Well come My friends to my Page

Tuesday, May 14, 2013


દિનચર્યા :- અષ્ટાંગ હૃદય  સૂ.સ્થા.અ.-૨
(૧) સાજા માણસે ક્યારે ઊઠવું....?
                 b/aHme muhUteR ]i%*#eTSvS4o r9a4Rmayu8 : FF
                સ્વસ્થ એટ્લે નીરોગી મનુષ્યે આયુષ્યના રક્ષણ કરવાના હેતુથી પાછલી ચાર ઘડી રાત હોય તે વેળાએ (સૂર્યોદય થયા પહેલા એટલેકે -૯૬-મિનિટપહેલા) ઊઠવું.
                        ( સવારે બ્રહ્મ મુહૂર્તમાં ૪:૩૦ થી ૬:૦૦)
દાતણ વિધિ :-
(૨)   આકડો,વડ,ખેર,કરંજ (કણજી) સાદડ વિગેરે ઝાડનું દાતણ રોજ સવારે તથા   
    જમી રહ્યા પછી કરવું.
     v    દાતણનો છેડો કોમળ તથા સ્વાદ તૂરો,તીખો,અને કડવો હોવો જોઈએ.  
     v   તૂ રું દાતણ મોઢાને સાફ કરે છે.
     v   તીખું દાતણ અરુચિ મટાડે છે.
     v   કડવું મોમાં જામેલો કફ સાફ કરે છે.

-દાતણ કોણે ન કરવું..
    v   જેને અજીર્ણ ,ઓકારી (ઊબકા),દમ, ઉધરસ ,તાવ,અડદીયો વા,તરસ. મુખપાક, હૃદયરોગ,કે કાનનો રોગ હોય, આંખનો કે માથાનો રોગ હોય ત્યારે દાતણ કરવું નહીં  
(૩) રોજ સુરમાનું અંજન કરવું-
        આંખને હિતકારી સૌવીર (સૂરમાં) નું અંજન હમેશા કરવું.
    v   અઠવાડિયે રસાંજન આંજવું
    v   (દારૂ હળદર ક્વાથમાં ક્વાથથી ચોથા ભાગના બકરી દૂધને ઘટ થાય ત્યાંસુધી પકાવવાથી રસાંજન બને છે.)
(૪) નસ્ય, ધૂમપાન, કોગળા, કરવા તેમજ પાન ખાવું-
   v   નસ્ય:-
    ઉર્ધ્વજત્રુવિકારેષું  વિશેષાન્નશ્યામિષ્યતે \
          નાશા હિ શિરસો દ્વારં તેન તધ્યાપ્ય હન્તિ તાન \\ (અષ્ટાંગ   સૂ.સ્થા.અ.-૨૦ શ્લોક-૧)
    ઔષધિ અથવા ઔષધસિદ્ધ સ્નેહને નાસ માર્ગથી-નાકથી આપવાની ક્રિયાને નસ્ય કહે છે
નસ્ય ઔષધ શિરમાં જઈને શિરમાં વ્યાપ્ત થઈ શિરોગત વિકારને નષ્ટ કરે છે 
ફાયદા =
   v   જૂની શરદી ,
   v   શિર:શૂળ ,
   v   વાળ ખરવા તથા અકાળે સફેદ થવા,
   v   આધાશીશી,
   v   આંખ,કાન,નાક ર્તેમજ શિરોગત દોષોને દૂર કરે છે
નોંધ= કફનો રોગ હોયતો સવારમાં,પિત્તના રોગમાં બપોરે અને વાયુના રોગમાં સાંજે નસ્ય લેવું.
        એક અઠવાડીયા કરતાં (સાત દિવસ) વધારે નસ્ય  કોઈપણ રોગમાં લેવું નહીં.
ધૂમપાન-હિતકર આહાર તથા વિહાર કરનારા સમજુ માણસે ગાળાની હાંસડીથી ઉપરના ભાગમાં
          કફ તથા વાયુથી થતાં વિકારો ન થાય એટલામાટે તથા થયા હોય તો તેનો નાશ થાય  
         એટલા માટે  હમેંશા ધૂમપાન કરવું.
ક્યારે કેવું ધૂમપાન કરવું.
      સ્નિગ્ધોમધ્યઃ સતીક્ષ્ણશ્ચ, વાતે વાતકફે કફે \ યોજ્યઃ
ધૂમપાન ના પ્રકાર (૧) વાતરોગમાં સ્નિગ્ધ (૨) વાતકફમાં મધ્યમ (૩) કફરોગમાં તીક્ષ્ણ     
                       ધૂમપાન કરવું.
  v   સ્નિઘ ધૂમપાન ના દ્રવ્યો= અગર,ગુગળ,મોથ,શિલાજિત.જટામાસી,કાળોવાળો અને
                          ખસનો વાળો વિગેરે.
  v   મધ્ય ધૂમપાન ના દ્રવ્યો = શલલ્કી વૃક્ષનો ગુંદર,લાખ,એલચી,કમળ,વડ,પીપળો,પીપર
  v   તીક્ષ્ણ ધૂમપાન ના દ્રવ્યો = માળકાકણી, હળદર, હરતાલ,લાખ અને ત્રિફલા વિગેરે.
ધૂમપાન ના ફાયદા =
ઉધરસ,દમ.સળેખમ,સ્વરભંગ,મુખનીદુર્ગંધ,શરીરની પાંડુતા,વાલનારોગ,કાન,મુંખ અને આંખ ત્રણે ના સ્ત્રાવ ખણજ,પીડા અને જડતા,સુસ્તી અને હેડકી એટલા રોગ  ધૂમપાન કરનારને થતાં
નથી.
ગંડૂષ =દવાના કોગળા કરવા તેને ગંડૂષ કહે છે.
ગંડૂષ ચાર પ્રકાર બતાવેલ છે.(૧) સ્નિગ્ધ ગંડૂષ- ગળ્યા,ખાટા,અને ખારા દ્ર્વ્યોથી સિધ્દ્ગ કરેલા
                                  સ્નેહ વડે બને છે.
                             (૨) શમન ગંડૂષ – કડવા,તૂરા અને ગળ્યા ઔષધથી બને છે.
                             (૩) શોધન ગડૂષ – તીખા,ખાટા,ખારા અને ગરમ દ્ર્વ્યોથી બને છે.  
                            (૪) રોપણ ગંડૂષ -  તુંરા અને કડવા દ્ર્વ્યોથી બને છે.
                      -  સાજા માણસે રોજ ગંડૂષાર્થે  તેલનો ઉપિયોગ કરવો.
પાન એટ્લે નાગરવેલના પાન પર ચૂનોચોપડી ખેરસાર ને કાથા તરીકે ભભરાવી અંદર સોપારી,જાયફળ , લવિંગ,કપૂર,ચણકબાબ અને લતા કસ્તુરી મૂકીને વાળેલું બિડું.

પાન કોને ન ખાવું..
   v   જેને ક્ષત, કાસ રોગ થયો હોય,
   v   રક્ત પિતનો  રોગ થયો હોય,
   v   શરીર લૂખું પડી ગયું હોય ,
   v   એક કે બે આંખો દુ:ખવા આવી હોય,
   v   જે ઝેર કે મદ થી પીડાતો હોય કે, ક્ષય રોગી હોય તેને પાન ખાવું ન જોઈએ...
(૫) અભ્યંગ-
      મનુષ્યે હમેશાં અભ્યંગ આચરવો જોઈએ એટલેકે શરીરે તેલનું  લગાડવું જોઈએ જોઇએ કેમકે તે
   v   ઘડપણ થાક અને વાયુને મટાડે છે.        
   v   આંખને નિર્મળ કરેછે અને પોષણ આપે છે.
   v   આયુષ્ય વધારે છે અને ઊંઘ સારી આવેછે.શરીરની ચામડી સુંદર અને કરચલી વિનાની બનાવેછે અને  શરીર મજબૂત બનાવે છે.
   v   અભ્યંગ નિત્ય ન બનેતો બીજા અથવા ત્રીજા દિવસે કરવો
   v   અભ્યંગ માટે સરસિયું શ્રેષ્ઠ છે.
   v   અભ્યંગ ખાસ કરી માથે, કાને, તથા પગે કરવો, સૂર્યાસ્ત પછી કાનમાં તેલ પુરવું.
અભ્યંગ કોણે ન કરવો  
        બહુ કફવાળા માણસે ,
  v    ઔષધ લઈને જેણે ઉલ્ટી અથવા રેચ કર્યો હોય તેણે ,
  v   અજીર્ણ થયો હોય ત્યારે
(૫) કસરત કરવી
કસરતના ગુણ
  v   શરીર હલકું બને છે અને કામ કરવાની શક્તિ  આવે છે.
  v   જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. 
  v   ચરબી ઓછી થાય છે અને અવયવો ઘાટીલા અને સુદઢ (ઘાટીલા) બને છે. 
કસરત નિષેધ :-
 v   વાયુકે પિત્તનો રોગ થયો હોય તેણે તેમજ  ઘરડા માણસે તેમજ અજીર્ણ વાળાએ
કસરત ન કરવી જોઈએ.   
કસરત પછી ચંપી :-
 v   કસરત કર્યા પછી શરીરને દુ:ખ ન થાય તેવી રીતે ચારે બાજુ મર્દન કરવું.  જોઈએ.  
(૬) બહુ ઉજાગરા કરવાનહી. 
(૭ ) ઉદ્વર્તન :-
              હરડે જેવા તૂરા દ્રવ્યો, ઘઉનો,બાજરીનો , ચણાનો લોટ કે પીંઠીને શરીર ઉપર ઊંચે હાથે (નીચેથી ઉંચે) ચોળવા.
ફાયદા 
 v   કફ મટાડે છે,ચરબી ઓગાળી શોષી લે છે.
 v   અંગોને સ્થિર કરે છે.
 v   ચામડીને સુવાળી બનાવે છે.
(૮) સ્નાન (નાહવું)
  v   નાહવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે
  v   વીર્ય વધે છે.
  v   ઉત્સાહ તથા બળ વધે છે.
  v   ખૂજલી,મેલ,થાક,પરસેવો,સુસ્તી,બળતરા અને પાપનો નાશ થાય છે.
કોણે સ્નાન ન કરવું
 v    અડદિયો વા નામના રોગવાળાએ ,
 v    આંખ,કાન, અને મોં ના રોગ વાળાએ સ્નાન ન કરવું
(૯) વેગ (હાજતો) રોકવા નહીં.
 v     છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ઉધરસ, મહેનતથી ચડેલો, શ્વાસ, આસું, ઊલટી અને વીર્યપાત રોકવા નહીં
v    વાછૂટ,ઝાડો,પેશાબ વગેરે હાજતોનું સરળ રીતે વિસર્જન કરવું
(૧૦ ) ધર્મ પાળવો
(૧૧ ) મિત્ર-શત્રુ નો વિવેક
  v   આપણું શુભ ઇચ્છનાર મિત્રોનું પ્રેમથી સેવન કરવું તથા શત્રુઓથી દૂર રહેવું
(૧૨ ) હિંસા વિગેરે દશ પાપકર્મ ત્યજવા
v હિંસા,ચોરી, વ્યભિચાર (શારીરિક પાપકર્મ),
v ચાડિયાપણું,કઠોર વચન,અસત્યવચન અને સંબંધ વગરનું બકબક કરવું એ ચાર વાણી પાપકર્મ ,
v બીજાનું અહિત કરવાનો વિચાર ,અદેખાઈ,શાસ્ત્રથી અવળી દ્રષ્ટિ એ ત્રણ  મનના
પાપકર્મ,
એમ દશ પ્રકારના પાપકર્મ શરીર,વાણી અને મનથી ત્યજવા.
(૧૩)  દુ:ખી પર દયા રાખવી
(૧૪ )  સમતા રાખવી.
(૧૫ )  દેવ વિગેરેનું પૂજન કરવું.
(૧૬ )  યાચકને આપવું.
(૧૭ ) પરોપકાર કરવો.
(૧૮  ) સમ ચિત્ત રાખવું.
(૧૯  ) પ્રસંગે જ બોલવું તે પણ હિતકર, થોડું,સાચું,તથા મધુર બોલવું.
(૨૦ ) સદાચરણી થવું
(૨૧ ) શત્રુતા કે અપમાન જાહેર કરવું નહીં.
(૨૨ ) સામા માણસનું મન જોઈને જે માણસ જેમ ખુશી થાય તેમ વર્તવું.
(૨૩ ) ઇંદ્રિયોનું નિયમન કરવું.
(૨૪ ) તટસ્થ રહેવું.
(૨૫ ) નિર્મળ રહેવું.
(૨૬ ) સુઘડ રહેવું.
(૨૭ ) છત્રી લઈને અને જોડા પહેરીને ચાલવું.
(૨૮ ) રાત્રે બહાર ન નીકળવું.
(૨૯ ) થાક ન લાગે તેમ કરવું.
(૩૦ ) રાત્રે ઝાડ નીચે,ગામના ચોરા ઉપર,ચૌટામાં તથા દેવાલયોમાં રાત્રે રહેવું    
     નહીં, કતલખાનું, નિર્જન જંગલ, હવડઘર અને સ્મશાન એ જગ્યાએ તો 
    દિવસે પણ રહેવુ નહી.
(૩૧ ) સૂર્ય સામે જોવું નહીં.
ઋતુચર્યા:- અષ્ટાંગ હૃદય  સૂ.સ્થા.અ.-૩ 
ક્રમ
ઋતુ
શું થાય
આહાર
વિહાર
શિશિર ઋતુ
મહા/ફાગણ
-સ્વાસ્થ્ય માટેની ઋતુ છે.-બ -સ્વાસ્થ્ય માટેની ઋતુ છે.
-બળ વધારે
-જઠરાગ્નિ પ્રબળબને છે.

બળ 
-



ગળ્યા,સ્નિગ્ધ,માંસરસ,ચરબી ભર્યું માંસ, ,ઘઉનો લોટ, અડદ,શેરડી,દુધ, નવું અનાજ,વસા, અને તેલ ખાવા.




-કોમળ તડકામાં બેસવું,
- તાપણી કરવી,
-ગરમ પાણીથી, સ્નાન કરવું,
-ઘરમાં સૂવું
વસંત ઋતુ
ચૈત્ર/વૈશાખ
-કફ પ્રકોપ થાય
-પાચનશક્તિ મંદ  પડે
-હલકા,લૂખા (રૂક્ષ) ખોરાક લેવા,
-કેરીનો રસ ભેળવેલા અને રોગનો નાશ કરનાર આસવ અરિષ્ટ લેવા,
-સૂંઠ ઉકાળેલું પાણી,
-મોથ ઉકાળેલું પાણી,
- સ્નિગ્ધ ખાટુ અને ગળ્યું ખાવું નહીં,
-ખારા રસની મનાઈ છે.
-દિવસે ઊંઘવું નહીં,
-ઠંડુ ખાવું નહીં,
-કસરત કરવી,
-ગરમ પાણીથી, સ્નાન કરવું. 
ગ્રીષ્મ
જેઠ/અષાઢ
-વાયુની વૃદ્ધિ,
-બળ ઘટે
-પાચન શક્તિ મંદ પડે
-હલકું,સ્નિગ્ધ,ઠંડુ તથા પ્રવાહી એવું ગળપણ જ ખાવું પીવું,
-સાળના ચોખા,જંગલ પ્રાણીઓના માંસ સાથે ખાવા,
-સાકર મેળવીને સાથુ  ચાટવો.
-ઠંડાપાણીથી સ્નાન કરવું,
-બપોરે ઉંઘવું(દિવસે આરામ કરવો)
-ઝીણા અને હલકા વસ્ત્રો પહેરવા
-મૈથુનનો ત્યાગ,
- ફૂલની માળા 
 પહેરવી  



વર્ષા
શ્રાવણ/ભાદરવો
-શરીર આદાન કાળને કારણે ઓછું થાય .
-જઠરાગ્નિ મંદ થાય
-રોગો વધે
-ખારું ખાતું અને સ્નેહ યુક્ત સૂંઠ મધ મેળવેલું હલકું ભોજન કરવું,
-મગ,દાડમ વિગેરેના યુષ લેવા.
-બહાર પગે ચાલીને જવું નહીં,
-સુગંધીદાર પદાર્થો ચોરીને સ્નાન વિગેરેથી સુવાસિત રહેવુ,
-કપડાં ધૂપ દીધેલાં પહેરવા,
પાણી ઉકાળીને પીવું,
-નદીનું પાણી,દિવસે ઊંઘ.
બહુ મહેનત અને તડકો ત્યજવા.
શરદ
આસો/કારતક
-પિત્ત પ્રકોપ,   
-પાચન શક્તિ મંદ પડે.
-શાળના ચોખા,
-મગ,સાકળ,આંબળા,
-પટોળ,મધ એવું કડવું,ગળ્યું,તૂરું અને હલકુંખાવું.
-ઝાકળ ,જવખાર વિગેરે ક્ષાર,ધરાઈને ખાવું પીવું ,દહી,તેલ,વસા તડકો ,દિવસે ઉંઘ,પૂર્વ દિશામાંથી આવતો પવન ત્યજવા.
-ચાંદનીની શીતળતામાં બેસવું.
ઉજળા વસ્ત્રો પહેરવા 

હેમંત
માગશર/પોષ
-જઠરાગ્નિ વધે
-બળ વધે
-શરીર રૂક્ષ 
-આરોગ્ય પ્રદ
ગળ્યા,સ્નિગ્ધ,માંસરસ,ચરબી ભર્યું માંસ, ,ઘઉનો લોટ, અડદ,શેરડી,દુધ, નવું અનાજ,વસા, અને તેલ ખાવા.

-કોમળ તડકામાં બેસવું,
-તાપણી કરવી,
-ગરમ પાણીથી સ્નાન,
-ગરમ કપડાં પહેરવા
ઘરમાં સૂવું.

No comments: