેમના ગુરુએ આપેલ મંત્ર આ મુજબ છે.
                                 ૐ નમઃ shivay આ મંત્ર સ્વામીજી ના બાહ્ય શરીરને નહીં પરંતુ તેમની શક્તિઓ ને નમન છે.
આ મંત્ર દ્વારા આપણે વિશ્વના સંપૂર્ણ ગુરુતત્વને વંદન કરીએ છીએ.
ગુરુઓ દેહથી ભલે અલગ હોય પરંતુ ગુરુતત્વ તો એકજ છે.
જ્યારે સાધક આ મંત્રનો ઉચ્ચારણ કરી પોતાને ગુરુચરણોમાં સમર્પિત કરે છે,
ત્યારે વિશ્વચેતના સાથે તે સહેલાઇથી જોડાઇ શકે છે.
સ્વામીજી પોતે કહે છે કે તેમનું પોતાનું કે શરીરનું કોઇ અસ્તિત્વ નથી,
તેઓ ફકત તેમની ગુરુઓંની શક્તિનાં માધ્યમ છે.

કોઇપણ વ્યક્તિ જો, પૂર્ણ ભાવથી, આ મંત્ર નો ઉચ્ચારણ કરે
 તો તે આ મંત્ર ની શક્તિનો અનુભવ કરી શકે છે.આ મંત્રનો ક્રમ નીચે મુજબ છે.
                              ૐ નમઃ શિવાય    

ઉપરના મંત્રોનો એક સેટ, આમ ત્રણ સેટ એટલે નવ વાર ઉચ્ચારણ કરી,
ઓછામાં ઓછું 15 મિનિટ ધ્યાનમાં બેસવું.
પહેલીવાર ૐનો ઉચ્ચારણ લંબાવીએ છીએ ત્યારે ભૂતકાળમાં પૃથ્વીપર
 જેટલા પણ ગુરુઓ થઇ ગયા છે ,તે ભલે કોઇપણ ધર્મ, જાતિ કે દેશના કેમ ના હોય.
તે બધાંને અંતઃપૂર્વક નમન કરીએ છીએ અને તેમના આશિર્વાદ મેળવીએ છીએ.
જેના દ્વારા આપણી ચંદ્રનાડીના દોષો દૂર થાય છે.
બીજીવાર શ્રીનો ઉચ્ચારણ લંબાવીએ છીએ ત્યારે
ભવિષ્યમાં ધરતી પર અવતરણ લેવાવાળા તમામ ગુરુઓ ને નમસ્કાર કરીએ છીએ પછી ભલે તે
 કોઇપણ ધર્મ, જાતિ કે દેશના કેમ ના હોય. જેના દ્વારા આપણી સૂર્યનાડીના દોષો દૂર થાય છે.
ત્રીજીવાર જ્યારે ૐ અને શ્રી બન્ને નો ઉચ્ચારણ લંબાવીએ છીએ
ત્યારે વર્તમાનમાં પૃથ્વી પર જેટલાં પણ ગુરુઓ ઇશ્વરીય શક્તિનાં માધ્યમરુપે ઉપસ્થિત છે.
તે ભલે કોઇપણ દેશ, ધર્મ,જાતિના કેમ ના હોય તે બધાં ગુરુઓને નમન કરીએ છીએ.
આ રીતે આપણી મધ્યનાડી શુધ્ધ થાય છે.


No comments: